News

આજે પર કેપિટા આવક વધારવાની વ્યવસ્થા છે પરંતુ પર કેપિટા સંસ્કાર વધારવાની કોઇ વ્યવસ્થા નથી, જે ઉભી કરવી પડશે – પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી

10-01-2025 હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજિત હિંદુ અધ્યાત્મિક અને સેવા મેળાના કાર્યાલયનું ઉદ્ઘાટન 09-01-2025 ના રોજ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી (અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ, આર્ષ વિદ્યામંદિર), પ.પૂ. મહંત શ્રી દયાલપુરી બાપુ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ, હથીદરા), આચાર્ય ગોસ્વામી રણછોડલાલજી (શ્રી આભરણાચાર્ય) ગોસ્વામી હવેલી, અમદાવાદ, શ્રી મિહિરભાઈ પંડ્યા (ઝાયરા ડાયમંડ), શ્રીમતી નીરીજાબેન ગુપ્તા (ઉપકુલપતિ, ગુજરાત યુનીવર્સીટી)ની […]

10 January 2025
 

શ્રી મોહનજી ભાગવતએ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી.

02-01-2025 ધરમપુરમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં કર્યું શ્રીમદ્ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલા પૂજન અને તકતી અનાવરણ. શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના 125માં વર્ષ નિમિત્તે યોજાએલ સર્વરોગ નિદાન અને સારવારના મફત સેવાયજ્ઞનું કર્યું ઉદ્ઘાટન.   રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, […]

2 January 2025
 

હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

  હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે યોજાશે. મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજરોજ શ્રી ચીમનભાઈ અગ્રવાલ (ચેરમેન, અગ્રવાલ ગ્રુપ) ના હસ્તે, પ.પૂ. સ્વામી શ્રી […]

30 December 2024
 

સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પોરવી શકે એવું સામર્થ્ય સંસ્કૃત ભાષામાં છે – શ્રી કિશોર મકવાણા

29-12-2024 Karnavati નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે ૨૯ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કિશોરભાઈ મકવાણા, અધ્યક્ષ- રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સંસ્કૃત ભાષામાં એવા પ્રકારનું સામર્થ્ય વિદ્યમાન છે જે સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પોરવી શકે […]

29 December 2024
 

ભારત દેશ અને એની સંસ્કૃતિનું રક્ષણ સંસ્કૃત દ્વારા જ થઈ શકશે – પ.પૂ. જગતગુરુ જ્ઞાનેશ્વરજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર)

28-12-2024 ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાયો સંસ્કૃત ભાષા છે – શ્રી જયપ્રકાશ ગૌતમ નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું.  પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વરજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃતભારતી સંગઠન દ્વારા […]

28 December 2024
 

જૈનાચાર્ય યુગભૂષણસૂરિજી મહારાજના માર્ગદર્શનમાં વિદ્વાનોના ચર્ચાસત્રો યોજાશે

૧૪-૧૫ ડિસેમ્બરે અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ્ કી ઓર 3.0’ સંમેલનનું આયોજન જૈનાચાર્ય યુગભૂષણસૂરિજી મહારાજના માર્ગદર્શનમાં વિદ્વાનોના ચર્ચાસત્રો યોજાશે અમદાવાદ, ૫ ડિસેમ્બર , પ્રતિષ્ઠિત “વસુધૈવ કુટુંબક્મ કી ઓર” સંમેલનની ત્રીજી શ્રેણી આગામી ૧૪-૧૫ ડિસેમ્બર, ૨૯૨૪ના રોજ અમદાવાદના ગીતાર્થ ગંગા ઉપાશ્રય ખાતે યોજાશે. આ કાર્યક્રમ ૭૯મા આધ્યાત્મિક વડા પરમ પવિત્ર જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના નેતૃત્વ હેઠળ આયોજીત કરવામાં આવી રહ્યો […]

13 December 2024
 

માનવ અધિકાર છે એવો આત્મરક્ષાનૉ અધિકાર છે- ડૉ. ભરતભાઈ પટેલ

10-12-2024 બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ હિત રક્ષા સમિતિ, કર્ણાવતી દ્વારા સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં […]

10 December 2024
 

આપણે જરૂર જેટલું જ લેવું જોઇએ, જેથી બાકીનું અન્યો માટે રહે – શ્રી એસ. ગુરુમૂર્તિ

08-12-2024 હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘૬૪ દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન આજરોજ AMA – J B ઓડીટોરીયમ, અમદાવાદ ખાતે શ્રી એસ. ગુરુમૂર્તિ (સ્થાપક ટ્રસ્ટી, HSSF), મા. શ્રી ગુણવંતસિંહજી કોઠારી (અખિલ ભારતીય સંયોજક હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), શ્રી જગદીશ વિશ્વકર્મા (મા. રાજ્ય કક્ષા મંત્રીશ્રી, ગુજરાત સરકાર), શ્રી ભાગ્યેશ […]

8 December 2024
 

બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદમાં ધરણા

04-12-2024 વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દૂ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્રારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દૂ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓ હિન્દૂ સમાજ સામે […]

4 December 2024
 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ   સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીની ઉપસ્થિતિમાં એકત્રિકરણનો કાર્યક્રમ યોજાયો

12-10-2024 Jamnagar ◆ જામનગરમાં આર.એસ.એસના ૧૦૦ વર્ષમા સ્થાપના દિવસે શસ્ત્રપુજન યોજાયું ◆ દેશને સંગઠિત ન થવા દેવા માંગતી શક્તિઓ પડકારરૂપ: રાષ્ટ્રીય સંઘ સરકાર્યવાહ ◆ હાલારના બન્ને જિલ્લાના ૪ હજારથી વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત, પ્રાત્યક્ષિક કર્યુ જામનગર : જામનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર જિલ્લાનો એકત્રિત વિજયાદશમી ઉત્સવ સત્ય સાઈ સ્કૂલના રમત ગમતના મેદાનમાં યોજવામાં આવ્યો હતો. […]

14 October 2024