પત્રકાર પરિષદ, અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક

22.10.2022

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દિનાંક 16 થી 19 ઓક્ટોબર પ્રયાગરાજ ખાતે સંપન્ન થઈ. દર વર્ષે આ પ્રકારે મળતી કાર્યકારી મંડળની બેઠકમાં સમગ્ર ભારતમાં થી પ્રાંત સંઘચાલક, પ્રાંત કાર્યવાહ તેમજ પ્રાંત પ્રચારક સહિત સંઘના અખિલ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે. ગુજરાતમાંથી પ્રાંત સંઘચાલક માનનીય શ્રી ડૉ.ભરતભાઈ પટેલ, પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, પ્રાંતના સહ કાર્યવાહ શ્રી ડોં. સુનિલભાઈ બોરીસા, સહ કાર્યવાહ શ્રી અખિલેશભાઈ પાંડે તેમજ પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલી

આ બેઠકમાં પરંપરા પ્રમાણે દેશભરમાં સમાજમાં વિવિધ પ્રકારે યોગદાન આપનારા મહાનુભાવોનું વર્ષ દરમ્યાન અવસાન થયું હોય તો એમને શ્રદ્ધાંજલી પાઠવીને પછી બેઠકનો પ્રારંભ થતો હોય છે.  એ  ક્રમમાં આ વખતે ગુજરાતના  લકૂલિશ યોગાલય લાઈફ મિશનના પ્રણેતા યોગગુરુ પૂજનીય રાજર્ષિ મુનિને શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી

ગુજરાતમાં સંઘકાર્ય

અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં આ વર્ષે ગુજરાતમાં થયેલા કાર્યનું વૃત આપવામાં આવ્યું જેમાં વર્તમાનમાં કુલ 1337 દૈનિક શાખા ચાલે છે. 916 સાપ્તાહિક શાખા ચાલે છે તેમજ માસિક મિલન 426 ચાલે છે. એમ કુલ 1908 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય ચાલે છે.

અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દરમ્યાન ચિંતન અને મંથન બાદ આપની સમક્ષ  હું કેટલીક વાતો મૂકવા માંગુ છું.

  • જન સંખ્યા અસંતુલન

દેશની જનસંખ્યા વધી રહી છે દુનિયામાં સૌથી વધારે જનસંખ્યા ધરાવતા દેશોમાં ભારતનું બીજું સ્થાન છે. એટલું જ નહીં વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવતા દેશ કરતાં પણ આપણે ત્યાં જન સંખ્યા લગભગ બમણીથી પણ વધારે છે. મતાંતરણને કારણે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. કેટલાક સીમાવર્તી ક્ષેત્રોમાં ઘુષણખોરી પણ થઈ રહી છે. જનસંખ્યા અસંતુલનના કારણે વિશ્વના કેટલાક દેશોમાં વિભાજનની સ્થિતિ આવી છે. ભારતનું વિભાજન પણ જનસંખ્યા અસંતુલનના કારણે થઈ ચૂક્યું છે. એટ્લે સમગ્ર રીતે આનો વિચાર કરીને એક જનસંખ્યા નીતિ બનવી જોઈએ અને એ બધાજ લોકો પર સમાન રીતે લાગુ પડવી જોઈએ.

  • માતૃભાષામાં શિક્ષણ

ભાષા એ આપણી સંસ્કૃતિનો વૈભવ છે. દેશમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાઈ રહી છે જેમાં થી ઘણી ભાષાઓ અને બોલીઓ ક્યાં તો લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્ત થવાના આરે છે. માતૃભાષામાં બાળક જલ્દી શીખે છે એવું જાણકારો કહે છે. એટ્લે આગ્રહપૂર્વક શિક્ષણ માતૃભાષામાં અપાય એનો આગ્રહ સમાજમાં બને એ જરૂરી છે. સ્વયંસેવકો આ દિશામાં કાર્યરત છે.

  • સ્વાવલંબી ભારત અભિયાન

ગુજરાતના 33 જિલ્લાઓમાં કામ શરૂ થયું છે. જેમાંથી હિમતનગરમાં રોજગાર સૃજન કેન્દ્ર શરૂ કરાયું છે. યુવા આંતરપ્રિનિયોર જે કાર્ય કરીને સફળતા મેળવી છે એમની સફળતાની ગાથાનો પ્રચાર કરીને અન્ય યુવાઓને પ્રેરણા મળે એ દિશામાં કાર્ય કર્યું છે. લોકમેળાઓ અને અન્ય જગ્યા જ્યાં વધુ લોકો ભેગા થતા હોય ત્યાં ડેમો માટે સ્ટોલ બનાવીને પ્રચારનું કાર્ય પણ શરૂ થયું છે. હમણાં જ  17-18-19 ઑક્ટો 2022 પિરાણામાં આ પ્રકારે સ્ટોલ ઊભો કર્યો હતો. આગામી વર્ષોમાં  ઉત્પાદન ક્ષેત્ર, આયર્ન અને એલોઇઝ ક્ષેત્ર, ડેટા સિક્યોરિટી, ફૂડ ઈન્ડસ્ટ્રી તેમજ કપડાં ઉદ્યોગ આટલા ક્ષેત્રોમાં રોજગાર વધે એ પ્રકારે કાર્ય કરવાનું આયોજન છે.

  • ભારતને ફરી એકવાર વિશ્વગુરુ બનાવવું હશે તો સમાજને ત્રણ વિષયો પર ખાસ તૈયારી  કરવી પડશે
  • પર્યાવરણ – પ્લાસ્ટિક મુક્ત ભારત, પાણીનો યોગ્ય ઉપયોગ અને વન અને વૃક્ષોનું સંરક્ષણ
  • કુટુંબ વ્યવસ્થા –  સમાજનું સૌથી નાનું અને સશક્ત એકમ એ કુટુંબ હોય છે. એને સંસ્કારક્ષમ અને દ્રઢ કરવું
  • સમરસતા   –  ભારતના બધા જ લોકો એક જ માતા – ભારત માતાના સંતાન છે, જાતિ, પંથ ભાષા, વેશ  તેમજ આર્થિક સ્તર થી ઉપર ઉઠીને બધા સમાન છે એ ભાવ સ્થાપિત કરવો. સ્વયંસેવકોઆ દિશામાં કાર્યરત છે.
  • પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવે સ્વાભિમાન જાગૃતિને કારણે ત્યાંના જનજાતિ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સંઘ સાથે જોડાઈ રહ્યા છે.

                                                                                              ડોં. ભરતભાઈ પટેલ

                                                                                              પ્રાંત સંઘચાલક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

                                                                                        ગુજરાત

Saptrang ShortFest - All Info