આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય

  • આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય
  • દેશમાં સંઘનું કાર્ય કોરોના કાળ પશ્ચાત વધ્યું
  • સાડા પાંચ લાખ સ્વયંસેવકોએ કોરોના કાળમાં લોકોની સેવા કરી
  • 109 સ્થાનો પર સંઘના શિક્ષા વર્ગ થશે, 20,000 સ્વયંસેવકો પ્રશિક્ષણ લેશે એવું અનુમાન છે.
  • સામાજિક પરિવર્તનના પાંચ આયામો (સામાજિક સમરસતા, પરિવાર પ્રબોધન, પ્રયાવરણ સંરક્ષણ, સ્વદેશી આચરણ અને નાગરિક કર્તવ્ય) પર જાગરૂકતાથી સમાજમાં પરિવર્તન માટે સંઘ કામ કરશે.
  • સેવા કાર્ય અને કુટુંબ પ્રબોધનનું કાર્ય મહિલાઓ વિના સંભવ નથી
  • રાષ્ટ્રના ‘સ્વ’ આધારિત પુરોત્થાનના સંકલ્પ સાથે પ્રતિનિધિ સભા સંપન્ન થઇ.

15-03-2023

આપ સૌ જાણો છો એ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સમાલખા – પાણીપત હરીયાણા ખાતે દિનાંક ૧૨  થી   ૧૪    માર્ચ  2023  દરમિયાન પ.પૂ. સરસંઘચાલક મા. મોહનજી ભાગવતના પાવન સાનિધ્યમાં યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ

મા..દત્તાત્રેય હોસબાલે , તમામ છ સહ સરકાર્યવાહ સહિત  અખિલ ભારતીય કાર્યકારીણી ના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંત ના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ ભારતીય પદાધિકારીઓની ઉપસ્થિતિ હતી.

બેઠકની શરૂઆત પ.પૂ.સરસંઘચાલક મા.મોહનજી ભાગવત દ્વારા ભારતમાતાને પુષ્પાંજલી સમેત દિપ પ્રાગટ્ય થી થઈ. એ પછી સમાજજીવન ના અન્યાન્ય ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા મહાનુભાવો જેમનું અવસાન ગત અખિલ ભારતીય કાર્યકારીણી ની બેઠક જે ગત ઓક્ટોમ્બર માં યોજાઈ હતી ત્યાર થી અત્યાર સુધીમાં થયું હતું એ તમામને મૌન પાળી શ્રધ્ધાજંલી આપી હતી. જેમાં  પૂ. સ્વ. રતિનાથજી મહારાજ, એરમાર્શલ સ્વ હરજીત સિંહ અરોરા, ગાયિકા સ્વ. વાણી જયરામ, સ્વ. મુલાયમ સિંહ યાદવ, સ્વ.શરદ યાદવ સહિત અનેક નામોમાં ગુજરાત ના સ્વ. ઇલાબેન ભટ્ટ , સ્વ.યોગેન્દ્ર અલધ, સાહિત્યકાર સ્વ. મોહમ્મદ માંકડ, સ્વ. બાલકૃષ્ણ દોષી , સ્વ.હીરાબા મોદી, સ્વ. હરેશ ભટ્ટ ને પણ પ્રતિનિધિ સભામાં શ્રધ્ધાંજલી અપર્ણ કરાઈ.

ગુજરાત ના બનાસકાંઠા ના થરાદ જિલ્લામાં “લક્ષ્ય વેધ ૫૧૨૪ ” નામે એક કાર્યક્રમ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કાર્યવિસ્તાર ના ઉદ્દેશ સાથે યોજાયો જેમાં ૮ તાલુકા અને ૧ નગરીય વિસ્તાર સહિત સંઘની રચના પ્રમાણે ૫૮ મંડલ અને પ વસ્તીના કુલ 418 ગામ પરથી 5192 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ માં ઉપસ્થિત રહ્યા.  સંઘની ભૌગોલિક રચનામાં મંડલ અને વસ્તી અંતિમ એકાઈ ગણાય છે . આ કાર્યક્રમમાં થરાદ જિલ્લાના બધા જ મંડલો અને વસ્તી માંથી સ્વયંસેવકોની ઉપસ્થિતી રહી. થરાદ જિલ્લાના કાર્ય વિસ્તાર ના આ લક્ષ્યવેધ ની નોંધ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા માં સહર્ષ લેવાઈ.

ત્યાર બાદ મા. સરકાર્યવાહજી એ પ્રતિવેદન રજૂ કર્યું. એ પછી સંઘના કાર્ય વિભાગો અને વિવિધ સંગઠનો ના પ્રતિવેદનો થયા. એની વચ્ચે પ્રતિનિધિ સભાએ “સ્વ આધારિત રાષ્ટ્ર ના નવોત્થાન નો સંકલ્પ લઈએ” એ વિષયે ચર્ચા બાદ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો. શાખાઓ સમાજ ઉપયોગી કાર્ય નાના મોટા સ્તરે કરતી હોય છે.આવી કેટલીક શાખાઓ એ કરેલા કાર્યો નું વૃત રજૂ કર્યું.

સંધ કાર્ય દેશભરમાં વધ્યું છે. કેટલાક આંકડા અહી પ્રસ્તુત છે.

અખિલ ભારતીય વૃત

 20222023વૃદ્ધિ
સ્થાન37903426134710
શાખા60117686518534
સાપ્તાહિક મિલન20826268776051
સંઘ મંડળી7980104122492

જેમ દેશભરમાં કાર્ય વધ્યું છે એ જ રીતે ગુજરાત પ્રાંતમાં પણ કામ વધ્યું છે. કેટલાક આંકડા અહીં પ્રસ્તુત છે.

 20222023વૃદ્ધિ
સ્થાન576706130
શાખા13341671337
સાપ્તાહિક મિલન3381182844
સંધ મંડળી585  552-33

ગુજરાતમાં ચાલી રહેલા સેવા કાર્ય

આયામશિક્ષણસ્વાસ્થ્યસામાજીકસ્વાવલંબનયોગ
સેવા કાર્ય સંખ્યા279783107૩૦1193

બેઠકના અંતિમ દિવસે પ્રતિનિધિ સભામાં માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે એ આર્થ સમાજ નાં સ્થાપક પ પૂ દયાનંદ સરસ્વતી નું 200 મું જન્મવર્ષ , ભગવાન મહાવીર સ્વામી નું  2550 મું નિર્વાણ વર્ષ , તેમજ શિવાજી ના રાજ્યાભિષેક ને આગામી. ૨. જૂન 2023 ના રોજ ૩50 પુરા થઇ રહ્યાં છે ઍ નિમિતે એ ત્રણ વિષયો પર વક્તવ્ય રજૂ કર્યા.

ડૉ. ભરતભાઈ પટેલ

પ્રાંત સંધચાલક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ગુજરાત પ્રાંત

Saptrang ShortFest - All Info