22-02-2024
દિનાંક ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી 2024ના રોજ અમદાવાદના ટાગોર હોલમાં માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા “શ્રી ગુરુજી વ્યાખ્યાન માળા”નો કાયૅક્રમ યોજાઈ ગયો. ઉપરોક્ત વ્યાખ્યાન માળામાં “રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર ડૉ. કુલદીપચંદ અગ્નિહોત્રીજીનું વકતવ્ય થયું.
ડૉ. કુલદીપચંદજી હરિયાણા સાહિત્ય અને સંસ્કૃતિ અકાદમીના ઉપાધ્યક્ષ છે. ડૉ. કુલદીપચંદજી સ્ટેટ અને નેશન (રાષ્ટ્ર)ની વ્યાખ્યા આપતાં તેની આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા, સીમાઓની સુરક્ષાની પરિસ્થિતિ અને ભારતે કેવી રીતે સુરક્ષા કરવી જોઈએ તેની વાત કરી.
રાષ્ટ્રીયતા એ ભાવનાનો વિષય છે અને તે દેશના જન જનમાં ઉદભવેલી હોય છે. ડૉ. અગ્નિહોત્રીએ અંગ્રેજો એ ઉભી કરેલી સમસ્યાઓ અને તે સમયના નેતૃત્વ દ્વારા ઉભી થયેલી સમસ્યાઓનું પ્રબુદ્ધજનો સમક્ષ ઉજાગર કરી. ડૉ. કુલદીપચંદજી કહ્યું કે હાલમાં આંતરિક સુરક્ષાની જે પરિસ્થિતિ સજૅવામાં આવી છે. તેનાથી દેશ અસુરક્ષિત થઈ રહ્યો છે. પરંતુ આવા લોકો હવે સફળ નહીં થાય. કારણ આજની સરકારનું નેતૃત્વ સબળ છે. નોથૅઈસ્ટ અને નોથૅવેસ્ટમાં કેવી રીતે ધર્માંતરણનું કામ થયું તેની વાત પ્રબુદ્ધજનોને સરળ કરી સમજાવી. અંગ્રેજો એ ઉભા કરેલા મુદ્દા કાશ્મીર સમસ્યા, જાતિવાદ તેમજ પાર્ટીશન ઉપરોક્ત તમામ મુદ્દા પ્રબુદ્ધજનો સમક્ષ મુકવામાં આવ્યા. બન્ને દિવસ પ્રબુદ્ધજનોની જિજ્ઞાસાનું સમાધાન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મંચપર માધવ સ્મૃતિ ન્યાસના ટ્રસ્ટી શ્રી નંદુભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગરના માનનીય સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતમાં આભારવિધિ ડૉ. સુનીલભાઈ બોરીસા ( પ્રાંત સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ) દ્વારા કરવામાં આવી.