નારાયણી સંગમ”મહિલા સંમેલન” નડિયાદ, આણંદ, ખેડા જીલ્લા

શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજમાં મહિલાઓની સહભાગિતા વધે, સ્ત્રી શક્તિ સંગઠિત થાય, માતૃશક્તિ જાગૃત થાય, મહિલા વિષયક વિચાર, ચિંતન અને વિમર્શ કરી શકાય, આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી નડિયાદ, આણંદ, ખેડા જીલ્લાનો એક વિશાલ *નારાયણી સંગમ”*મહિલા સંમેલનનું “માતૃત્વ, કર્તૃત્વ, નેતૃત્વ” શીર્ષક હેઠળ 8મી ઓક્ટોબર રવિવારના રોજ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું.

વિવિધ સંગઠનોમાં અધિવકતા પરિષદ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વી. એચ. પી. વિદ્યાર્થી પરિષદ આ સર્વે તથા અનેકાનેક સામાજિક સંસ્થાઓ જાગૃતતા સાથે આગળ આવી જોડાઈ.

સંપૂર્ણ કાર્યક્રમ ને ત્રણ વિભાગ માં વિભાજીત કરવામાં આવ્યો.

પ્રથમ “ઉદઘાટન સત્ર” બીજું “ચર્ચા સત્ર” અને ત્રીજું “સમાપન સત્ર”. ઉદઘાટન સત્રમાં દીપ પ્રાગટ્ય સાથે શ્લોકનું પઠન કરાયું સાથે શંખનાદ કરાયો.  બાદ દીકરીઓ એ મહિષાસુર મર્દીની સ્ત્રોત્ર સાથે નૃત્ય સુંદર અને કલાત્મક રજૂ કર્યું. દરેક ઉપસ્થિત મહેમાનો નો પરિચય અપાયો અને તેઓ નું સ્વાગત મનમોહક શણગારેલા તુલસીજી ના છોડ તથા પુસ્તકો સાથે કરવામાં આવ્યું.

કાર્યક્રમ આગળ ધપાવતા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ શ્રીમતી પારૂલબેન દ્વારા વર્ણવવામાં આવ્યો અને દરેક નારાયણીનું સ્વાગત સંમેલનના અધ્યક્ષ શ્રીમતી આશાબેન દલાલ દ્વારા શબ્દોના શક્તિના સ્ત્રોત સાથે કર્યું. ત્યારબાદ ચર્ચા સત્ર શરૂ કરવાનો અનુરોધ કર્યો અને બે વિભાગ કરવામાં આવ્યા. ચર્ચાનો મુખ્ય વિષય હતો, મહિલાઓને સમાજમાં સામનો કરવા પડતા પ્રશ્નો અને તેના સાંયોગિક ઉપાયો. નારી જ નારીના પ્રશ્નોનુ નિરાકરણ કરી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આ ચર્ચા સત્ર. સાથે ચર્ચા પ્રવર્તક નું ઉદબોધન નોંધનીય રહ્યું અને બે દીકરીઓ એ દંડ સાથે સુંદર કાર્યક્રમ રજૂ કર્યો.

અંતિમ ચરણ સમાપન સત્રમાં આગળ વધતા સ્વાગત પરિચય અપાયો અને અધ્યક્ષશ્રી એ ઉદ્બોધન કર્યું. જાનકી જોશી એ ઋણ નિર્દેશન કર્યું. સૌથી સુંદર સમાપન અંતિમ ચરણ માં ” વંદેમાતરમ્” ગીત માનપૂર્વક સૌ એ ગાયું અને ભારતમાતાના જયકાર સાથે સૌને ભોજન માટે આમંત્રિત કરાયા. સાથે સેલ્ફી પોઇન્ટ અને પ્રદર્શની નો લાભ લેવા અનુરોધ કરાયો.

Saptrang ShortFest - All Info