પ્રયાગરાજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય ત્રી-દિવસીય બેઠકનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રી-દિવસીય બેઠકનો આજથી ઉત્તરપ્રદેશ સ્થિત ત્રિવેણી નદીઓના સંગમ સ્થાન એવા પ્રયાગરાજ ખાતે પ્રારંભ થયો.બેઠકનો પ્રારંભ સંઘના પ.પુ સરસંઘચાલક મા.મોહનજી ભાગવત અને માન્ય સરકાર્યવાહ મા.દત્તાત્રેયજી દ્રારા ભારતમાતાના ચિત્ર પર પુષ્પાંજલી અર્પણ કરવા સાથે થયો.આ બેઠક દિ.19 સાંજ સુધી ચાલશે .બેઠકમાં સંઘનાં અખિલ ભારતીય કાર્યકારિણી , સંઘ દ્રષ્ટીએ 11 ક્ષેત્રો અને 45 પ્રાંતોના મા.સંઘચાલક , કાર્યવાહ , અને પ્રચારક એમ કુલ મળી અને 377 કાર્યકર્તાઓ માંથી મોટાભાગના કાર્યકર્તા ઉપસ્થિત છે.

બેઠકની કાર્યવાહીનો પ્રારંભમા મા.સરકાર્યવાહજીએ તમામ પ્રતિનિધીઓનું સ્વાગત કર્યા બાદ વિતેલા દિવસોમાં સમાજ અને રાષ્ટ્ર જીવનમાં સક્રિય એવા પ્રમુખ દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલી અર્પણ કરિ એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા જેમાં પ્રમુખરુપથી પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદજી , પંચપીઠાધીશ્ર્વર આચાર્ય ધર્મેન્દ્રજી , પૂર્વ ન્યાયધીશ આર.સી.લાહોટીજી , હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજી ,પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીજી , પુરાતત્વવિદ બી.બી.લાલજી , તથા સમાજવાદી નેતા મુલાયમ સિંહ યાદવજી સામેલ છે.બેઠકમાં સંઘ શતાબ્દીને અનુલક્ષીને કાર્યવિસ્તારને લઇને બનેલી યોજનાઓ ઉપરાંત સમસામયિક વિષયોને લઇને ચર્ચા વિચારણા થશે.આ ઉપરાંત પ.પૂ.સરસંઘચાલકજીના વિજયાદશમી ઉદબોધનમાં સમાહિત પ્રમુખ વિષયો જેમાં જનસંખ્યા અસંતુલન , માતૃભાષામા શિક્ષા , સામાજિક સમરસતા , મહિલા સશક્તિકરણ ઇત્યાદિ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.પર્યાવરણ ,કુટુંબ પ્રબોધન વગેરે ગતિવિધીઓમાં થઇ રહેલા પ્રયાસો વિષયક જાણકારી પણ આમાં સામેલ રહેશે.

Saptrang ShortFest - All Info