જ્ઞાનમંદિરના કેન્દ્રીય કાર્યાલયનું લોકાર્પણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ, અમદાવાદ દ્વારા સમાજનો કોઈ પણ બાંધવ નિરક્ષર ન રહે તે હેતુ થી જ્ઞાનમંદિર પ્રકલ્પના કેન્દ્રીય કાર્યાલયનું લોકાર્પણ ડો. જયંતીભાઈ ભાડેસિયા ( મા. પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક RSS) દ્વારા કરવામાં આવ્યું.


આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી મિલનભાઈ દલાલ (C.A. તથા જાણીતા ઉદ્યોગપતિ બ્લયુટેક્ષ પ્રા.લી.) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શ્રી હરેશભાઈ ઠક્કર (પશ્ચિમ કર્ણાવતી મા.સંઘચાલક) દ્વારા આ ટ્રસ્ટની માહિતી આપવામાં આવી, આ ટ્રસ્ટ દ્વારા સ્વાસ્થ્ય અને સ્વાવલંબન ના પ્રકલ્પ ચાલે છે, તેમાં જ્ઞાન મંદિર એક નવું સોપાન ઉમેરવામાં આવ્યું,

આ જ્ઞાનમંદિર માં શિક્ષણ સંસ્કાર અને સમુત્કર્ષ એમ ત્રણ પ્રકલ્પો છે. શરૂઆતમા કર્ણાવતી ચાંદલોડીયા ભાગમાં 16 ફેબ્રુઆરીથી આ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે જેમા સેવા વસ્તીનો સર્વે કરી 939 બાળકોની નોંધણી કરવામાં આવી સાથે-સાથે શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે, કેન્દ્રીય સમિતિની રચના મુજબ ભાગની પણ સમિતિ ની રચના બની છે, સંપૂર્ણ સમાજ આ કાર્યમાં સહભાગી થાય તેવી અપેક્ષા તેઓએ વ્યક્ત કરી હતી.

Periodicals