- પોતાના સ્વયંના મૂલ્યો પર આધારિત, કાળસુસંગત ભારત ઊભું થાય એવી વિશ્વની અપેક્ષા છે.
- મત સંપ્રદાયોને લઈને ઉત્પન્ન થયેલ કટ્ટરતા, અહંકાર તેમજ ઉન્માદને વિશ્વ સહન કરી રહ્યું છે.
- અશાંતિનો સાચો જવાબ તો સમાજની એકતાથી જ પ્રાપ્ત થવાનો છે.
- અધૂરી, જડવાદી તેમજ ઉપભોગવાદી દૃષ્ટિ પર આધારિત વિકાસ કર્યોના કારણે, માનવતા તેમજ પ્રકૃતિ ધીરે ધીરે પરંતુ નિશ્ચિત રૂપ થી વિનાશની તરફ વધી રહ્યા છે. સંપૂર્ણ વિશ્વમાં આની ચિંતા વધી રહી છે.
આજના કાર્યક્રમના પ્રમુખ અતિથી શ્રી શંકર મહાદેવાનજી, મંચ પર ઉપસ્થિત અધિકારીગણ, નાગરિક સજ્જન, માતા ભગિની તથા આત્મીય સ્વયંસેવક બંધુ. દાનવતા પર માનવતાની પૂર્ણ વિજયનો શક્તિ પર્વ વિજયાદશમી આપણે દર વર્ષે ઉજવીએ છીએ. આ વર્ષ આ વખતે આપણું ગૌરવ, હર્ષોલ્લાસ તથા ઉત્સાહ વધે એવી ઘટનાઓ લઈને આવ્યો છે. ગતવર્ષ આપણે જી-20ના યજમાન રહ્યા. ભારતના આત્મીય આતિથ્યનો અનુભવ, ભારતના ગૌરવશાળી અતીત અને વર્તમાનની આકર્ષક પ્રગતિ બધાજ દેશોના સહભાગીઓને પ્રભાવિત કરી ગઈ.
આ વખતે આપણાં ખેલાડીઓ એ એશિયાડ રમતોત્સવમાં પહેલીવાર 107 ચંદ્રક જીતીને આપણાં સહુના ઉત્સાહમાં વધારો કર્યો છે. ભારતની શક્તિ, બુદ્ધિ, તેમજ યુક્તિની ઝલક ચન્દ્રયાનના પ્રક્ષેપણ પ્રસંગે વિશ્વે જોઈ.
સંપૂર્ણ રાષ્ટ્રના પુરુષાર્થનો મૂળ એ રાષ્ટ્રનું વૈશ્વિક પ્રયોજન સિદ્ધ કરવા વાળા રાષ્ટ્રીય આદર્શ હોય છે. એટલે ધર્મના મૂર્તિમાન પ્રતિક શ્રી રામના બાળરૂપનું મંદિર અયોધ્યાજીમાં બની રહ્યું છે. આવતી 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે એ ઘોષણા પણ થઈ ચૂકી છે.
સંપૂર્ણ વિશ્વને પોતાના જીવનથી અહિંસા, જીવદયા તેમજ સદાચાર શીખવવા વાળા શ્રી મહાવીર સ્વામી નો 2550મું નિર્વાણ વર્ષ, વિદેશીઓના 350 વર્ષના થોપાયેલા પરતંત્ર થી મુક્તિનો માર્ગ હિંદવી સ્વરાજની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું 350મું વર્ષ તેમજ જનમાનસને પોતાના “સ્વ” ના સ્વરૂપ નું સ્પષ્ટ દર્શન “સત્યાર્થ પ્રકાશ” દ્વારા કરાવનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીનું 20મું જન્મ જયંતિ વર્ષ આપણે સંપન્ન કરી રહ્યા છીએ.
આગામી વર્ષ સ્વતંત્રતા માટે બલિદાન આપવા વાળી, તેમજ પ્રજાહિત દક્ષતા માટે આદર્શભૂત મહારાણી દુર્ગાવતીનું આ 500મું જયંતિ વર્ષ છે. એવી જ રીતે સામાજિક વિષમતાને જડમૂળ થી નિર્મૂલન માટે જીવનભર પોતાની સંપૂર્ણ શક્તિ લગાવનાર કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ના શાસક છત્રપતિ શાહુજી મહારાજનું આ 150મુ જયંતિ વર્ષ છે. તમિલ સંત શ્રીમદ રામલિંગ વલ્લારનું 200મુ વર્ષ આ જ મહિને જ સંપન્ન થયું. સ્વતંત્રતાની સાથે સાથે સમાજ ની આધ્યાત્મિક સંસ્કૃતિક જાગૃતિ તથા સામાજિક વિષમતાના સંપૂર્ણ નિર્મૂલન માટે જીવનભર કાર્ય કરતાં રહ્યા.
આજના વિશ્વની વર્તમાન કાલીન સમસ્યાની આવશ્યકતા પૂરી કરવા માટે, પોતાના સ્વયંના મૂલ્યો પર આધારિત, કાળસુસંગત, નવા રૂપરંગ સાથે ભારત ઊભું થાય એવી વિશ્વની અપેક્ષા પણ છે. મત સંપ્રદાયોને લઈને ઉત્પન્ન થયેલ કટ્ટરતા, અહંકાર તેમજ ઉન્માદને વિશ્વ સહન કરી રહ્યું છે. સ્વાર્થોના ટકરાવ તેમજ અતિવાદિતાને કારણે ઉત્પન્ન થયેલા યુક્રેન અથવા ગાઝાપટ્ટીના યુદ્ધ જેવા ક્લેશોનું કોઈ નિદાન નથી દેખાઈ રહ્યું.
પ્રકૃતિ વિરુદ્ધ જીવન શૈલી, સ્વછંદતા તેમજ અબાધિત ઉપભોગો ને કારણે નવી નવી શારીરિક તેમજ માનસિક બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે. વિકૃતિઓ અને અપરાધ વધી રહ્યા છે. આત્યંતિક વ્યક્તિવાદ ને કારણે પરિવાર તૂટી રહ્યા છે. પ્રકૃતિના અમર્યાદ શોષણ થી પ્રદૂષણ, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ, ઋતુક્રમમાં અસંતુલન તેમજ તેના દ્વારા ઉત્પન્ન પ્રાકૃતિક દુર્ઘટનાઓ વધી રહી છે.
આ પરિસ્થિતિઓનો એક દાખલો ભારતવર્ષમાં આપણી સામે વિદ્યમાન છે. જેમ કે વર્તમાનમાં જ હિમાલય ક્ષેત્રમાં હિમાચલ તેમજ ઉત્તરાખંડથી લઈને સિક્કિમ સુધી સતત પ્રાકૃતિક વિપદાઓનો પ્રણાંતિક ખેલ આપણે જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં કોઈ ગંભીર તેમજ વ્યાપક સંકટનો પૂર્વાભાસ આ ઘટનાઓ દ્વારા થઈ રહ્યો છે એવી શંકાઓની ચર્ચા પણ થઈ રહી છે. દેશની સીમા સુરક્ષા, જળ સુરક્ષા તેમજ પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે ભારતની ઉત્તર સીમાને નિશ્ચિંત કરી રહેલું આ મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ કિમત પર સર્વથા એનું રક્ષણ જરૂરી છે. આ ક્ષેત્રમાં જ ભારતની ઉત્તર સીમા પર ચીનની હાજરી ઘણા વર્ષોથી છે. એટલે આ ક્ષેત્રનું વિશિષ્ટ ભૂગર્ભશાસ્ત્રીય, સામરિક તેમજ ભૂ-રાજકીય મહત્વ છે. એનું ધ્યાન રાખીને આ વિસ્તારનો અલગ દ્રષ્ટિથી વિચાર કરવો પડશે.
અધુરી, જડવાદી તેમજ પરાકોટિની ઉપભોગવાદી દૃષ્ટિ પર આધારિત વિકાસ કર્યોના કારણે, માનવતા તેમજ પ્રકૃતિ ધીરે ધીરે પરંતુ નિશ્ચિત રૂપથી વિનાશની તરફ વધી રહ્યા છે. સંપૂર્ણ વિશ્વમાં આની ચિંતા વધી રહી છે. ઘસાઈ ગયેલ અસફળ માર્ગ પર ચાલ્યા કરવાની, અંધાનુકરણ તેમજ જડતા તેમજ પુસ્તકીય નિષ્ઠતાની પ્રવૃતિ ને છોડવી પડશે. વિશ્વ પાસેથી જે દેશાનુકૂળ છે એ જ લેવું પડશે. આપણાં દેશમાં છે એને યુગાનુકૂળ બનાવીને, આપણે સ્વ આધારિત સ્વદેશી વિકાસ પથ અપનાવીએ, એ સમયની આવશ્યકતા છે.
ભારતનું ઉત્થાન અને એનું પ્રયોજન વિશ્વ કલ્યાણ જ રહ્યું છે. પરંતુ આના કારણે સ્વાર્થી, ભેદભાવપૂર્ણ અને છલ કપટના આધાર પર પોતાના સ્વાર્થની સાધના કરવા વાળી શક્તિઓનો વિરોધ પણ નિરંતર ચાલતો હોય છે. આજકાલ આવી સર્વભક્ષી શક્તિના લોકો પોતાને સંસ્કૃતિક માર્ક્સવાદી અથવા વોક (WOKE) અર્થાત જાગ્રત થયેલા લોકો કહે છે. પરંતુ માર્કસને પણ આ લોકો 1920 માં જ ભૂલી ગયા છે. વિશ્વની બધી જ સુવ્યવસ્થા, માંગલ્ય, સંસ્કાર તેમજ સંયમનો આ લોકો વિરોધ કરે છે. થોડાક લોકોનું નિયંત્રણ સમગ્ર માનવ જાત પર રહે એટલા માટે અરાજકતા તેમજ સ્વછંદતાનો પ્રચાર પ્રસાર તેઓ કરે છે.
દેશમાં રાજનૈતિક સ્વાર્થોને કારણે રાજનૈતિક પ્રતિસ્પર્ધીઓને પરાજિત કરવા માટે આવી અવાંછિત શક્તિઓની સાથે ગઠબંધન કરવાનો અવિવેક છે. સમાજ પહેલાથી જ આત્મવિસ્મૃત બની અનેક પ્રકારના ભેદોથી નબળો બની, સ્વાર્થોની જીવલેણ પ્રતિસ્પર્ધા, ઈર્ષ્યા તેમજ દ્વેષમાં ફસાયેલો છે. એટલે આવી આસુરી શક્તિઓને સમાજ કે રાષ્ટ્રને તોડવા ઇચ્છનારી બહારની શક્તિઓનો પણ ટેકો મળતો રહે છે.
મણિપુરની વર્તમાન સ્થિતિને દેખીએ છીએ તો આ વાત ધ્યાનમાં આવે છે. લગભગ એક દશકથી શાંત મણીપુરમાં અચાનક આ આપસી વૈમનસ્યની આગ કેવી રીતે લાગી ? શું હિંસા કરવા વાળા લોકોમાં સીમાપારના અતિવાદી લોકો પણ હતા ? દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતીને કારણે ઉત્પન્ન પરસ્પર અવિશ્વાસની ભાવનાને દૂર કરવા સમાજના પ્રબુદ્ધ નેતૃત્વએ પણ વિશેષ ભૂમિકા ભજવવી પડશે. સંઘના સ્વયંસેવક તો સમાજના સ્તર પર નિરંતર બધાની સેવા તેમજ રાહત કાર્યો કરતા કરતા, સમાજની સજ્જન શક્તિનું શાંતિ માટે આહ્વાન કરી રહ્યા છે. આ અશાંતિનો સાચો જવાબ તો સમાજની એકતાથી જ પ્રાપ્ત થવાનો છે. દરેક પરિસ્થિતીમાં આ એકતાનું ભાન જ સમાજના વિવેકને જાગૃત કરવાવાળી વસ્તુ છે.
