25-08-2024
સપ્તરંગ ફિલ્મ સોસાયટી, વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તત્વાધાનમાં 19-20 ઑક્ટોબર 2024, બે દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં ભવ્ય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે.
જોકે ફિલ્મની વાત નીકળે એટલે સૌથી પહેલા પોસ્ટર દેખાય જ. ફિલ્મના પોસ્ટરનું પણ અનાવરણ કરવું આ રિવાજ જુનો પણ હજુ એટલો જ નવો છે, આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના પોસ્ટરનું પણ અનાવરણ જુદી જુદી યુનિવર્સિટીઓમાં કરીને આ રિવાજને સન્માન આપવામાં આવ્યું.
સપ્તરંગ સોસાયટીની સુરતની ટીમ દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કિશોરસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના પોસ્ટરનું અનાવરણ 25 ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવ્યું.