ભારતની મૌલિક એકતાની પાયો ભારતના સમાજ, એના નાગરિકો હતા – ડૉ. મીનાક્ષી જૈન

17-02-2023

માધવ સ્મૃતિ ન્યાસ – કર્ણાવતી દ્વારા આયોજિત શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળામાં “ભારતની મૌલિક એકતા”  વિષય પર ઉદબોધન કરતા પદ્મશ્રી ડૉ. મીનાક્ષી જૈનએ ( ખ્યાતિપ્રાપ્ત ઇતિહાસવિદ્દ અને લેખિકા ) જણાવ્યું કે “ભારતની મૌલિક એકતા” વિષયની શરૂઆત અંગ્રેજોના શાસનકાલમાં થઇ. અંગ્રેજો ભારતની વિવિધતામાં એકતા જોઇને આશ્ચર્યચકિત રહી ગયા, ત્યારબાદ એમને એવો પ્રચાર પ્રારંભ કર્યો કે ભારતની આ એકતા પહેલા ન હતી આ અંગ્રેજો આવ્યા પછી થઇ છે. જોકે તે સમય પણ અનેક ભારતીય ઇતિહાસકાર સામે આવ્યા અને તેમેણે અંગ્રેજોને કીધું કે તમે ખોટું કહી રહ્યા છો. તે ઈતિહાસકારોએ આ વિષયમાં ઘણા પુસ્તકો પણ લખ્યા. જેમાં રાધાકુમુદ મુખર્જીની પુસ્તક Fundamental Unity of India પ્રમુખ છે. એ સિવાય પણ અનેક ઈતિહાસકારોએ અંગ્રેજોની આ ધારણાને ખોટી ગણાવી હતી.

દુખદ બાબતએ છે કે સ્વતંત્રતા પછી ઈતિહાસકારોની એક ટોળી સામે આવી જેને આપણે Marxist ઇતિહાસકાર કહીએ છીએ, જેમણે અંગ્રેજોના વિચારોને આગળ વધારવાનું કાર્ય કર્યું. પરંતુ આજે હું આપને બતાવીશ કે ભારતની મૌલિક એકતાની પાયો ભારતના સમાજ, એના નાગરિકો હતા. જેમણો ભારતના નિર્માણ અગત્યનો ફાળો હતો. સિકંદરના આક્રમણ સમય તેમણે અહિના સામાન્ય લોકોને ભારતની રૂપરેખા વિષય માહિતી આપવા આદેશ કર્યો ત્યારે ભારતના નાગરિકોએ સિકંદરને ક્ષેત્રફળ પ્રમાણે માહિતી આપી હતી એવું સિકંદર સાથે આવેલ ઇતિહાસકાર નોંધે છે, તે કહે છે કે સાધારણ ભારતીય નાગરિકોને (એ સમય જયારે વિશેષ યાતાયાતના સાધનો ન હતા) ત્યારે પણ પોતાના દેશ વિષય આટલી બધી માહિતી હતી.

રામાયણ, મહાભારત, પૃથ્વી સૂક્તા, વિષ્ણુ પુરાણ આદિ પ્રાચીન શાસ્ત્રોમાં ભારતની શ્રધાભાવથી પ્રશસ્તિ જોવા મળે છે. મહમૂદ ગજનબીની સાથે મધ્યકાળમાં ઈતિહાસકર અલબરુની આવ્યા હતા, જેમણે ભારત વિષયમાં પ્રમાણિક ઈતિહાસ લખ્યો છે જે આજે પણ અલ-હિન્દના નામ થી ઉપલબ્ધ છે. અલબરુની લખે છે કે ભારતીયોને પોતાના દેશ પર ખુબજ ગર્વ છે. આવી રાષ્ટ્રપ્રેમની ભાવના હજારો વર્ષ પૂર્વ જોવા મળે છે અને Marxist ઇતિહાસકાર કહે છે કે “ભારતની આ એકતા પહેલા ન હતી આ અંગ્રેજો આવ્યા પછી થઇ છે.”

જૈન મુની પ્રાચીન સમયમાં બ્રાહ્મી લિપીને દક્ષિણ ભારત (મદુરાઈ) લઈને ગયા હતા. જેના પુરાવા આજે પણ દક્ષીણ ભારતમાં જોવા મળે છે. આપણા પરે 2500 વર્ષ પૂર્વ પણ એક લિપી, રાજનૈતિક એકતાનો એક વિચાર અને સંસ્કૃતિક એકતાનો એક વિચાર હતો. પ્રાચીન સમયથી જ આપણી સંસ્કૃતિ સર્વસમાવેશક હતી. એટલે જ કહી શકાય કી ભારતની એકતામાં સામાન્યજન ની ભાગીદારી હતી. હિંદુ, જૈન, બોદ્ધમાં મતભેદ હતા આ વાત Markist ઈતિહાસકરોએ ઉપજાવી કાઢી છે. 2400 વર્ષ પહેલા નિર્માણ થયેલ સાંચી સ્તૂપના નિર્માણમાં સમગ્ર ભારતના લોકોનું યોગદાન છે. જે તેમાં નોધેલાં દાનની માહિતીથી થી ધ્યાનમાં આવે છે. વાસ્તવમાં આપણને જે કહેવામાં આવ્યું છે કે ભારતમાં એકતા ન હતી તે ખોટું છે. આપણે આપણા પ્રાચીન ઈતિહાસમાં ઘણું સંશોધન કરવાનું છે કેમકે આપણ ને ઈતિહાસ ખોટી રીતે ભણાવવામાં આવ્યો છે.

Periodicals