આપણો દેશ ભારત દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિનો વાહક છે.દુનીયામાં ઉદ્ભવેલી અને વિકસિત થયેલી અનેક સંસ્કૃતિ મૃતપાય થયી ગયી છે ત્યારે આપણી સંસ્કૃતિ ટકી રહી તેનાં મુળમાં રહેલ અનેક કારણો માંહેનું એક છે અહીનો પુત્રવત હિન્દુ સમાજ . વિવીધતામાં એકતા ધરાવનાર આ સમાજ ના વિશેષ જીવન મુલ્યો , જીવન દર્શન અને જીવન વ્યવહાર ના કારણે આપણે અનેક સંઘર્ષોમાંથી પસાર થયીને પણ આજે અડીખમ ઉભા છીએ.
આપણાં દેશમાં ભાષા, પ્રાંત,રીતિરિવાજ , ઉત્સવ , ખાનપાન , પહેરવેશ માં વિવિધતા હોવા છતાં બધામાં રહેલો આત્મા એક છે આમ જોનાર અધ્યાત્મ તત્વ આપણે જોડી રાખવામાં સફળ રહ્યું છે . કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને કચ્છ થી લઈ આસામ સુધી વિસ્તૃત સમગ્ર દેશની પ્રજા એક સરખા જીવન મુલ્યોના વાહક રહ્યા છે. રામકૃષ્ણના જીવન આદર્શો , ભગવાન મહાવીરની અહિંસા , ભગવાન બુદ્ધની કરુણા ,શીખ્ગુરુઓના ધર્મરક્ષણના પાઠો બધાયે સ્વીકારેલા છે.
આટલુજ નહીં પણ વિદેશથી આવેલ પારસી અને યહૂદીઓને પણ આશ્રાય આપેલો. અનેક આક્રમણખોરોને પણ આત્મસાત કરી લીધેલા. અનેક સંઘર્ષો બાદ સ્વતંત્ર બનેલ આપણાં દેશની બહુમત હિંદુ પ્રજાની સહીષ્ણુતા અને સદ્ભાવના ને કારણે આજે આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી બન્યા છીએ . છતાં પણ વાર તહેવારે સ્વાર્થી ઇચ્છાઓને કારણે , સમાજને વિભાજીત કરવા માંગતા દેશ અને બહારના તત્વો , અરાષ્ટ્રીય અને ભેદભાવ ઉત્પન કરનાર સ્વાર્થી રાજકારણીઓ દેશને તોડીને સમાજને પ્રાંત,ભાષા, જાતિ જેવા મુદાઓ પર વિભાજીત કરવાના ષડયંત્રો માં રચ્યા પચ્યા રહે છે.
એકબીજાની હરીફાઇ , હુંસાતુંસી ,અસ્પૃશ્યતા કે પોતાને નિમ્ન ગણી લાભ લેવાની આંધળી હોડ લાગી છે. અનેક ભોળા અને નિર્દોષ લોકો આવી પ્રવૃત્તિ માં જોડાયીને સમાજની સમરસતા તોડવાના અન્યના હાથા બનતાં હોય છે.આવી સામ્પ્રંત સ્થિતિ માં સમજુ ,દેશભકત ,રાષ્ટ્રીય ચારિત્ર્ય વાળા સમાજ બંધુઓ એ સમાજના તાણાવાણા અકબંધ રહે અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવો જોયીએ. વિવિધ ગ્નાતી જાતિના આગેવાનો , સંતો,મહંતો,બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોકો એ સામાજિક સમરસતા માટે આગળ આવવું જોયીએ .
દેશના વર્ષોથી સામાજિક રીતે દુભાયેલા ભાગને આગળ લાવવા ના બધા પ્રયત્નો માં સહભાગી થવું જોયીએ. દેશની નબળી કડીનો કોઈ લાભ લ્યીને ફરી આપણને અંદરો અંદર લડાવી ના મારે તે માટે સાવચેતી રાખવી પડશે . સંગઠિત લડાવીસમાજને કારણે દેશની એકતા અને અખંડિતા જળવાશે અને વિશ્વનું કલ્યાણ કરવાની દેશ માટે ભગવાને નક્કી કરેલી નિયતિ ને પાર પાડી શકીશું . આમ કરવાથીજ ફરી ભારતમાતાને વિશ્વગુરુ બનાવી શકાશે .ડો.અબ્દુલ કલામનાઆ વાક્યને યાદ રાખીએ : સમ્પ્રદાયને આધ્યાત્મિક અને વ્યક્તિને રાષ્ટ્રીય બનાવવામાં દેશની બધી સમસ્યાઓનો ઉકેલ છે..