કોરોના મહામારી સાથેની યુદ્ધકાળ દરમિયાન ચીન દ્વારા લદ્દાખમાં કરેલા અતિક્રમણ અને ગળવાનમાં થયેલા સંઘર્ષમાં સીમાની રક્ષા કરતા ૨૦ ભારતીય જવાન વીરગતિને ભેટ્યા. મીડિયામાં આ નુકશાનની ઘણી ચર્ચા થઈ રહી છે, અને તે જ સમય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ૧૯૬૨ પછી પહેલીવાર ચીન સાથે આ લોહિયાળ સંઘર્ષ બન્યો છે, ભારતીય સૈન્ય ના શૌર્ય/બહાદુરી અને પરાક્રમ/શક્તિ અને ભારતના નેતૃત્વનીની દ્રઢતા અને તકેદારી પર કેટલાક લોકો પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરી રહ્યા છે, આવા સવાલો ઉભા કરનારાઓના ઇતિહાસની શોધ કરવામાં આવે તો તે યાદ આવશે કે આ તે જ લોકો છે, જેમણે ભાજપ ને કેન્દ્રમાં આવતા અટકાવવા અને નરેન્દ્ર મોદીને હરાવવા મારે સખત પ્રયત્ન કર્યો હતો. વર્તમાન સહિતની આવી બધી સમસ્યાઓનો જન્મ આ શક્તિઓની ટુંકી દૃષ્ટિ, અવ્યવહરિકતા નેતૃત્વક્ષમતા અને રાષ્ટ્રની સંકલ્પશક્તિ ના અભાવ ના આધારે છે.
સંભવતઃ જે પ્રકારની દ્રઢતા હિંમત અને સંયમનો પરચો ભારતના ટોચના નેતૃત્વએ ડોકલામ અને હવે ગલવાન ક્ષેત્રમા રજૂ કર્યું છે આવું આ પહેલા ચીન સાથે ક્યારેય બન્યું નથી. ૧૯૬૨ પછી પણ તેનું અતિક્રમણ ચાલુ જ રહ્યું, પરંતુ તેનું આજદિન સુધી સખત વિરોધ થયો ન હતો, ભારતીય સૈન્યની બહાદુરી દ્રઢતા અને શક્તિની સાથે નેતૃત્વની ભૂમિકાનું પણ વિશેષ મહત્વ હોય છે.
૧૯૯૮ ના સફળ પોખરણ અણુ પરિક્ષણ દ્વારા આ હકીકત બહાર આવી, કારણ કે તેમાં પણ વૈજ્ઞાનિકો સાથે નેતૃત્વની નિર્ણયકતાની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. ભારતીય વૈજ્ઞાનિક ૧૯૯૪ માં જ આ અણુ પરિક્ષણ કરવા માટે સક્ષમ હતા, પરંતુ વૈશ્વિક દબાણના કારણે તે સમયના ટોચ ના નેતૃત્વે તે હિંમત દર્શાવી ન હતી, જે ૧૯૯૮ માં શ્રી અટલ બિહારી વાજપેયીએ બતાવ્યું હતું. તે સફળ પરિક્ષણ પછી, વિશ્વમાં ભારત અને ભારતીયોની વિશ્વસનીયતા વધી. ૨૦૧૪ થી રાષ્ટ્ર વિરોધી, આતંકવાદી પ્રવૃતિઓ ને લઈ પાકિસ્તાન અને ચીનની સાથે પણ ભારતના વલણમાં એક મૂળભૂત પરિવર્તન દેખાય છે. ઉરી હુમલો, બાલકોટ હવાઈ હૂમલો, ડોકલામ, ગલવાન, કશ્મીરમાં ચાલી રહેલા પાક-સમર્થક આતંકવાદ સામે સફળ પ્રતિકાર તે આ બધી પ્રવૃતિઓ પરથી પરિવર્તન સ્પષ્ટ દેખાઈ આવે છે. અત્યાર સુધીની અવગણનાવાળી ભારતીય સીમાઓ પર થઈ રહેલા વિકાસ અને માળખાના નિર્માણ તેમજ પહેલા પાકિસ્તાન ના અને હવે ચીન દ્વારા કબજો કરાયેલ અકસાઈ-ચીનનો ભારતીય ક્ષેત્ર પાછો લેવાનો આશય એ અડગ, હિંમતવાન અને ભવિષ્યદૃષ્ટા/ દુરંદેશી નેતૃત્વની નિશાની છે. ચીનના રોષનું આ પણ કારણ હોઈ શકે છે. આનો અર્થ એ કે કેટલાક તત્વો જે ભારતમાં જ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ટેકો આપે છે તે અસ્વસ્થ બની રહ્યા છે.