ભારતના બહારના લોકોની બુદ્ધિ ચકિત થઈ જાય, પરંતુ મન આકર્ષિત થઈ જાય એવી એકતાની પરંપરા આપણને વારસામાં મળી છે. એનું રહસ્ય શું છે? નિ:સંશય એ આપણી સર્વ સમાવેશક સંસ્કૃતિ છે. હાલમાં જ સ્વતંત્રતાના 75વર્ષ નિમિતે આપણે સ્વતંત્રતા સંગ્રામના મહાપુરુષોનું સ્મરણ કર્યું. આપણાં ધર્મ, સંસ્કૃતિ સમાજ તેમજ દેશની રક્ષા, સમય સમય પર એમાં આવશ્યક સુધાર તેમજ એના વૈભવનું સંવર્ધન જે મહાપુરુષોના કારણે થયું,
સમાજની સ્થાયી એકતા પોતિકાપણામાં થી નીકળે છે. સ્વાર્થના સોદાઓ થી નહીં .આપણો સમાજ બહુ વિવિધતાઓથી ભરેલો છે. કાળક્રમે વિદેશની કેટલીક આક્રમક પરંપરાઓ પણ આપણાં દેશમાં પ્રવેશ કરી ગઈ છે. આ ચર્ચાઓમાં ધ્યાનમાં રાખવા વાળી પહેલી વાત એ છે કે સંયોગથી એક ભૂમિમાં એકત્ર વિભિન્ન સમુદાયોને એક થવાની વાત નથી. આપણે સમાન પૂર્વજોના વંશજ, એક માતૃભૂમિની સંતાન, એક સંસ્કૃતિના વારસદાર, પરસ્પર એકતાને ભૂલી ગયા. આપણાં આ એકત્વને સમજીને એના આધાર પર આપણે ફરીથી જોડાઇ જવાનું છે. ભારતની બધી જ વિવિધતાઓમાં પરસ્પર એકતાના જે સૂત્રો વિદ્યમાન છે, એ સૂત્રોના પોતિકાપણાની આ પુકાર છે. આપણાં સ્વતંત્ર ભારતનું 75મુ વર્ષ ચાલી રહ્યું છે. આ સંવિધાન આપણને આ દિશા જ દેખાડે છે. પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી દ્વારા સંવિધાન પ્રદત્ત કરતાં સમયે સંવિધાન સભામાં જે બે ભાષણ આપ્યા હતા એનું ધ્યાન કરીશું તો આ જ સાર સમજમાં આવે છે.
સમાજમાં સામંજસ્ય ઇચ્છતા બધાજ લોકો એ આ ખતરનાક ખેલોની માયાજાળથી બચવું પડશે. આ બધી જ સમસ્યાઓનું નિદાન ધીરે ધીરે જ નીકળશે. એના માટે દેશમાં વિશ્વાસ અને સૌહાર્દનું વાતાવરણ બનવું એ પૂર્વ શર્ત છે. દરેક પરિસ્થિતિમાં, ગમે તેટલી ઉશ્કેરણી થાય, કાયદો સુવ્યવસ્થા, નાગરિક અનુશાસન તેમજ સંવિધાનનું પાલન કરીને ચાલતા રહેવું અનિવાર્ય છે. સ્વતંત્ર દેશમાં આ જ વ્યવહાર દેશભક્તિની અભિવ્યક્તિ માનવામાં આવે છે. માધ્યમોનો ઉપયોગ કરીને કરાઇ રહેલા ભડકાઉ અપપ્રચારમાં તેમજ એના ફળસ્વરૂપ ઉત્પન્ન થવા વાળી આરોપ પ્રત્યારોપોની પ્રતિસ્પર્ધામાં નહી ફસાવવું, માધ્યમોનો ઉપયોગ સમાજમાં સત્ય તેમજ આત્મીયતાનો પ્રસાર કરવા માટે થાય. હિંસાનો સાચો ઉપાય સંગઠિત બળસંપન્ન સમાજનો કાયદો તેમજ સુવ્યવસ્થાની રક્ષા કરવામાં પહેલ કરતાં શાસન-પ્રશાસનને ઉચિત સહયોગ આપવો એ જ છે.
