રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ) – બાસણા , મહેસાણા

દિનાંક :૨૮ મે, ૨૦૨૨ શનિવારના રોજ મરચન્ટ કોલેજ – બાસણા , મહેસાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચાલી રહેલ સંઘ શિક્ષા વર્ગ (પ્રથમ વર્ષ)નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો.તેમાં અતિથિ વિશેષશ્રી તરીકે પધારેલાં ડૉ. શૈલેષભાઇ સુતરિયા એ જણાવ્યું કે, “સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મ શુ છે ? એ સંઘમાં આવવાથી જાણવા મળે છે.”

મુખ્ય વક્તા શ્રી ઉર્જિતભાઈ શુક્લ એ એમના ઉદબોધનમાં વાત કરી કે , “સ્વને આધીન થયા, સ્વરાજ મળ્યું પણ હવે સ્વના તંત્રની સ્થાપનાની જરૂરિયાત છે.” જ્યારે દેશ આજે સ્વાધીન છે પરંતુ શું ન્યાય, શિક્ષણ, કાયદો, તંત્ર અને વ્યવસ્થા આ બધામાં ‘સ્વ’નું તંત્ર છે? જરૂરિયાત છે ભારતની ભારતીયતા ને પૂન: સ્થાપિત કરવાની. આજે દરેક વ્યક્તિએ જાગૃત થવું પડશે અને કોઈ પણ પ્રકારના જાતિ, મત, પંથ અને સંપ્રદાયના ભેદને દૂર કરવા પડશે. આજે સમાજનો પ્રત્યેક ઘટક વિચારે કે મારી પર્યાવરણને સુરક્ષિત રાખવામાં શુ ભૂમિકા હોય ? કારણ ભારતીય સંસ્કૃતિ એ દોહન ની સંસ્કૃતિ છે શોષણની નહીં. સાથે પારિવારિક મૂલ્યોને ટકાવી રાખવા કુટુંબ અને પરિવારનો માર્મિક ભેદ સમજાવ્યો હતો. આ કાર્યક્રમ 4000 લોકોએ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં અન્ય હરેશભાઈ ઠક્કર, ડૉ. ભરતભાઇ પટેલ અને પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ વર્ગમાં કુલ 280 શિક્ષાર્થીઓએ વર્ગ પૂર્ણ કર્યો છે જેમાં 173 વિદ્યાર્થી અને 107 વ્યવસાયી સ્વયંસેવકો એ ભાગ લીધો હતો . CA, અધ્યાપક, ડોકટર અને PHD સુધીના અભ્યાસ વાળા સ્વયંસેવકો જોડાયા હતા.

दिनांक: 6 मई, 2022 शनिवार को मर्चेंट कॉलेज-बासणा, मेहसाणा में राष्ट्रीय स्वयंसेवक संघ के चल रहे संघ शिक्षा वर्ग (प्रथम वर्ष) का सार्वजनिक समापन कार्यक्रम आयोजित किया गया। विशिष्ट अतिथि डाॅ. शैलेशभाई सुतारिया ने कहा, “सनातन संस्कृति और सनातन धर्म क्या है? यह संघ में शामिल होने से सीखा जाता है।”

मुख्य वक्ता श्री उर्जितभाई शुक्ल ने अपने प्रवचन में कहा कि *स्व के आधीन हुए, स्वराज मिला लेकिन अब स्व की व्यवस्था स्थापित करने की जरूरत है।* देश आज स्वाधीन है लेकिन शिक्षा, कानून, न्याय और व्यवस्था में ‘स्व’ का तंत्र है क्या ? भारत की भारतीयता को फिर से स्थापित करने की आवश्यकता है। आज सभी को स्वयं जागकर किसी भी जाती, मत, पंथ और संप्रदाय के भेद को खत्म करना है। आज समाज का हर घटक सोचे कि पर्यावरण की रक्षा करने में मेरी क्या भूमिका है? क्योंकि भारतीय संस्कृति शोषण की नहीं, दोहन की संस्कृति है। साथ ही, उन्होंने पारिवारिक मूल्यों को बनाए रखने के लिए परिवार और कुटुंब के मार्मिक भेद को समझाया।

इस कार्यक्रम को 4000 लोगों ने देखा। इस कार्यक्रम मे हरेशभाई ठक्कर, डॉ. भरतभाई पटेल और प्रकाशभाई पटेल उपस्थित थे। कुल 280 शिक्षार्थी ने वर्ग पूर्ण किया है। जिसमें 173 विद्यार्थी और 107 व्यवसायी स्वयंसेवकों ने भाग लिया। सीए, अध्यापक, डॉक्टर और पीएचडी तक की पढ़ाई वाले स्वयंसेवक इस वर्ग में सम्मिलित हुए थे।

Periodicals