બીજની શક્તિ સમર્પણ છે – ડૉ. મોહનજી ભાગવત

દિલ્હીમાં જાણીતા પત્રકાર અને ચિંતક મામાજી મણિકચંદ્ર વાજપેયીના શતાબ્દી વર્ષ સમાપન સમારોહના પ્રસંગે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પૂર્વ રાજ્યપાલ પ્રો. કેપ્ટનસિંહ સોલંકી અને વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતએ કહ્યું કે બીજની શક્તિ એ તેમનું સમર્પણ છે. બીજમાંથી એક વૃક્ષ રચાય છે. બીજને જમીનમાં ભેળવવું પડે છે. ડો.હેડગેવારે આવા પ્રતિભાશાળી યુવાનોની ઓળખ કરી અને તેમને આ સમર્પણ શીખવ્યું. મામાજી મણિકચંદ્ર વાજપેયી આવા જ એક બીજ હતા. તેમણે ધ્યેય માટે સમર્પિત રહીને તેમનું જીવન જીવ્યું.

ડો.મોહનજી ભાગવત પ્રખ્યાત પત્રકાર અને ચિંતક મામાજી મણિકચંદ્ર વાજપેયીના શતાબ્દી વર્ષના સમાપન સમારોહને સંબોધન કરી રહ્યા હતા. આ સમારોહ ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર હતા. મામાજી મણિકચંદ્ર વાજપેયી જન્મ શતાબ્દી ઉજવણી સમિતિના અધ્યક્ષ પ્રો. કેપ્ટનસિંહ સોલંકી અને વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાયએ પણ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

સરસંઘચાલક ડો.મોહનજી ભાગવત કહ્યું કે જો દુનિયાને પોતાનું બનાવવું હોય તો પહેલા ભારતને આપણું બનાવવું પડશે. ભારત તમારા જીવનમાં પ્રતિબિંબિત થવું જોઈએ. વિશ્વગુરુ ભારત કે મહાશક્તિ ભારત એટલે કે રણક ચલાવે તે ભારત નહીં, પરંતુ મનુષ્યના દિલ જીતી લે તેવું ભારત. જો તમારે એવું ભારત બનાવવું હોય તો આવા ભારતીયોએ ઉભા રહેવું પડશે, જે આત્મીયભાવ સાથે સમર્પિત થઈ ને કામ કરે. મામાજીએ પોતાનું બધુ કામ આ પ્રકારની ભાવનાથી કર્યું.

ભારતના ભાગલા સમયે આખા દેશમાં રમખાણો થઇ રહ્યા હતા. તે સમય મામાજી ભીંડના જિલ્લા પ્રચારક હતા અને તેઓને ચિંતા હતી કે ભીંડ જિલ્લાના કોઈ ગામમાં તોફાન ન થાય. રમખાણોથી ડરીને, જ્યારે મુસ્લિમ પરિવારોએ ભીંડ છોડી દીધી ત્યારે તેઓએ તેમના મકાનોની ચાવી મામાજીને સોંપી. મામાજીએ તેમના વર્તન અને કાર્યથી આ વિશ્વાસ મેળવ્યો. જ્યારે સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો અને પોલીસ મામાજીની શોધમાં હતી, ત્યારે તેઓ મુસ્લિમ પરિવારોમાં રહ્યા. આ આત્મીયતા મામાજીએ પોતાના સંઘકાર્યમાંથી બનાવી હતું.
સરસંઘચાલકે કહ્યું કે માણસે શું કર્યું અને તે શુ બન્યો, વિશ્વ એને ગણે છે. પરંતુ તે મહત્વનું એ છે કે તે માણસ શું છે? યશ અને અર્થપૂર્ણતા અલગ અલગ વિષય વસ્તુ છે. જીવન અર્થપૂર્ણ હોવું જોઈએ. મામાજીનું જીવન સાર્થક હતું. મામાજી જેવા લોકોના કારણે જ સંઘ ચાલે છે.

