આપણા સંવિધાનમાં નાગરિક અધિકારની સાથે નાગરિક કર્તવ્યની પણ વાત છે – શ્રી મોહનજી ભાગવત

ત્રિરંગાના રંગો ત્યાગ, કર્મ, પ્રકાશ, પવિત્રતા, સમૃદ્ધિના પ્રતીક છે

આપણા સંવિધાનમાં નાગરિક અધિકારની સાથે નાગરીક કર્તવ્યની પણ વાત છે

બધાને સ્વીકારવું, સંયમ પૂર્વક જીવન જીવવું અને સતત કર્મ કરતા રહી સર્વત્ર   મંગલ કરવું એ આપણા દેશનું પ્રયોજન છે.

રા.સ્વ.સંઘના માનનીય સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે સંઘ કાર્યાલય કર્ણાવતી ખાતે ઘ્વજ વંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે પોતાના ઉદબોધનમાં કહ્યું કે,

         આપણે જન ગણ મન ગાઈએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે ભારત ભાગ્ય વિધાતાને નમન કરતાં આપણે આપણા દેશનું સ્મરણ કરીએ છીએ. દેશની ભૂમિ, તેની સીમા, પહાડો, નદીઓ, જન, જંગલ, પ્રાણીઓ,પુત્રો, પર્યાવરણ, ભૂમિ આ બધા આપણી આંખો સામે આવે છે. ભારતીય લોકો આસ્તિક બુદ્ધિના લોકો છે. પોતાની શ્રદ્ધાને સુરક્ષિત રાખી દેશ માટે પ્રાર્થના કરીએ છીએ, તે પ્રાર્થનામાં ભારત માતાનાં સ્વરૂપનું વૈચારિક દ્રષ્ટિથી દર્શન કરી અને ભારતમાતાનાં પૂજન સમયે તેમનું અખંડ સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. આપણે કહીએ છીએ “તવ શુભ નામે જાગે” જેમાં જાગૃતિનું પ્રત્યક્ષ સ્વરૂપ સંવિધાન સમ્મત ત્રિરંગો ઘ્વજ છે.

         ત્રિરંગાના રંગો ત્યાગ, કર્મ, પ્રકાશ, પવિત્રતા, સમૃદ્ધિના પ્રતીક છે. બધાને સ્વીકારવું, સંયમ પૂર્વક જીવન જીવવું અને સતત કર્મ કરતા રહી સર્વત્ર મંગલ કરવું એ આપણા દેશનું પ્રયોજન છે. ભાષણથી નહિ પોતાના જીવનથી લોકોનું માર્ગદર્શન કરવું જોઈએ. મનની સમૃદ્ધિની આરાધના કરવા વાળા શુદ્ધ ચારિત્ર્યવાળા લોકો જ્યારે સતત પ્રયાસ કરશે ત્યારે શુભ નામથી ભારત જાગશે.

         આ આપણું ગણતંત્ર છે જેને ચલાવનાર આપણે જ છીએ. આપણા સંવિધાનમાં નાગરિક અધિકારની સાથે નાગરીક કર્તવ્યની પણ વાત છે. સંવિધાનને વાંચતા દેશને કઈ દિશામાં આગળ લઈ જવો તે ખબર પડે છે એટલે અવશ્ય વાંચવું જોઈએ..    દર વર્ષે ઘ્વજવંદન થાય પણ એની પાછળનો જે ભાવ છે, ઉદેશ્ય છે એ જળવાવો જોઈએ અને કામ કરવું જોઈએ તે જ આજના દિવસનો પાથેય છે…

तिरंगे के रंग त्याग, कर्म, प्रकाश, पवित्रता, समृद्धि के प्रतीक है।

हमारे संविधान में नागरिक अधिकार के साथ नागरिक दायित्व की भी बात कही है।

* सब को अपनाना, त्याग और संयम पूर्वक जीवन जीना और सतत कर्म करते हुए सर्वत्र मंगल करना यही अपने देश का प्रयोजन है।

राष्ट्रीय स्वयंसेवक संघ के माननीय सरसंघचालक श्री मोहन जी भागवत ने कर्णावती (गुजरात) में रा.स्व.संघ कार्यालय पर ध्वजारोहण किया. इस अवसर पर संबोधन करते हुए उन्होंने कहाँ कि हम जब “जन गण मन” गाते हैं तब ध्यान में आता है कि भारत भाग्य विधाता को नमन करते समय हमने देश का स्मरण किया। तब हमारी आँखों के सामने देश की भूमि, उसकी सीमाएं, पहाड़, नदियां, जन, जंगल, पशु, पर्यावरण तथा उसके पुत्र यह सभी आते हैं।

भारतीय लोग आस्तिक बुद्धि के लोग हैं। अपनी श्रद्धा को सुरक्षित रखते हुए उस श्रद्धा के साथ अपने देश के लिए प्रार्थना करते हैं, उस प्रार्थना में भारत माता के स्वरूप का वैचारिक दृष्टि से दर्शन करके और भारत माता के पूजन के समय उनके अखंड स्वरूप का चिंतन करते हैं। हम कहते हैं “तव शुभ नामे जागे” जिसमें जागृति का प्रत्यक्ष स्वरूप संविधान सम्मत तिरंगा ध्वज है

तिरंगे के रंग त्याग, कर्म, प्रकाश, पवित्रता, समृद्धि के प्रतीक है। सब को अपनाना, त्याग संयम पूर्वक जीवन जीना और सतत कर्म करते हुए सर्वत्र मंगल करना यही अपने देश का प्रयोजन है। हमें दुनियां को जो बताना है वह भाषण से नहीं बताना है खुद के जीवन से लोगों का मार्गदर्शन करना चाहिए। मन की समृद्धि की आराधना करने वाले शुद्ध चरित्र वाले लोग जब सतत प्रयास करेंगे तब शुभ नाम से भारत जागेगा।

यह अपना गणतंत्र है, जिसे चलाने वाले हम ही हैं। हमारे संविधान में नागरिक अधिकार के साथ नागरिक दायित्व की भी बात कही है। संविधान पढ़ते ही देश को किस दिशा में आगे ले जाना है वह पता चलता है, इसीलिए संविधान को प्रत्येक व्यक्ति को अवश्य पढ़ना चाहिए।

हर साल ध्वज वंदन होता है, लेकिन उसके पीछे का भाव, उद्देश्य बना रहना चाहिए। और कार्य करते रहना चाहिए, यही आज के दिन का पाथेय है

Periodicals