એક સંકલ્પ લીધો હતો તે પૂર્ણ થવાનો આજે આનંદ છે – મોહનજી ભાગવત

રામ મંદિરના ભૂમિપૂજન પછી મા. મોહનજી ભાગવતે કહ્યું કે આ આનંદનો ક્ષણ છે. એક સંકલ્પ લીધો હતો અને મને યાદ છે કે તત્કાલીન સંઘના સરસંઘચાલક બાલા સાહેબ દેવરસજીએ અમને કહ્યું હતું કે મેહનતપૂર્વક 20-30 વરસ કામ કરવું પડશે. ત્યારે આ કામ થશે અને 20-૩૦ વરસ અમે કામ કર્યું અને 30વાં વરસના પ્રારંભમાં આપણને સંકલ્પ પૂર્તિનો આનંદ મળી રહ્યો છે. આજે મનોકામના પૂરી થવાનો આનંદ છે.

આના માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા છે, જે સૂક્ષ્મ રૂપે હાજર છે. કેટલાક એવા છે જે અહીં આવી શક્યા નથી. રથયાત્રાનું નેત્રત્વ કરવાં વાળા આજે અહી નથી અત્યારની પરિસ્થિતિ જ એવી છે. અડવાણીજી તેમના ઘરે બેઠા આ કાર્યક્રમ જોઈ રહ્યા હશે. આજે પૂરા દેશમાં આનંદનો વાતાવરણ છે. સદીઓની આસ પૂરી થવાનો આનંદ છે. પરંતુ સૌથી મોટો આનંદ એ છે કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે આત્મવિશ્વાસની જરૂર હતી તેનો સગુણ સાકાર અધિષ્ઠાન બનવાનું આજે શુભારંભ થઇ રહ્યું છે. એ અધિષ્ઠાન અધ્યાત્મિક દ્રષ્ટિનો છે. સંપૂર્ણ જગત મારું અને હું સંપૂર્ણ જગત નો. ભારતનો આ દ્રષ્ટિકોણના કારણે સંપૂર્ણ જગત સાથે આપણો વ્યહવાર વાસુધેવ કુટુંબકમનો છે.

શક્ય તેટલાં લોકોને સાથે લઈને આગળ વધવાની એક પ્રક્રિયા હોય છે. તેનું આ અધિષ્ઠાન આજે અહિયાં બની રહ્યું છે. પરમ વૈભવ સંપન્ન અને દરેકનું કલ્યાણ કરનારા ભારતના નિર્માણનો શુભારંભ આજે એ વ્યક્તિના હાથે થઈ રહ્યો છે જેના હાથમાં દરેકનું વ્યવસ્થાગત નેતૃત્વ છે. આ પણ એક બીજી આનંદની વાત છે. આ પ્રસંગે અશોક સિંઘલ અને રામચંદ્ર પરમહંસની હાજરી હોત તો એ બહુ સારું હતું. પરતું બધું પ્રભુ ઈચ્છાનુસાર જ થાય છે.

હમણાં કોરોનાનો યુગ ચાલી રહ્યો છે, આખી દુનિયા વિચારી રહી છે કે ભૂલ ક્યાંથી થઈ અને માર્ગ કેવી રીતે મળે. બે રસ્તો જોયા, ત્રીજો રસ્તો શું છે? આપણી પાસે ત્રીજો રસ્તો છે? આપણે એ બતાવવાનો છે.

જીવન જીવવાની શિક્ષા આપણે આપવાની છે અને એની તૈયારી કરવા માટેનો આજે સંકલ્પ દિવસ છે. એના માટેનો પુરુષાર્થ આપણે કર્યો છે. જો આપણે પ્રભુ શ્રીરામ થી લઇને આજ સુધી જોઈશું તો પરાક્રમ, વીરવૃતિ આપણા લોહીમાં છે. આપણે માત્ર પ્રારંભ જ કરવાનું છે. કાર્ય પૂર્ણ થી જશે. આ પ્રકારનો વિશ્વાસ અને સ્વપ્રેરણા આપણને આજનો દિવસ થી મળે છે. બધાજ ભારતવાસીઓને મળે છે આમાં કોઈ પણ અપવાદ નથી, કારણ કે આપણે રામના છીએ અને રામ આપણા છે. અને એટલે અહિયાં ભવ્ય રામ મંદિર બનશે.

તેમણે કહ્યું કે આ ભવ્ય કાર્ય માટે મન મંદિર કેવું હોવું જોઈએ, આપણા હૃદયમાં પણ રામનો વાસ થવો જોઈએ. બધા દોષો, વિકારો અને દુશ્મનોથી મુક્ત હોવું જોઈએ અને એના માટે આપણે બધાએ આપણા મનની અયોધ્યા સજાવવી પડશે. બધાની પ્રગતિ માટે બધાને જોડવા વાલો, બધાને પોતાના માનવા વાળો આપણા ધર્મની ધ્વજાને પોતાના ખભા પર લઇને સંપૂર્ણ વિશ્વને સુખ શાંતિ આપવા વાળો ભારત આપણે ઉભું કરી શકીએ એ માટે આપણે આપણા મનની અયોધ્યા ઉભી કરવી પડશે. અયોધ્યાના મંદિર ની સાથે સાથે આપણું માં મંદિર પણ ઉભું થવું જોઈએ. મન મંદિર કેવું હોવું જોઈએ તો આપણા હૃદયમાં પણ રામનો વાસ થવો જોઈએ. બધા દોષો, વિકારો અને દુશ્મનોથી મુક્ત, સંસારની માયા થી મુક્ત સમાજ અને વ્યક્તિ ઘડવાનું આ કાર્ય છે. અને એ કાર્ય આજે અહિયાં પ્રારંભ થઇ રહ્યું છે. આ મંગલ અવસર પર હું બધાનું અભિવાદન કરું છુ.

Saptrang ShortFest - All Info