૧૪-૧૫ ડિસેમ્બરે અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ સંમેલનનું આયોજન
જૈનાચાર્ય યુગભૂષણસૂરિજી મહારાજના માર્ગદર્શનમાં વિદ્વાનોના ચર્ચાસત્રો યોજાશે
અમદાવાદ, ૫ ડિસેમ્બર , પ્રતિષ્ઠિત “વસુધૈવ કુટુંબક્મ કી ઓર” સંમેલનની ત્રીજી શ્રેણી આગામી ૧૪-૧૫ ડિસેમ્બર, ૨૯૨૪ના રોજ અમદાવાદના ગીતાર્થ ગંગા ઉપાશ્રય ખાતે યોજાશે. આ કાર્યક્રમ ૭૯મા આધ્યાત્મિક વડા પરમ પવિત્ર જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના નેતૃત્વ હેઠળ આયોજીત કરવામાં આવી રહ્યો છે. આ સંમેલનમાં કાનૂની અને આંતરરાષ્ટ્રીય ભૂ ભૌગોલિક – રાજકીય વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવશે.
૨૦૦૯માં સ્થાપિત બિન સરકારી સંસ્થા ‘જ્યોત’ દ્વારા આયોજિત આ વર્ષના સંમેલનમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન(VIF) , ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગીતાર્થ ગંગા , મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી,મુંબઈ, વાડિયા ગાંધી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ,અમદાવાદ તેના પાર્ટનર રહેશે,
આ વિદ્વત સંમેલનમાં મુખ્યત્વે બે વિષયો રહેશે :
૧. કાનૂની પરિપ્રેક્ષ્ય (૧૪ ડિસેમ્બર): સાર્વભૌમત્વ , મૂળભૂત બંધારણ અને બિનસાંપ્રદાયિકતા.
૨. ભૂ ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્ય: વૈશ્વિક મત અને ધ્રુવીકરણ તથા ભારતની વિશ્વ બંધુ તરીકેની ભૂમિકા.
વસુધૈવ કુટુમ્બકમ સંમેલનની અગાઉની બે આવૃત્તિઓમાં ‘આર્યનીતિ અને વૈશ્વિક વ્યવસ્થા’ ના સંદર્ભમાં વિચારોનું ખેડાણ થયું હતું. ૨૦૨૨ની આવૃત્તિનો કેન્દ્રવર્તી વિચાર વૈશ્વિક વ્યવસ્થાના ઐતિહાસિક સંદર્ભ પર રહ્યો હતો. ૨૦૨૩ની આવૃત્તિમાં વેસ્ટર્ન વર્લ્ડ અને ગ્લોબલ સાઉથ કે જે ઉભરતી વૈશ્વિક વ્યવસ્થાથી આગળ છે તેના ભવિષ્ય પર વાર્તાલાપ થયો હતો. બંને સંમેલનમાં થયેલા રાજકીય, આર્થિક અને આધ્યાત્મિક નેતાઓ વચ્ચેના સંવાદને પ્રશંસા મળી હતી તદુપરાંત બીજી આવૃત્તિમાં વસુધૈવ કુટુમ્બકમ પર આધારિત વિકાસશીલ વિશ્વ વ્યવસ્થાને મુક્ત અને ન્યાયી બનાવવાની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી.
આ ત્રીજી આવૃત્તિ પ્રાચીન શાસ્ત્રો અને સમકાલીન વિચારોને આવરી લેશે તથા વૈશ્વિક શાસન વ્યવસ્થાના પડકારોનું વિશ્લેષણ કરશે. આ ચર્ચાસત્રોમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ શ્રી એમ. આર. શાહ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલો શ્રી આર્યમા સુન્દરમ્, શ્રી ગોપાલ શંકર નારાયણ અને શ્રી દેવદત્ત કામત , ભારતની સર્વોચ્ચ અદાલતના સોલિસિટર જનરલ શ્રી વિક્રમજીત બેનર્જી, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ શ્રી દેવાંગ નાણાવટી, ઇન્ડિયા ફાઉન્ડેશનના નિર્દેશક શ્રી અશોક બંસલ, ભૂતપૂર્વ રાજદૂત અને ઇન્ડિયન ફોરેન અફેર્સ જર્નલના સંચાલક શ્રી અચલ મલ્હોત્રા, બેરિસ્ટર અને કન્સલ્ટન્ટ, વિધર્સ LLP- લંડન શ્રી ડૉ.અનિરુદ્ધ રાજપૂત વગેરે પ્રતિષ્ઠિત કાનૂની-જીઓ પોલિટિકસ ક્ષેત્રના દિગ્ગ્જ્જોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંને દિવસે સવારે આંતરિક ચર્ચાસત્ર અને બપોરે જાહેર સંવાદ સત્રો યોજાશે.
આ સંમેલન ભારતના આધ્યાત્મિક અને બંધારણીય ઇતિહાસમાં નોંધપાત્ર સીમાચિન્હ સમાન છે, જેમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણનું ૨૫૫૦મુ વર્ષ, ભારતીય બંધારણની ૭૫મી વર્ષગાંઠ, મૂળભૂત માળખાના સિદ્ધાંતની ૫૧મી વર્ષગાંઠ અને એસ.આર બોમ્માઇ ચુકાદાની 30મી વર્ષગાંઠનો સમાવેશ છે. બોમ્માઈ જજમેન્ટ ભારતની બંધારણીય ઓળખના અભિન્ન અંગ તરીકે બિનસાંપ્રદાયિકતા પર ભાર મૂકે છે.
આધ્યાત્મિક માર્ગદર્શક અને દૃષ્ટિ
આ સંમેલન ૭૯મા આધ્યાત્મિક નેતા પરમ પવિત્ર જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શનથી પ્રેરિત છે જે સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ સાથે આધ્યાત્મિક જ્ઞાનને જોડવામાં તજજ્ઞ છે. આ સંમેલનનું વર્તુળ મુખ્યત્વે તેમના આધ્યાત્મિક અને બિનસાંપ્રદાયિક શાસન વિશેના જ્ઞાન પર રહેશે.
૧૦૮ જેટલી બાબતો પર ૧૫,૦૦૦ વિષયવસ્તુનો જ્ઞાનકોશ તૈયાર કરતી આધ્યાત્મિક સંશોધન સંસ્થા, ગીતાર્થ ગંગા ખાતે થતા અતુલનીય સંશોધન દ્વારા પણ આ સંમેલનમાં સહભાગીઓને જ્ઞાન પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રતિબિંબિત કરતી સુમેળભરી વૈશ્વિક નીતિને તૈયાર કરવાનો છે. આ સંમેલન કાયદા, આધ્યાત્મિકતા અને વૈશ્વિક રાજકીય પરિપ્રેક્ષ્યના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પ્રદાન કરશે.સંમેલનની વિશેષ વિગતો www.vk.jyot.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.