જે પણ મામાજીના સંપર્કમાં તેમની વિચારધારાને ધ્યાનમાં લીધા વિના, મામજી તરફથી તેણે પ્રેમ અને પ્રકાશ મેળવ્યો. રાજમાતા વિજયરાજે સિંધિયા અને નરસિંહરાવ દિક્ષિતે તેમની વિરુદ્ધ ચૂંટણી લડી હતી, પરંતુ પાછળથી તે તેમની સાથે જોડાઈ ગયા હતા. પત્રકારત્વમાં પણ મામાજીએ ઉચ્ચ ધોરણ નક્કી કર્યા. તે આદર્શોને આજે આપણા પત્રકારત્વના જીવનમાં લાવવા જોઈએ. મામાજીના મંતવ્યોને પગલે પત્રકારત્વનું આખું વાતાવરણ બદલાઈ શકે છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માહિતી અને પ્રસારણ પ્રધાન શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે મામાજી રાષ્ટ્રીય પત્રકારત્વનો બ્રાન્ડ હતા. તેમણે આપણા માટે એક વારસો છોડયો છે, આપણે તેનું માન રાખવું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો બનાવવાની રીત અદભૂત છે. મામાજી સંઘની સમાન પદ્ધતિથી તૈયાર કરેલા સ્વયંસેવક હતા. તેમને આપવામાં આવેલું કામ તેમણે સંપૂર્ણ પ્રમાણિકતા સાથે પૂર્ણ કર્યું. તેમની ઓળખ પ્રખર પત્રકાર, સંપાદક અને વિચારક તરીકે થાય છે. ભારતના ભાગલા તે વખતે સંઘે કેટલી મહત્ત્વની ભૂમિકા નિભાવી તેને દર્શાવતું અથવા તેના સંબંધમાં તેમણે ખૂબ જ પરિશ્રમથી આ પુસ્તક તૈયાર કર્યું છે.

હરિયાણા અને ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ પ્રો. કેપ્ટનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે મામાજી એ તેમના જીવનમાં સંઘના બીજા સરસંઘચલક શ્રી ગુરુજીને પોતાના આદર્શ બનાવ્યા. તે સરળતા સાથે જીવતા હતા. તેમણે પોતાનું જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું. મામાજી ચિંતનશીલ પત્રકારત્વનું એક અનોખું ઉદાહરણ રહ્યા. તેમણે લખેલા લેખો અને પુસ્તકો આજે પણ સુસંગત છે. તે સ્વદેશીના  અનુયાયી અને આગ્રહી રહ્યા હતા. આજે આપણે જોયું છે કે મામાજીએ જમ્મુ-કાશ્મીર અને રામ જન્મભૂમિ આંદોલન પર જે લખ્યું હતું તે સાચું છે. મામાજીએ તેમના ચિંતનથી રાષ્ટ્રને પુનર્જીવિત કર્યું.

આ પ્રસંગે ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાયએ જણાવ્યું હતું કે ભાષાકીય પત્રકારત્વમાં મામાજીનું મહત્વનું સ્થાન છે. તેમણે પત્રકારત્વમાં મોટો સમય કાઢ્યો હતો. મામાજીનું પત્રકારત્વ જીવન પ્રત્યેનું વલણ શીખવે છે. આપણે બધાએ તેમનું પુસ્તક ‘आपातकाल की संघर्षगाथा’ જરૂર થી વાંચવી જોઈએ. આજની પત્રકારીતાએ મામાજીની પત્રકારીતા માંથી પ્રેરણા લેવી જોઈએ.

આ પ્રસંગે મામાજી મણિકચંદ્ર વાજપેયી, ‘પાંચજન્ય’નો વિશેષ અંક તેમના વિચારો અને પત્રકારત્વ પર કેન્દ્રિત હતો અને ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર ની પુસ્તક ‘શબ્દ પુરુષ: મણિકચંદ્ર વાજપેયી ‘પુસ્તકનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સભ્ય સચિવ ડો.સચ્ચિદાનંદ જોશીએ કર્યું હતું અને ભારત પ્રકાશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરૂણ ગોયલે આભાર માન્યો હતો.

Periodicals