ડૉ અમૃતભાઇ કડીવાલા સેવા પ્રકલ્પનો અમદાવાદમાં થયો ભવ્ય પ્રારંભ

ડૉ અમૃતભાઇ કડીવાલા સેવા પ્રકલ્પનો અમદાવાદમાં થયો ભવ્ય પ્રારંભસેવા ભારતી – ગુજરાત છેલા ઘણા વર્ષોથી સમગ્ર રાજ્યમાં અનેક સમાજ ઉપયોગી સેવા પ્રકલ્પો દ્વારા સમાજના શ્રેષ્ઠી અને જરૂરિયાત-મંદ લોકો વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરી રહી છે. આ પરંપરાને આગળ વધારતા યુવાનો સ્વારોજગારી થકી સ્વાલંબી બને તે માટે ‘ડૉ. અમૃતભાઈ કડીવાળા સેવા પ્રકલ્પ’ નો લોકાર્પણ કાર્યક્રમ દિ. 5.2.2023 ના રોજ યોજાયો.

યુવાનોમાં આત્મનિર્ભરતા, સ્વાલંબીતા, સમાજ સેવા, ચારિત્ર્ય ઘડતર જેવી બાબતો નિર્માણ થાયે એ આ સેવા પ્રકલ્પનો ઉદ્દેશ્ય છે.આ પ્રકલ્પ સાથે જાણીતા સમાજસેવી અને સેવાભારતી-ગુજરાતના પૂર્વ અધ્યક્ષ, રા. સ્વ. સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડૉ અમૃતભાઇ કડીવાલાના શુભનામ જોડવામાં આવ્યો છે. વર્તમાન સમયની જરુરિયાતોને દયાનમાં લઈ કોમ્પ્યુટરની વિવિધ તાલીમો આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને રોજગારી મળી શકે તેમાટે માટેના વિવિધ કૌશલ્યો જેમકે પ્લંબરીંગ, એ.સી./ફ્રીજ રીપેરીંગ અને બહેનો માટે મ્હેંદી, બ્યુટી પાર્લર જેવાં અનેક અભ્યાસક્રમો સમયાંતરે ચલવવામાં આવશે. તદુપરાંત વિદ્યાર્થી બંધુ-ભગીનીઓ પોતાનો અભ્યાસક્રમ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વાંચન કરી શકે માટે વાંચનાલયની ઉપલબ્ધ કરવામાં આવી છે.

કાર્યક્રમ ના મુખ્યવક્તા શ્રી પરાગજી અભ્યંકર (અખિલ ભારતીય સેવા પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) જણાવ્યું હતું કે “‘સેવા’ શબ્દ હિંદુ સમાજ માટે નવો નથી, સેવાનો ભાવ આપણા લોહી અને સંસ્કૃતિમાં સમાયેલો છે. ર્ડા હેડગેવાર સેવા સમિતિ ના એક લાખ થી વધુ સેવા કર્યો ભારતવર્ષ માં ચાલી રહ્યા છે. સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગો રોજગારથી વંચિત ન રહે તે માટે ખંતપૂર્વક કામ કરવાની જરૂર છે. સેવા કાર્યો ફક્ત શહેરી વિસ્તાર માં જ નહીં પરંતુ દૂર ના ગામો સુધી લઈ જવા પડશે તોજ રાષ્ટ્રને પરમ વૈભવ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સુધી પહોંચવાનું સ્વપ્ન સાકાર થઈ શકશે.યુવાનો ને આહવાન કરતા તેમણે કહ્યું હતું કે આ પેઢી ને સ્વાભિમાન સાથે જીવન જીવવાની અસંખ્ય તકો ઉપલબ્ધ છે. પોતાને ફક્ત નોકરી સુધી સીમિત ન કરતાં, કૌશલ્ય વિકાસ (Skill Development) દ્વારા પોતાના સાહસ સ્થાપવાનો પ્રયાસ કરવો જોઈએ.

કાર્યક્રમના અતિથિ વિશેષ જાણીતા ઉદ્યોગકાર અને સમાજના અગ્રણી શ્રી મહેશસિંહ કુશવાહે RSS ના વિવિધ સેવાકાર્યો ની પ્રશંસા કરતા આવા પ્રકલ્પો માટે પોતાના સંપૂર્ણ સમર્થનની જાહેરાત કરી. આ પ્રસંગે તેવોએ રૂ. 2.51 લાખની ‘સેવા ભારતી – ગુજરાત’ ને સહાય આપવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે રા. સ્વ. સંઘના ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતીભાઈ ભાડેસિયાએ સંઘ દ્વારા ચાલતા સેવાકાર્યોની માહિતી આપી હતી. પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ ( રા. સ્વ. સંઘ ગુજરાત) મહાનગર સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ સહિત મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Periodicals