વર્ષ 2025 થી 2026નું વર્ષ સંઘને સો વર્ષ પૂરા થયાનું વર્ષ છે. ઉપર નિર્દિષ્ટ બધી જ વાતોમાં સંઘના સ્વયંસેવકો ત્યારે પોતાના કદમ આગળ વધારશે, એની સિદ્ધતા કરી રહ્યા છે. સમાજના આચરણમાં, ઉચ્ચારણમાં સંપૂર્ણ સમાજ અને દેશના પ્રત્યે પોતાનાપણાની ભાવના પ્રગટ થાય. મંદિર, પાણી અને સ્મશાનમાં ક્યાય ભેદભાવ બાકી હોય તો સમાપ્ત થાય. પરિવારના બધા જ સભ્યોમાં નિત્ય મંગળ સંવાદ, સંસ્કારિત વ્યવહાર તેમજ સંવેદનશીલતા બનેલી રહે, વધતી રહે, તેમજ એમના દ્વારા સમાજની સેવા થતી રહે. સૃષ્ટિ સાથેના સંબંધોનું આચરણ પોતાના ઘરમાં પાણી બચાવી, પ્લાસ્ટિક હટાવી તેમજ ઘર આંગણે તેમજ ઘરની આસપાસ હરિયાળી વધારીને થાય. સ્વદેશીના આચરણથી સ્વ-નિર્ભરતા તેમજ સ્વાવલંબન વધે. ખોટા ખર્ચાઓ બધ થાય. દેશમાં રોજગાર વધે, દેશનો પૈસો દેશના જ કામમાં આવે. એટલે સ્વદેશીનું પણ આચરણ ઘરથી પ્રારંભ કરવું જોઈએ. કાયદો વ્યવસ્થા તેમજ નાગરિકતાના નિયમોનું પાલન થાય તેમજ સમાજમાં પરસ્પર સદભાવ તેમજ સહયોગની પ્રવૃતિ સર્વત્ર વ્યાપ્ત થાય. આ પાંચ આચરણાત્મક વાતો થાય એ બધા જ લોકો ઈચ્છે છે.
સમાજની એકતા, સજગતા, તેમજ બધી જ દિશાઓમાં નિ:સ્વાર્થ ઉદ્યમ, જનહિતકારી શાસન તેમજ જન ઉન્મુખ પ્રશાસન ‘સ્વ’ ના અધિષ્ઠાન પર ઊભા રહી પરસ્પર સહયોગ પૂર્વક પ્રયાસરત રહે ત્યારે જ રાષ્ટ્ર બળ, વૈભવ સંપન્ન બને છે. બળ અને વૈભવથી સંપન્ન રાષ્ટ્રની પાસે જ્યારે આપણી સનાતન સંસ્કૃતિ જેવી બધાને પોતાનું કુટુંબ માનવા વાળી, તમસથી પ્રકાશની તરફ લઈ જવા વાળી, અસતથી સત ની તરફ આગળ વધારનારી તેમજ મર્ત્ય જીવન થી સાર્થકતાના અમૃત જીવનની તરફ લઈ જવા વાળી સંસ્કૃતિ હોય છે, ત્યારે એ રાષ્ટ્ર, વિશ્વનું ગુમાવેલું સંતુલન પાછું લાવીને વિશ્વને સુખશાંતિમય નવજીવનનું વરદાન આપે છે. સદ્યકાળમાં આપણાંરાષ્ટ્રના નવોત્થાનનું આજ પ્રયોજન છે.
આપણો દેશ એક ગીત છે તો સ્વયંસેવક તે ગીત પાછળની સરગમ છે – શ્રી શંકર મહાદેવન
આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી શંકર મહાદેવનએ પોતાના વક્તવ્યની શરૂઆત માતા સરસ્વતીની વંદના કરીને કરતા કહ્યું કે, કેટલીક ક્ષણો જીવનમાં અવિસ્મરણીય હોય છે, જે જીવનને બદલી દે છે એવીજ આજની આ ક્ષણ છે, પરમ પુજનીય મોહનજીની સરળતા, તેમનો સ્નેહ આજે મૂર્ત સ્વરૂપમાં દેખાય છે. આજે ભારતના નાગરિક તરીકે મારું ગૌરવ વધ્યું છે. આપણા દેશની સંસ્કૃતિ માટે સંઘે જે કાર્ય કર્યું છે તે જબરદસ્ત છે. આપણી ઓળખાણ કોઇપણ હોય આપણા ખભે એક ભારતીય તરીકેની જવાબદારી છે. આપણા યોગદાનથી આવનારી પેઢીને પ્રેરણા આપવાનો પ્રયાસ કરવાનો છે. ભારતીય સંગીત એક ખજાનો છે. વિશ્વની કોઇપણ ધૂન જોઈએ તેની સરગમ સા રે ગ મ પ ધ ની જ જોવા મળશે. જો આપણો દેશ એક ગીત છે તો સ્વયંસેવક તે ગીત પાછળની સરગમ છે. આજની આ ક્ષણ હું જીવનભર ભુલી શકીશ નહીં.