ભારતની આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે આપ તમામને હાર્દિક શુભેચ્છા.
તમારી ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. આપ તમામ સદાચારી લોકો, સ્નેહીજનો અને જાણકારોની સલાહ અને પ્રતિક્રિયાના આધારે તેમાં મોટા પરિવર્તન કરવા જઈ રહ્યું છે. 20 ઓગષ્ટ 2021થી ઋતં એપ નવા રૂપમાં તમને એન્ડ્રોઇડ અને iosમાં ઉપલબ્ધ થશે. ઋતંનું નવું રૂપ વપરાશકારોની આવશ્યકતા અને સરળતાને આધાર માનીને વિકસાવવામાં આવ્યું છે. નવા રૂપમાં તે ફક્ત સમાચાર એપ્લિકેશન જ નહિ હોય પરંતુ સંપૂર્ણ જ્ઞાન, વિજ્ઞાન, સૂચના, સમાચાર અને રસપ્રદ જાણકારીઓનું સાધન હશે. તેને દરેક વર્ગ, ઉંમર, મહિલા અને પુરુષના દ્રષ્ટિકોણના આધારે વિકસાવવામાં આવ્યું છે. હાલમાં તે 11 ભાષામાં ઉપલબ્ધ છે. દેશના 400 પોર્ટલ, 380 યુટ્યુબ ચેનલ અને 1200 લેખકની સામગ્રીનું પ્રસારણ ઋતંના માધ્યમથી થશે.
આ એપ્લિકેશનનું તમે તમારી સુવિધા, રુચિ અને જરૂરિયાત મુજબ સંયોજન કરી શકો છો. તેમાં તમને નવી વૈશ્વિક વ્યવસ્થામાં શક્તિશાળી બનતાં ભારતની વાર્તા, ગરીબીમાંથી બહાર આવીને સમૃદ્ધ થતાં આપણા દેશની જાણકારી સાથે, આપણાં ઇતિહાસની સાચી ચર્ચા, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, મનોરંજન, રસોઈ, સાહિત્ય, વેપાર અને સંસ્કાર દરેક પ્રકારની સાચી જાણકારી ઉપલબ્ધ થશે.
હવે ઋતં એપ તમારા મોબાઈલમાં હશે તો દુનિયા તમારી મુઠ્ઠીમાં હશે.
તમારા સ્નેહ અને સહયોગની અપેક્ષા સાથે.
ઋતં ટીમ