1962 માં ચીન સાથેના યુદ્ધમાં ભારતીય સૈન્યની અનુપમ બહાદુરી અને બલિદાન હોવા છતાં, અમે હાર્યા. આનાં બે મુખ્ય કારણો છે. પ્રથમ, તે સમયે ભારતના ટોચની નેતાગીરીમાં અગમચેતી/દૂરંદેશી દૃષ્ટિનો અભાવ અને બીજું, યુદ્ધની તૈયારી જ નહીં. ચીનના વિસ્તારવાદી સ્વભાવથી વાકેફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક શ્રી ગુરુજી અને અન્ય ઘણા દૂરંદેશી દૃષ્ટિ ધરાવતા નેતાઓએ સંકેત આપ્યો હતો કે ચીનને ભાઈ તરીકે સ્વીકારતી વખતે ચીન ભારત સાથે છેતરપિંડી કરી શકે છે. તે ચેતવણીને સંપૂર્ણપણે અવગણવું અને સુરક્ષાની કોઈ તૈયારીઓ ન કરવા અને ચાઇનાને અપનાવવાના પરિણામ સ્વરૂપે, અમને 1962 ના યુદ્ધમાં શરમજનક અને દુઃખદ પરિણામોનો સામનો કરવો પડ્યો.
આ ઘટના પછી જ, ભારતીય સૈન્યને સજ્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સૈન્યની તાકાત ફરીથી સ્થાપિત કરવાનું એ પૂરતું ના હતું. શાસકીય નેતૃત્વની પરિપક્વતા અને નિશ્ચિતતા ઘણીજ જરૂરી છે.
હવે 06 ડિસેમ્બર, 2013 ના રોજ તત્કાલીન સંરક્ષણ પ્રધાન શ્રી એ.કે. એન્ટોની નો સદન માં બોલતો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તે કહે છે, ‘ભારતની સરખામણીમાં ચીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના ક્ષેત્રમાં ખૂબ આગળ છે. તેમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ ભારત કરતા વધુ સારા છે. આઝાદ ભારતની ઘણાં વર્ષોથી નીતિ હતી કે સરહદનો વિકાસ ના કરવો તે શ્રેષ્ઠ સંરક્ષણ છે. વિકસિત સીમાઓ કરતા અવિકસિત સીમાઓ સુરક્ષિત હોય છે. તેથી, ઘણા વર્ષોથી, સરહદી વિસ્તારોમાં રસ્તાઓ અથવા એરફિલ્ડ્સ બનાવવામાં આવ્યા ન હતા. તે સમય સુધી, ચીને સરહદી વિસ્તારોમાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ચાલુ રાખ્યો હતો. તેથી, પરિણામે, તેઓ હવે અમને વટાવી ગયા છે. સરહદી વિસ્તારોમાં માળખાગત બાબતોમાં, ક્ષમતાની દ્રષ્ટિએ તેઓ આપણા કરતા આગળ છે. હું આ સ્વીકારું છું આ ઐતિહાસિક તથ્ય છે. “
આઝાદી પછી તરત જ ભારતની વિદેશ નીતિ, સુરક્ષા નીતિ અને આર્થિક નીતિએ ખોટી દિશા લીધી હતી. સુરક્ષા નીતિનું ઉદાહરણ ઉપર આવ્યું છે. આર્થિક નીતિ વિશે વાત કરતા, ગ્રામીણ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા પર ભાર આપવાને બદલે, મહાનગરોની આસપાસ ફરતા કેન્દ્રિય અર્થતંત્રને લીધે, તે ગામો અવિકસિત રહ્યા, જ્યાં ભારતનો 70 ટકા સમાજ વસે છે. લોકોને સારી શિક્ષણ, આરોગ્યની સુવિધા અને રોજગાર મેળવવા અને દૂરના શહેરોમાં સ્થળાંતર કરવા માટે તેમના ગામ છોડવાની ફરજ પડી હતી. આ નીતિઓનો સચોટ પરિણામ કોરોના રોગચાળાના સમયે જોવા મળ્યો હતો, જ્યારે રોજગાર માટે અન્ય રાજ્યોમાં ગયેલા લાખો મજૂરોને તેમની ઉપાર્જિત શહેરમાં પરાયું લાગ્યું હતું અને ઉપલબ્ધ સંસાધનો સાથે તેઓ તેમના ગામ તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા. આ સમયથી, તેઓ તેમના પ્રિયજનો, તેમની જમીન અને તેમની સંસ્કૃતિથી દૂર ગયા. ભારતમાં મોટાભાગના રોજગાર કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. આઝાદી પછીની નીતિઓને કારણે કૃષિ અને ખેડુતોની ઉપેક્ષા કરવામાં આવી.
