આત્મ નિર્ભર ભારત આપણો સંકલ્પ – ભય્યાજી  જોશી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશ (ભય્યાજી) જોષીએ ૭૪ માં સ્વતંત્રતા અવસર પર આયોજિત કાર્યક્રમમાં કાશીના રોહનીયામાં ધ્વજારોહણ અને વંદન કર્યા.
એમણે કહ્યું કે આજ ભારતનો ૭૪મો સ્વાતંત્રય દિવસ છે. વર્તમાન પરિસ્થિતિમાં કોવિડ- ૧૯ ના કારણે આ સમય ચર્ચાનો વિષય બન્યો છે.


કોરોના જેવી મહામારીનો પ્રકોપ આપણા દેશમાં અને પૂરા વિશ્વમાં ચાલી રહ્યો છે. તેવામાં ભારતની કેટલીક વિશેષતાઓ ધ્યાનમાં આવી છે. સંખ્યાત્મક જાણકારીના આધાર પર દુનિયાના અન્ય સમૃધ્ધ દેશોની અપેક્ષાએ ભારતમાં તેનો ફેલાવો અને મૃત્યુદર ઓછો છે.
તેનું કારણ અહીંની રહેણીકરણી, જીવનશૈલી અને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે છે. અહીંના જલ, વાયુ, પરંપરા અને સાંસ્કૃતિક જીવનશૈલી લોકોને આવા સંઘર્ષના સમયમાં જીવન શક્તિ પ્રદાન કરે છે. તુલનાત્મક દૃષ્ટિથી સર્વાધિક સંપન્ન અને સ્વચ્છ અમેરિકા પણ, આ બીમારીથી સર્વાધિક પ્રભાવિત થયું છે.


ભારતવર્ષના કેટલાક પ્રાંતોમાં કોરોના વાયરસનો પ્રભાવ વધારે છે, પરંતુ કેટલાક પ્રદેશોમાં તે “ના” ની બરોબર છે. ખૂબ ઓછો છે. આ આપણી અલગ જ ઓળખાણ પ્રસ્તુત કરે છે. આ પરિવેશમાં સ્વતંત્રતાની ૭૪મી વર્ષગાંઠ પર આપણે વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં સ્વાવલંબી અને આત્મ નિર્ભર બનવાનો સંકલ્પ લેવો જોઈએ. પાછળના ૭૪ વર્ષોમાં આપણે વિભિન્ન પ્રકારના પ્રયોગ અને પ્રયાસ કર્યા છે. પરંતુ તેમ છતાં વિદેશી સહાય પર નિર્ભર રહેવું પડ્યું છે આજે પણ આપણી કેટલીક જરૂરિયાતો અન્ય દેશો પર નિર્ભર છે. આ કોરોનાના સમયમાં આત્મનિર્ભર બનવા માટેની તક નો અવસર આપણને મળ્યો છે. દેશની જલ વાયુ, પરંપરા અને વિભિન્ન સશાધનો પર આત્મનિર્ભરતાની અપેક્ષા જરૂરી છે.


આપણે સ્વયં આત્મનિર્ભર બનીએ અને આપણા પ્રિય ભારત દેશને આત્મનિર્ભર બનાવીએ જેનાથી પ્રેરાઈ ને દુનિયાના બધા નાના નાના દેશો પ્રેરીત થઈને આત્મનિર્ભર બને નાના દેશો, મોટા દેશોની ચુંગાલથી મુક્ત બનીને પોતાનો સ્વયં વિકાસ કરે અને આત્મનિર્ભર બને.
આજ ભાવને ગ્રહણ કરીને આપણે આપણા લક્ષ પર પહોંચી શકીશું દુનિયાના અન્ય દેશ પણ ભારતના આધાર પર આગળ વધી શકશે.

અધ્યક્ષ ઉદબોધન સુરભી શોધ સંસ્થાનના સંસ્થાપક સૂર્યકાંત જાલાન ( કાનુભાઇ) એ કહ્યું કે આ પરિસરમાં આપણે ભારતની આઝાદીની ૭૪ મી વર્ષગાંઠ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ કાર્યવાહ ભય્યાજી જોશીને મેળવી અત્યંત આનંદિત છીએ અને તેમના હાથથી ધ્વજારોહણ સુરભી શોધ સંસ્થાન પરિવારને ગૌરવ અપાવી રહ્યું છે. તે માટે હું સંઘ પરિવારનો આભારી છું.

Periodicals