પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ઉજવાયેલ રાષ્ટ્રીય સંત સંમેલન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાળેજીલે ઉપસ્થિત રહ્યા.
પોતાના ઉદ્બોધનમાં શ્રી દત્તાત્રેયએ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાને વિશ્વ વ્યાપી બનાવીને ઈશ્વર ભક્તિ, ધર્મ શ્રદ્ધા, રાષ્ટ્રપ્રેમ અને માનવતાની સેવામાં પોતાનું સમગ વિતાવ્યું તથા લાખો લોકોના જીવનમાં આ પવિત્રતા લાવીને એમના જીવનને સાર્થક અને પ્રસન્ન બનાવ્યા એવા પરમ શ્રદ્ધેય પ્રમુખ સ્વામી મહારાજજીને નમન કરતાં તેમનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે શ્રી મહંત સ્વામી મહારાજજી અને સમસ્ત સંતોનું અભિવાદન કર્યું.
શ્રી હોસ શ્રી દત્તાત્રેયએ કહ્યું કે આ એક સંતનો જન્મ શતાબ્દી મહોત્સવ માત્ર નથી પરંતુ પ્રમુખ સ્વામી મહારાજજી પોતાના કે સ્વામીનારાયણ સંસ્થા માટે કાર્ય ન કરતાં રાષ્ટ્ર, ધર્મ સમસ્ત જનતા માટે કર્યા છે. આ મહોત્સવ લાખો લોકોના જીવનમાં પવિત્રતા અને પાવન ભાવનાઓને ઉજાગર કરવાનો પવિત્ર કાર્યક્રમ છે. અઆ પાવન નગરીમાં આવીને લાખો લોકો આવીને પોતના જીવનને કૃતાર્થ કરે છે, શાંતિ પ્રાપ્ત કરે છે તેમના જીવનમાં ધર્મના માર્ગ પર ચાલવાનો એક સંકલ્પ જાગૃત થાય છે. આનાથી મોટું અન્ય કયું કાર્ય હોઈ શકે આ જ સૌથી મોટી માનવ સેવા છે.
લોકોમાં એક સાત્વિક સંતોષ ઉત્પન્ન કરવો એ જ ઈશ્વર પૂજા છે અને માનવના મનના ઊંડાણમાં રહેલો સાત્વિક સંતોષ લોકોમાં ઉત્પન્ન કરવો એ જ સંતોના જીવનનું લક્ષ્ય છે. પરમ શ્રદ્ધેય પ્રમુખ સ્વામી મહારાજજીએ વિશ્વભરના લાખો લોકોના જીવનમાં અધ્યાત્મિક આનંદ, સંતોષને ઉજાગર કર્યો છે. લોકોને પવિત્રતાના પથ પર ચાલવાની પ્રેરણા આપી છે તેથી જ સમગ્ર વિશ્વના લાખો કરોડો લોકો તેમનો સંત્સંગ કરે છે.
સત્ય, શુચિતા, કરૂણા અને તપસ્યા આ ચાર આયોમોમાં ધર્મનું પ્રગટીકરણ છે. પરમ શ્રદ્ધેય પ્રમુખ સ્વામી મહારાજજીએ આ ચારેય આયોમોમાં ધર્મને પ્રતિપળ, પ્રતિદિન પ્રગટ કર્યો તેમના જીવનના આવા પ્રસંગો જાણીને મારી આંખો ભરાઈ આવી. પ્રમુખ સ્વામી મહારાજજીનું જીવન સૂત્ર હતું અન્યના આનંદમાં પોતાનો આનંદ, બીજાના સુખમાં પોતાનું સુખ જોતા બતાવીને, પ્રતિપળ પરોપકારી બનીને પોતાના જીવનને જ સંદેશ સ્વરૂપ બનાવ્યુ.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાએ ભારતમાં જ નહી સમસ્ત વિશ્વમાં અનેક સેવાના કાર્ય કર્યા છે. ધર્મ ભારતમાં જીવંત છે, સંસ્કૃતિ ભારતમાં પ્રભાવગત છે આ ધર્મ અને સંસ્કૃતિના માર્ગ પર ચાલનારા લોકો, સમાજ, રાષ્ટ્ર વિશ્વ માટે માર્ગ પ્રશસ્ત કરી શકે છે. પરમ શ્રદ્ધેય પ્રમુખ સ્વામી મહારાજજીના જન્મ શતાબ્દી વર્ષે આપણે આપણા જીવનને પવિત્ર, પાવન બનાવવાનો સંકલ્પ કરીએ.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પધારેલ વિવિધ પૂજનીય મહામંડલેશ્વરો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયેલ રાષ્ટ્રીય સંત સંમેલન દિવસ નિમિત્તે પ્રસંગોચિત ઉદ્બોધન કરી આશિર્વચન આપ્યા.