જો આપણે વિદેશ નીતિ વિશે વાત કરીશું, તો ત્યાં ગુટ નિરપેક્ષતાની વાત કરવામાં આવી હતી. વૈશ્વિક સંદર્ભમાં, જ્યાં સુધી ભારતને સશક્ત બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તે વ્યૂહરચનાના દૃષ્ટિકોણથી ગુટ નિરપેક્ષતાના દ્રષ્ટિકોણથી સમજી શકાય છે, પરંતુ તે આપણી વિદેશ નીતિનો કાયમી આધાર બની શકતો નથી ! કારણ કે, જે બે મહાસત્તાઓની સાથે ધર્મનિરપેક્ષતાની વાત કરવામાં આવી રહી હતી, તે બંને મહાસત્તાઓનું રાષ્ટ્રીય જીવન, તેમની વૈચારિક સ્થાપના, તેમનો રાષ્ટ્રીય, સામાજિક અને માનવ જીવનનો અનુભવ ભારતની રાષ્ટ્રીય, સામાજિક, વૈચારિક અધિષ્ઠાનથી એટલો બધો અવિકસિત, અધૂરો અને અપરિપક્વ છે કે આપણી નીતિને તેમના આધારે નિર્ણય લેવાનો વિચાર પણ તે ગુલામીની માનસિકતાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. અમેરિકા અને રશિયા તે સમયે આ મહાસત્તાના કેન્દ્રો હતા, તેમનું રાષ્ટ્રીય જીવન 500 વર્ષ પણ નથી. તે જે વિચારધારાની વાત કરે છે તેનો 100 વર્ષનો અનુભવ પણ નહોતો. બીજી બાજુ, ભારતનો ઇતિહાસ, રાષ્ટ્રીય જીવન ઓછામાં ઓછું 10 હજાર વર્ષ જૂનું છે.
આધ્યાત્મ આધારીત ભારતીય જીવનનો અભિગમ એકાત્મ, સર્વાંગીણ અને વૈશ્વિક રહ્યો છે. આથી જ સામર્થ્યવાન હોવા છતાં પણ ભારતે અન્ય દેશો સામે યુદ્ધ નથી કર્યું. વેપાર માટે વિશ્વના ઘણા ખૂણામાં ગયા હોવા છતાં, ભારતે તેમનું વસાહતીકરણ કે શોષણ કર્યું ન હતું, ન તેમને લૂંટ્યા, ન તેમનું ધર્માંતર કર્યું, ન તેમને ગુલામ બનાવીને તેમનો વેપાર કર્યો. આપણે ત્યાંના લોકોને સમૃદ્ધ, સંસ્કારી બનાવ્યા છે. ભારતનો આ પ્રાચીન સર્વવ્યાપક વિશ્વ દૃષ્ટિકોણ એ વિશ્વમાં ભારતની ઓળખ પણ છે. પરિણામે, એ જ દ્રષ્ટિ આપણી વિદેશ નીતિનો પણ આધાર હોવી જોઈએ.
