8મી મિડિયા કન્વર્ઝન્સ મીટમાં ડીજીટલ ડિવાઈસ વચ્ચે સેતુ માટે એનઆઈએમસીજેનો પ્રયાસ
ડીજીટલ વેવને પાર કરવા નિષ્ણાંતોએ વ્યૂહરચના દર્શાવી
અમદાવાદ, તા.24 જુલાઈ, 2017: ગુજરાતના માન. મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના વિદ્યાર્થીઓને રવિવારે પ્રેરક પ્રવચન આપ્યું હતું. ઈન્સ્ટીટ્યુટ ખાતે 8મી મિડિયા કન્વર્ઝન્સ મીટ અને કોન્વોકેશનને સંબોધન કરતાં શ્રી રૂપાણીએ જણાવ્યું કે “જવાબદાર મિડિયા પ્રોફેશનલ બનો. હકિકતની ચકાસણી કર્યા વગર સમાચાર આપવાની દોડનો હિસ્સો બનશો નહીં અને ગંભીર અસરો ઉભી થાય તેવા અર્ધ સત્ય ધરાવતા સમાચારો આપશો નહીં.” નિષ્ણાંતોએ મનોરંજન ક્ષેત્રે બદલાતા પ્રવાહો, વિષય-વસ્તુમાં આભ જમીનનો ફર્ક અને ડીજીટલ મિડિયાની શક્તિ અંગે દિવસ દરમ્યાન વાર્તાલાપ આપ્યો હતો. ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઈ મહેતા આ સમારંભના માનવંતા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના દિવસે ઈન્સ્ટીટ્યુટની 10 વર્ષની ઉત્કૃષ્ઠ કામગીરીની નોંધ લેવાઈ હતી અને નવા યુગના કોમ્યુનિકેશન સાથે અસરકારક રીતે કામ પાર પાડવા વિવિધ વ્યૂહરચનાઓ દર્શાવવામાં આવી હતી. આ સમારંભમાં ડીજીટલ ડિવાઈસને જોડવાનો અને નવી ખૂલી રહેલી તકો દર્શાવવામાં આવી હતી.
એનઆઈએમસીજેના ડીરેક્ટર ડો. શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે “એનઆઈએમસીજે વધુ એક મિડિયા ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ તરીકે કામ કરતું નથી. તે રાષ્ટ્ર હિતને મોખરે રાખીને પત્રકારિત્વના મૂલ્યોના સર્જન અને જાળવણીમાં માને છે.” દિવસ દરમ્યાન કોમ્યુનિકેશન ઉદ્યોગના અગ્રણીઓ અને માર્કેટીંગ સ્પેસ્યાલિસ્ટ દ્વારા પેનલ ચર્ચા યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે દરેસ વ્યક્તિએ સમય સાથે સુસંગત રહેવા માટે ડીજીટલ ઈન્ફોર્મેશનથી માહિતગાર રહેવું જોઈએ.
સોશ્યલ મિડિયા સેલિબ્રિટી અને પોતાનો વી-લોગ ધરાવતી શેફાલી વૈદ્યે અંગ્રેજી અને મરાઠીમાં ડીજીટલ પ્રવાહો અંગે વાત કરી હતી. ડીજીટલ મિડિયા દ્વારા અપાતા દરેક સમાચાર અને મંતવ્યો માત્ર ફોલોઅર્સ પ્રાપ્ત કરવા માટે નથી, પણ પોતાના ફેન બેઝને જીવંત અને કનેક્ટેડ રાખવા માટે પણ છે. ડીજીટલ મિડિયા બ્રાન્ડ મેનેજર અમન જોષી અને પત્રકાર જપન પાઠકે એપ્સ, વિડિયોઝ અને ક્રાઈસીસ મેનેજમેન્ટને મહત્વના અસરકારક પરિબળ ગણાવ્યા હતા. પ્રસિધ્ધ ફિલ્મ એકેડેમીશિયન હરિહરન કૃષ્ણનન આ પ્રસંગે હાજર રહ્યા હતા અને તેમણે શમિયાણા ફિલ્મના સ્થાપક સાયરસ દસ્તૂર સાથે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.
એનઆઈએમસીજે અતિ આધુનિક અભ્યાસ, સંશોધન અને ઈનોવેશન દ્વારા મુખ્યત્વે પત્રકારત્વ, કોમ્યુનિકેશન અને નોલેજ મેનેજમેન્ટના સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કરે છે. ગુજરાતમાં રેડિયો જર્નાલિઝમ અને ડીજીટલ મિડિયા એકેડેમિક્સ રજૂ કરવામાં તેની મહત્વની ભૂમિકા છે.