દિનાંક 25.06.2021 ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચલાક સ્વ. અમૃતભાઈ કડીવાળાની શ્રદ્ધાંજલિ સભા મર્યાદિત ઉપસ્થિતિ સાથે યોજાઈ ગઈ. આ શ્રધાંજલિ સભાનું વિશ્વ સંવાદ કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરાયું હતું.
શ્રદ્ધાંજલિ સભામાં સંઘ તેમજ વિવિધ ક્ષેત્રો માં થી કેટલાક વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ શ્રી ડૉ. મનમોહનજી વૈધ, પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા) ના સંઘચાલક શ્રી જયંતીભાઈ ભાડેસીયા, ગુજરાત પ્રાંતના સંઘચલાક શ્રી ભરતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ, ભાજપ (ગુજરાત) ના સંગઠન મંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, ભાજપના શ્રી ભાર્ગવ ભટ્ટ, વિહિપ ગુજરાત ના મંત્રી શ્રી અશોકભાઈ રાવલ, ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ ના મેયર શ્રી કિરીટભાઈ પરમાર , જીટીયુંના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ વગેરે પ્રત્યક્ષ ઉપસ્થિત હતા. સ્વ. અમૃતભાઈના સુપુત્ર શ્રી શેખરભાઈ પણ વિશેષ ઉપસ્થિત હતા.
સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્ય દ્વારા સ્વ. અમૃતભાઈને શ્રદ્ધા સુમન અર્પિત કરતા કહ્યું કે અમૃતભાઈ એટલે સંઘ જીવન ની આદર્શ અભિવ્યક્તિ. અનેક કાર્યક્રમ ના સમાપન હમેશા સટીક રહેતું. જ્યારે પણ એમનો મત આપવાનો થાય ત્યારે બહુ સ્પષ્ટ મત આપતા. શાખામાં જવાનો આગ્રહ હમેશા રહ્યો. એમનું મેનેજમેન્ટ બહુ સારું હતું. સંત જ્ઞાનેશ્વરે કહ્યું હતું કે સમાજ એક ઇશ્વર છે અને એની પૂજા પોતાના કર્મ કુસુમ થી કરવાની હોય છે ડો મનમોહનજી એ જણાવ્યું કે સંત જ્ઞાનેશ્વર ની આ વાત અમૃતભાઈ એ સાચી પાડી.