પરંતુ ભારતના પ્રથમ વડા પ્રધાન પર સામ્યવાદનો પ્રભાવ હતો. તેથી, ભારતની આધ્યાત્મિક પર આધારીત વૈશ્વિક, સર્વાંગી અને સંકલિત અભિગમની અનોખી ઓળખને નકારીને, આધુનિકતાના નામે આકર્ષક પાશ્ચાત્ય શબ્દાવલીના મોહમાં ભારતની નીતિની દિશા બદલવામાં આવી. પાછળથી, કોંગ્રેસમાં સામ્યવાદીઓનો પ્રભાવ વધ્યો અને છેવટે કોંગ્રેસ સામ્યવાદીઓના પ્રભાવ હેઠળ આવી. પરિણામે, ભારતથી ભારતનું અંતર વધતું રહ્યું. ભારત અને ભારતની સ્વયં અથવા ઓળખને નકારી કાઢવા માટે, જે ને સદીઓથી વિશ્વ જાણે છે, તેને અસ્વિકારીને જાણે પોતાને પ્રગતિશીલ, ઉદારવાદી, બૌદ્ધિક કહેવાનું વલણ મનાતુ.
પરંતુ સમાજમાં સતત ચાલી રહેલ સામાજિક અને રાષ્ટ્રીય જાગૃતિને કારણે, ૨૦૧૪ ની ચૂંટણીમાં, બિન-કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ બહુમતી મેળવીને આઝાદી પછી પહેલી વાર સત્તા પર આવી. આટલું જ નહીં, તે આખા દેશમાં ચાલતા આ સક્રિય સમાજની જીત પણ હતી, જેણે તેના મૂળ સાથે જોડાઈને, હાલના સંદર્ભમાં તેની સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા આપીને રાષ્ટ્રવ્યાપી નવજીવન/નવસર્જન કર્યું અને પ્રગતિશીલ વિચારના નામે ભારતીય સમાજ પર વસાહતી વિચારધારા લગાવવાળાઓ ને નામંજૂર કર્યા, 2019 માં વધુ જનસમર્થન સાથે આ સરકારનું પુનરાવર્તન એ ૨૦૧૪ પછીથી પણ પરિવર્તનનો મુદ્દો હતો.
લોકસભાની ચૂંટણીના પરિણામો 16 મે 2014 ના રોજ જાહેર કરાયા હતા, અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ (એનડીએ) ની સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું હતું. સન્ડે ગાર્ડિયનના 18 મે ના સંપાદકીયમાં ની શરૂઆત આ હતી કે “આજે, 18 મે 2014, તે દિવસ તરીકે ઇતિહાસમાં નોંધાઈ શકે છે જ્યારે આખરે બ્રિટને ભારત છોડ્યું હતું.” ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીત એ લાંબા યુગના અંતને ચિહ્નિત કરી હતી, જેમાં બ્રિટીશ ભારતીય ઉપખંડમાં શાસન કરનારા લોકોથી સત્તાની રચના અને પ્રકૃતિ વધારે જુદા ન હતા. ભારત ઘણી રીતે કોંગ્રેસ પાર્ટી હેઠળ બ્રિટીશ રાજની જેમ જ ચાલતી હતી. “.
તે જ સમયે શ્રી શિવ વિશ્વનાથનનો એક લેખ પ્રકાશિત થયો. આ લેખમાં, લેખકે એક મહત્વપૂર્ણ સ્વીકારેલી વાત રજૂ કરી છે. તેનું શીર્ષક આખી વાત જણાવે છે.
શીર્ષક છે “કેવી રીતે મોદીએ મારા જેવા ‘ઉદારવાદીઓને’ પરાજિત કર્યા.” શિવ વિશ્વનાથન લખે છે – “સેક્યુલરિઝમ એવી રીતે વિરોધી વાતાવરણ પેદા કરી રહી હતી કે મધ્યમ વર્ગ તેમની માન્યતાઓ, તેમના વલણ પ્રત્યે શરમ અને સંકોચ અનુભવવા લાગ્યો હતો. ધર્મનિરપેક્ષતા એક તેજતર્રાર અને જમીન થી છુટો પડી ગયેલો, બેઠકોમાં જ સીમિત રહી ગયેલો વિમર્શ થઇ ને રહી ગયો હતો. જ્યાં મધ્યમ વર્ગ પોતાને અસહજ અનુભવવા લાગ્યો હતો.
