01-09-2024
સપ્તરંગ ફિલ્મ સોસાયટી, વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તત્વાધાનમાં 19-20 ઑક્ટોબર 2024, બે દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં ભવ્ય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે.
ફિલ્મની ચર્ચા આવે એટલે કલ્પનાના અશ્વોને કચકડા ઉપર ઉતારતા સર્જકો, દિગ્દર્શકોના લાઈટ, કેમેરા, એક્શનનો હવામાં લહેરાતો સ્વર, અનોખા અંદાઝમાં અભિનયના અજવાળા પાથરતા અભિનેતા અને અભિનેત્રીઓ અને કેટલું બધું,,, અને એ ઝાકમઝોળ આંખો સમક્ષ તરી આવે.
ત્યારે સપ્તરંગ ફિલ્મ સોસાયટીની કર્ણાવતી પશ્ચિમની ટીમે સિલ્વર ઓક યુનિવર્સિટીનો સંપર્ક કર્યો અને આગામી શોર્ટફેસ્ટના પોસ્ટરનું અનાવરણ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી જનકભાઈ ખાંડવાલા, રજીસ્ટ્રાર શ્રી મીતભાઈ તથા એનિમેશન અને મીડિયા ડીપાર્ટમેન્ટના વડા ની ઉપસ્થિતિમાં સપ્તરંગ શોર્ટફેસ્ટના પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું.