નિધિ સમર્પણ અભિયાનનો કર્ણાવતીમાં ભવ્ય પ્રારંભ, 20કરોડ થી વધુની સરવાણી

 શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ અભિયાન હેતુ કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં આજથી દાનનો શુભારંભ થયો.

⚫ આ શુભ પ્રસંગે વિ.હિ.પ. કેન્દ્રીય માર્ગદર્શક દિનેશજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સમિતિ અધ્યક્ષ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતાં.

⚫હિન્દુ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા 20 કરોડથી વધારે નિધિ પૂજ્ય સંતોના ચરણોમાં અર્પણ કરી

⚫લવ જેહાદ એક ગંભીર ષડયંત્ર છે તેનો ટૂંક સમયમાં કાયદો લાવીશું- નીતિનભાઇ પટેલ

આજે કર્ણાવતી પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતી દ્વારા એક ભવ્ય કાર્યક્રમ સાથે નિધિ સમર્પણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક શ્રી દિનેશજી અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ સહિત સમિતિના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા રૂપિયા 11 કરોડ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ સહિત કુલ હિન્દૂ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા 20 કરોડથી વધારેની નિધિ પૂજ્ય સંતોના ચરણોમાં અર્પણ કરીને અભિયાનનું શુભ શરૂઆત કરાવી. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ એ પણ શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ માટેના પોતપોતાની શક્તિ પ્રમાણે નિધિ સમર્પણ કરી નિધિ આર્થિક સહયોગ કર્યો છે. 

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈએ રામ મંદિર દેશ અને રાષ્ટ્ર સાથે કેવી રીતે જોડાયેલા છે તેની વાત કરીને સમાજને આવાં કર્યો હતો કે લોકોએ વધારેમાં વધારે આર્થિક સહયોગ કરે તો બીજી બાજુએ લવજેહાદ ને હિન્દુ સમાજમાં એક ગંભીર ષડયંત્ર બતાવ્યો હતો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ નેતા શ્રી દિનેશ જી એ પાંચસો વર્ષમાં સંઘર્ષની વાત મૂકી ને આજે જે આનંદની ઘડી આવી છે તેનો મહત્વ અને સમાજમાં તેની અસરથી આવનારા દિવસોમાં જે રામરાજ્યની કેવી રીતે કલ્પના હશે તેની વાત કહી હતી.

Saptrang ShortFest - All Info