17 મેના રોજ નરેન્દ્ર મોદી ફરીથી કાશીની મુલાકાતે ગયા. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજામાં જોડાયા હતા. મંદિરમાં અર્ચના-ધાર્મિક વિધિ પછી, તે દશાશ્વમેધ ઘાટ પર ગયા જ્યાં નદીના કાંઠે આરતી કરવામાં આવી હતી. આ બધાને ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવતો હતો, લોકો ઇચ્છતા હતા કે આ પ્રસંગ કોઈ વિવેચન વિના પૂર્ણ થાય. બીજી તરફ, કેટલાક લોકો એમ પણ કહેતા હતા કે આ પહેલીવાર છે જ્યારે આવી કોઈ વિધિ ખુલ્લેઆમ બતાવવામાં આવી હતી. મોદીની હાજરીમાંનો સંદેશ સ્પષ્ટ હતો, “આપડે પોતાના ધર્મ પર કોઈ શરમ કરવાની જરૂર નથી.” આ બધું પહેલાના થઇ શકતું હતું.
પહેલા તો હું તેનાથી ખીજાયો હતો. પરંતુ પાછળથી, હું વિચારમાં ડૂબી ગયો. મારો એક સાથી એ ઉમેર્યું. “તમે, અંગ્રેજી બોલતા ધર્મનિરપેક્ષ લોકો, લોકોને દબાણ કરી રહ્યા છો, જેનાથી બહુમતીઓ શરમ અનુભવે છે.”
જો કે આ ટિપ્પણી કડવી અને આઘાતજનક હતી, પણ મને તે ક્ષણે સમજાયું કે મારા જેવા ઉદારવાદીઓ આટલી મોટી બાબતમાં દોષી હોઈ શકે છે! ”
આ એક નવું ભારત છે, જેનો અનુભવ તમામ ભારતીયો અને આખા વિશ્વને થઇ રહ્યો છે. પરંતુ વાસ્તવમાં આમાં કઈ નવું નથી, પરંતુ અત્યાર સુધી નકારવામાં આવેલ, દબાવવામાં આવેલ ખોટા પ્રચારના કારણે, સદીઓ જૂની પરતું નિત્ય નવીન અને ચિર પુરાતન ઓળખ લઇને સ્વાભિમાન અને શક્તિ સાથે ઉભા રહેવા વાળું આપણું “ભારત” છે. અને ભારતનો વિચાર જ “વસુધૈવ કુટુંબકમ” અને “સર્વેપિ સુખિનઃ સન્તુ” નો રહ્યો છે, તેથી તેના પોતાના જાગૃતિ અને આત્મનિર્ભરતાના આધારે શક્તિસંપન્નતા થી કોઈને ભય રાખવાનું કારણ નથી, કારણ કે તે ભારત જ છે, જે જાગૃત થઇ રહ્યો છે.
જ્યારે આખો દેશ સફળતાપૂર્વક કોરોના રોગચાળા જેવા સંકટ સામે લડી રહ્યો છે, ત્યારે વિસ્તરણવાદી અને સર્વાધિકારવાદી ચીન દ્વારા ઉભા કરાયેલા આ પડકાર સમયે સમગ્ર ભારતીય સમાજે એકતાથી ઉભા રહેવું પડશે, અને તે આપણે કરી પણ રહ્યા છીએ. રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહરચના માટે, સેના અને સરકારની નિર્ણય લેવાની ક્ષમતા પર વિશ્વાસ કરીને બધા લોકો અને પક્ષો દ્વારા રાજકીય પરિપક્વતા રજૂ કરવી જરૂરી છે. રાજકીય ખોટ-લાભ અથવા એકબીજા પર જીત-હાર નક્કી કરવાનો આ સમય નથી.
સહ સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