ભારત વિકાસ પરિષદ,ગુજરાત ના સ્થાપક ટ્રસ્ટીશ્રી સ્વ.મેજર ડો. પુંડરિકભાઈ રાવલ સ્મૃતિ વ્યાખાન કાર્યક્રમ ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા તા.૯/૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે વિષય “સુખનું સરનામું” થી કરવામાં આવ્યો. વ્યાખાનમાળા ના વક્તા શ્રી .સુરેશભાઈ પટેલ એ કાર્યક્રમમાં હાજર રહેલ ૩૫૦ થી વધુ શ્રોતાઓને સ્વ.મેજર ડો.પુંડરિકભાઈ રાવલ આ વિષય અંતર્ગત આપણી સાથે જ છે તેવી અનુભૂતિ કરાવેલ.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રીઓશ્રી.સુરેન્દ્રભાઈ પટેલ, ડો.દિનેશભાઈ અમીન શ્રી.ચૈતન્યભાઈ ત્રિવેદી, પ્રાંત પ્રમુખશ્રીફાલ્ગુનભાઈ વોરા, મહામંત્રીશ્રી.સુરેશભાઈ પટેલ,તેમજ પ્રાંત ખજાનચીશ્રી મનસુખભાઈ કાછડીયા- મંચ ઉપર બીરાજમાન હતા.આ ઉપરાંત અન્ય ટ્રસ્ટીશ્રીઓ શ્રી,વલ્લભાઈ રામાણી,શ્રી.રાજકુમાર ભગત,ગુજરાત કોર કમિટિના સભ્યશ્રીઓ,પ્રાંત કારોબારીશ્રીઓ,જુદીજુદી શાખાઓના સભ્યશ્રીઓ,અને બીજી અનેક સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.અંતમાં સૌ કોઈ સ્વરુચિ ભોજન લઈ છુટા પડેલ