કોરોનાની મહામારી બાદ લોકશાહીના ચોથા સ્થંભ મીડિયામાં આવનારા પરિવર્તનો અને પડકારો પર આંતરરાષ્ટ્રીય વેબીનાર યોજાયો.

૯ મે :

અમદાવાદમાં સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ દ્વારા કોરોનાની મહામારી બાદ દેશ અને દુનિયાભરના મીડિયામાં ભવિષ્યમાં કેવા પ્રકારના પરિવર્તનો આવશે અને કેવા નવા પડકારો ઉત્પન્ન થશે તેના પર ચર્ચા કરવા માટે આંતરરાષ્ટ્રીય વેબીનાર નું  આયોજન કરવામાં આવ્યું.  આ ચર્ચામાં માટે  ડો. એ સૂર્યપ્રકાશ ( ભૂતપૂર્વ  ચેરમેન પ્રસાર-ભારતી )  ડો. રમેશ રાવ ( પ્રોફેસર, કોલમ્બિયા સ્ટેટ યુનિવર્સિટી યુએસએ ) શ્રી ઉમેશ ઉપાધ્યાય (પ્રેસિડન્ટ એન્ડ મીડિયા ડિરેક્ટર,રિલાયન્સ) એ ભાગ લીધો હતો. આ ચર્ચાનું સૂત્ર સંચાલન એનઆઈએમસીજેના  નિયામક ડો. શિરીષ કાશીકરે કર્યું હતું.

કોરોનાની મહામારી બાદ દેશ અને દુનિયાભરના મીડિયામાં કેવા પ્રકારના ફેરફાર થઈ શકે છે તેના પર ચર્ચા કરવામાં આવી. જેમાં પ્રિન્ટ મીડિયા  અને ટેલિવિઝન મીડિયાનું સ્થાન કેવી રીતે ઓનલાઇન ન્યુઝ એપ/પોર્ટલ લઈ રહ્યા છે તેના પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આજના ડીજીટલ અને સોશ્યિલ મીડિયાના યુગમાં ખુબ જ ઝડપથી ખોટા સમાચારો ફેલાય છે અને તેના લીધે કેવી અંધાધુંધી ફેલાય છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.ભવિષ્યમાં ખોટા સમાચારોથી બચવા માટે નાગરીકોએ સંદેશો બીજાને મોકલતા પહેલા સમાચાર વેરીફાય કરવા જોઈએ. આ ઉપરાંત સરકારના ઓફીશયલ એકાઉન્ટ પર મેસેજ ચેક કરવા જોઈએ તેવું તારણ નિષ્ણાતોએ આપ્યું હતું.

 વિશ્વસનીયતા ટકાવી રાખવા માટે મીડિયાના લોકોએ અભિપ્રાય અને મંતવ્યોની જગ્યાએ લોકહિતના સમાચારો  પર વધુ દયાન આપવું જોઇએ તેમ ચર્ચામાં ભાગ લેનાર ઉપરોક્ત વિદ્વાનોએ એ જણાવ્યું હતું.                                                                                                   વધુ માહિતી માટે સંપર્ક કરો

 ડો. શશીકાન્ત ભગત (પ્રોફેસર NIMCJ) 

મોબાઈલ  9726098398

Periodicals