રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બૈઠક આજે સવારે 9 કલાકે પુણેમાં પ્રારંભ થઇ. બૈઠકનું શુભારંભ પૂજનીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને માનનીય સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબાલે દ્વારા ભારત માતાની છબીને પુષ્પ અર્પિત કરીને કરવામાં આવ્યું. આ બૈઠકમાં 36 સંગઠનોના પ્રમુખ 267 પદાધિકારી ભાગ લઇ રહ્યા છે.
જેમાં લગભગ 30 બહેનો છે. બૈઠકમાં રા.સ્વ.સંઘના બધાજ સહ સરકાર્યવાહ ડૉ. કૃષ્ણગોપાલજી, ડૉ. મનમોહનજી વૈદ્ય, અરુણકુમારજી, મુકુંદાજી અને રામદત્ત ચક્રધરજી, અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય ભય્યાજી જોશી, સુરેશજી સોની, વ્હી. ભાગેય્યાજી, રાષ્ટ્ર સેવિકા સમિતિની પ્રમુખ સંચાલિકા મા. શાંતક્કાજી, પ્રમુખ કાર્યવાહિકા અન્નદાનમ સીતાક્કા, મહિલા સમન્વયમાંથી ચંદાતાઈ, સ્ત્રી શક્તિની અધ્યક્ષા શૈલજાજી , રાષ્ટ્રીય સેવા ભારતીની મહામંત્રી રેણું પાઠક, વનવાસી કલ્યાણ આશ્રમના અધ્યક્ષ શ્રી રામચંદ્ર ખરાડી, વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ શ્રી અલોક કુમાર, અખિલ ભારતીય વિધાર્થી પરિષદના અધ્યક્ષ શ્રી રાજ્શરણ શાહી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડડા, ભારતીય કિસાન સંઘના સંગઠન મંત્રી શ્રી દિનેશ કુલકર્ણી, વિદ્યાભરતીના અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ રાવ, પૂર્વ સૈનિક પરિષદના અધ્યક્ષ લેફ્ટનન્ટ જનરલ (સે.નિ.) વિષ્ણુકાન્ત ચતુર્વેદી, ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ શ્રી હિરણમય પંડ્યા, સંસ્કૃત ભારતીના સંગઠન મંત્રી શ્રી દિનેશ કામત આદિ ઉપસ્થિત છે.
બૈઠકમાં વર્તમાન રાષ્ટ્રીય અને સામાજિક સ્થિતિ, શિક્ષા, સેવા, આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા વિષે ચર્ચા થશે. સામાજિક પરિવર્તનના પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વેદેશી આચરણ અને નાગરિક કર્તવ્ય વિષયો ને આગળ વધારવા માટે પણ ચર્ચા થશે. સંગઠનના વિસ્તાર અને વિશેષ પ્રયોગોની જાણકારી આપવામાં આવશે, બૈઠકનું સમાપન 16 સપ્ટેમ્બરે સાંજે થશે.