દેશ હમે દેતા હૈ સબકુછ, હમભી તો કુછ દેના સીખે – શ્રી પરાગજી અભ્યંકર

૫ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવાર (શ્રી રવિદાસ જન્મજયંતિ)

ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ-અમદાવાદ દ્વારા સંચાલિત જ્ઞાનમંદિરના વાર્ષિક ઉત્સવનું આયોજન કશ્યપ હૉલ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસ.જી.હાઇવે છારોડી અમદાવાદ ખાતે 5-02-2023, રવિવારના રોજ કરવામાં આવ્યું. આ પ્રસંગે  ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ  મંત્રી શ્રી અશોકભાઈ રાવલે સંસ્થા નો પરિચય આપતા કહ્યું કે1989 માં ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિની સ્થાપના થઇ જેના અલગ અલગ પ્રકલ્પો અત્યારે ચાલી રહ્યા છે કર્ણાવતીની અંદર પાંચ પ્રકલ્પો અત્યારે કાર્યરત છે. શોષિત, પીડિત વંચિત સમાજ માટે કાર્ય કરવું એ આ સંસ્થાનો ઉદેશ્ય છે. આ અવસરે ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિની વેબસાઈટનું ઉદ્ઘાટન શ્રી પરાગજી અભ્યંકર (અખિલ ભારતીય સેવા પ્રમુખ રા. સ્વ. સંઘ) દ્વારા કરવામાં આવ્યું.

જ્ઞાન મંદિર પ્રકલ્પ ના અધ્યક્ષ શ્રી હરેશભાઈ ઠક્કર દ્વાર જ્ઞાન મંદિરનો પરિચય આપવામાં આવ્યો તેમને કહ્યું કે છેલ્લા 1 વર્ષ થી કાર્યરત છે. જ્ઞાનમંદિરનો વિસ્તૃત પરિચાર પ્રત્યક્ષ જ્ઞાનમંદિર જોયા પછી જ થાય. જ્યાં જ્ઞાન છે ત્યાં સંસ્કાર છે અને સંસ્કાર મનુષ્ય નિર્માણનું આધાર સ્તંભ હોય છે. જેવો સમાજ હોય તેવા પ્રમાણે બાળકનું ઘડતર થતું હોય છે. જ્ઞાનમંદિર એટલે જ્ઞાનનો ઉપાસક. જ્ઞાનમંદિરના વિકાસમાં આપ સહુંના સહકારની અપેક્ષા રાખું છું.

પ. પૂ. શ્યામચરણ દાસાએ (હરેકૃષ્ણ મંદિર ભાડજ) આશીર્વચન આપતા કહ્યું કે જ્ઞાન મંદિરના ઉત્સવ બધા મહાનુભાવ એની સાથે સકડાયેલા શિક્ષકો અને ડાઇરેક્ટ અને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમ અને સહુનો ઉત્સાહ જોઈ તે જોઈ મને આનદ થયો. વેદિક સમયની જે શિક્ષણ પદ્ધત્તિ હતી તે પ્રયાસ આજે જ્ઞાન મંદિર કરી રહ્યું છે. હું આ કાર્યક્રમમાં આવવા માટે એટલા માટે વધારે ઉત્સાહિત હતો કેમકે મને જણાવવામાં આવ્યું હતું કે અહીંયા માત્ર શિક્ષણ નહિ પણ સંસ્કાર પણ આપવામાં આવે છે. આજે સમાજમાં જે ખૂટે છે તે છે સંસ્કાર. તેમને કહ્યું કે શિક્ષણ સાથે સાથે બાળકોને ધાર્મિક ગતિવિધિની સાથે પણ જોડવા જોઈએ. આપણી ધાર્મિક વિભૂતિઓ સાથે બાળકનો પરિચય કરવો જોઈએ. એનાથી ખરેખર જે સમાજનું કલ્યાણ આપણે ઈચ્છી રહ્યા છીઍ તે થશે. વેદિકકાળ માં આપણા જીવનનું કેન્દ્ર ભગવાન હતા. આપણા જીવનમાં જયારે કોઈ સમસ્યા આવે છે તો એને વેઠવાનો બલ પણ ભગવાન આપે છે. જ્ઞાનમંદિરના કાર્ય ને અભિનદન કરું છું. 

ડૉ. એમીબેન ઉપાધ્યાયએ  (વાઇસ ચાંસલર – B.A.O.U) મા ભરતીના ચરણો  માં સત સત નમન. જ્ઞાન જ્યાં પીરસવા માં આવે તે જ્ઞાન મંદિર છે. આજે અમને અમારું કશ્યપ ઑડિટોરિયમ આટલા બધા બાળકો જોઈનએ બાલ દેવતાથી ભરેલું લાગે છે. શાળાનું કામ શિક્ષણ નહીં કેળવણી છે. કેળવે તે કેળવણી. વ્યક્તિત્વ જયારે સમગ્ર લક્ષી હોય ત્યારે કેળવાએ છે. તેમને વિદ્યાર્થીઓ ને સંબોધિત કરતા કહ્યું કે રોજ સવારે અને રાત્રે એ વિચારવાનું કે મારે રાષ્ટ્રને પાછું શું આપવાનું છે. એ યાદ રાખવાનું કારણ કે આપણે ફક્ત લેવા માટે નથી. 

કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડો પિનાકીનભાઈ પટેલે ઉદબોધન કરતા કહ્યું કે આ બાળક રૂપી ચકલીઓ ને સોનાની બનાવવાનું કામ કરી રહ્યું છે જ્ઞાનમંદિર. જે બાળકોના સંસ્કારોનું ઘડતર રાષ્ટ્રહિત માટે કરી રહ્યા છે. મને બોલવા બાદલ જ્ઞાનમંદિર પરિવાર અને ડો. હેડગેવાર સેવા સમિતિનો આભાર માનું છું.

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી પરાગજી અભ્યંકરએ (અખિલ ભારતીય સેવા પ્રમુખ, રા. સ્વ. સંઘ) પોતાના ઉદબોધનમાં કહ્યું કે આજ નો દિવસ સૌભાગ્યનો દિવસ છે આજ જિન્હોંને હમે જ્ઞાન દિયા ઐસે સંત શિરોમણી સંતશ્રી રવિદાસજી મહારાજની જન્મજયંતિ છે. આટલી મોટી સંખ્યામાં અને આટલી શાંતીથી જ્યારે બાળકો બેઠા હોય તો માની લેવાનું કે તે જ્ઞાનમંદિરના શિક્ષિત, સુશિક્ષીત, સંસ્કારી બાળકો છે. આના માટે જ્ઞાન મંદિર અને સર્વે બાળકો અભિનંદનના પાત્ર છે. જે કાર્યક્રમ થવાના છે તેમાં બાળકો એ ઘણી તૈયારી કરેલ છે. અને જયારે બાળકોએ મન થી તૈયારી કરી હોય તો તે કાર્યક્રમ સફળ જ થવાનો છે. 

દેશનું નિર્માણ કરવાવાળા બાળકો જ છે. વિકટ પરિસ્થિતિમાં ઉભા રહેવાનું મન બાલ્ય અવસ્થામાં જ તૈયાર થાય છે. મનને તૈયાર કરવાનું જ્ઞાનમંદિરની શિક્ષાથી થઇ રહ્યું છે તે તમારા વર્તનમાં દેખાય છે. બાળકો દેશનું સમ્માન વધારે છે. દેશ આપણને બધું જ આપે છે ત્યારે આપણે પણ પરત આપતા શીખવું જોઈએ. તમે બધાય આગળ વધો અને દેશનું નામ રૌશન કરો એવી શુભેચ્છઓ સાથે મારી વાણી વિરમું છું.

કાર્યક્રમના અંતિમચરણમાં જ્ઞાનમંદિરના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા. 

કાર્યક્રમમાં મંચપર શ્રી જ્યંતીભાઈ ભાડેસીયા ( મા. સંઘચાલક,પશ્ચિમ ક્એત્ર), શ્રી શૈલેષભાઈ પટેલ (પ્રાંત કાર્યવાહ, ગુજરાત) શ્રી  મહેશભાઈ પરીખ (મા. સંઘચાલાક, કર્ણાવતી પશ્ચિમ વિભાગ) ઉપસ્તિથ રહ્યા. કાર્યક્રમનું સંચાલન શ્રી જીગરભાઈ સોનીએ કર્યું. 

Periodicals