સરકાર્યવાહ મા. દત્તાત્રેય હોસ્બોલે (દત્તાજી) નું નિવેદન
કોવિડ રોગચાળાએ ફરી એકવાર આપણા રાષ્ટ્ર માટે એક ભયાનક પડકાર ઉભો કર્યો છે. મહામારી ની સંક્રમણ શક્તિ અને ભીષણતા પહેલા થી વધારે ગંભીર છે. આજે, આપણા દેશના મોટાભાગના ભાગોમાં તેની અસર છે. મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને તેમને હોસ્પિટલોમાં દાખલ કરવાની આવશ્યકતા ઉભી થઇ રહી છે.. સેંકડો પરિવારો તેમના નજીકના અને પ્રિયજનો ને ગુમાવી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ દુર્ઘટનાથી પ્રભાવિત એવા બધા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
પરિસ્થિતિ નાજુક છે તેમ છતાં સમાજની તાકાત પણ ઓછી નથી. વિષમ પરિસ્થિતિઓ સામે ઝુઝ્વાની આપણી શક્તિ જગ જાણીતી છે. આપણો એ વિશ્વાસ કે આપણે ધૈર્ય તેમજ મનોબળ જાળવી ને, સંયમ અને અનુશાસન તેમજ પરસ્પર સહયોગ દ્વારા આપણેઆ ભીષણ પરિસ્થિતિ માં પણ અવશ્ય વિજયી બની શું.
અચાનક રોગચાળો વકરવાના કારણે લોકોને હોસ્પિટલોમાં પથારી, ઓક્સિજન અને જરૂરી દવાઓની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત જેવા વિશાળ સમાજમાં, સમસ્યાઓ ઘણીવાર વિશાળ પ્રમાણમાં ઉભી થાય છે. આ પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ના શાસન, પ્રશાસન તેમજ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ દ્વારા સમસ્યા ના નિરાકરણ માટે વિસ્તૃત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાના જીવનને દાવ પર લગાવી, ડોકટરો,સુરક્ષા કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓ પહેલાની જેમ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, હંમેશની જેમ, સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશભરમાં વિવિધ પ્રકારની સેવાઓ સક્રિય રીતે ચલાવી રહ્યા છે. પડકારની ગંભીરતાને સમજી ને અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ની સાથે સામાન્ય સમાજ પ[પણ સ્વેચ્છાએ તમામ પ્રકારના પ્રયત્નોમાં સામેલ થયો છે.
સંભવ છે કે સમાજમાં વિનાશક અને ભારત વિરોધી શક્તિઓ આ પ્રતિકૂળ સંજોગોનો લાભ લઈ દેશમાં નકારાત્મકતા અને અવિશ્વાસનું વાતાવરણ ઉભું કરી શકે. દેશના લોકોએ પરિસ્થિતિ હલ કરવાના તેમના સકારાત્મક પ્રયાસો સિવાય પણ આ વિનાશક શક્તિઓના કાવતરાંથી સાવધ રહેવું જરૂરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સ્વયંસેવકોને , સામાજિક, ધાર્મિક અને સેવા સંસ્થાઓ અને સંગઠનોને, અને વાણિજ્યિક અને ઉદ્યોગ ક્ષેત્રના લોકોને પણ હાલના પડકારોને નિવારવા ત્વરિત અને સેવાની ભાવના સાથે આગળ આવવા અને કોઈપણ પ્રકારની અછતને પહોંચી વળવા કોઈ કસર નહી છોડવા ની અપીલ કરે છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બધાએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે જેમ કે:
Ø આરોગ્ય અને શિસ્ત અંગેના નિયમોનું પાલન કરવું. કોરોના સંબંધિત સેવાઓ કરી રહેલા લોકોએ અતિરિક્ત કાળજી લેવી જોઈએ.
Ø માસ્ક નો ઉપયોગ, સ્વચ્છતા, શારીરિક અંતર, ખાનગી અને જાહેર કાર્યક્રમોમાં સંખ્યાની મર્યાદા, કર્ફ્યુ જેવા નિયમો, અને આયુર્વેદિક ઉકાળા લેવા, વરાળ અને રસીકરણ જેવા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો વિશે જાગૃતિ લાવવી.
Ø જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે ઘરની બહાર જવું.. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અપીલ કરે છે કે સ્થાનિક સ્તરે દૈનિક પ્રવૃત્તિઓને જાતે જ સામૂહિક નિર્ણય દ્વારા નિયંત્રિત કરવી.
Ø ડોકટરો, તબીબી કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓ તેમજ વહીવટી તંત્ર સાથે તમામ સ્તરે સંપૂર્ણ સહકાર કરવો.
Ø મીડિયા સહિત સમાજના તમામ વર્ગને સમાજમાં સકારાત્મકતા, આશા અને વિશ્વાસનું વાતાવરણ જાળવવામાં યોગદાન આપવા વિનંતી છે.
Ø જેઓ સોશિયલ મીડિયામાં સક્રિય છે તેઓએ વધુ સંયમ અને જાગૃત રહી ને સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ.