23-09-2024, Vadodara
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વડોદરા વિભાગ દ્વારા સંઘના આગામી શતાબ્દી વર્ષમા કાર્યવિસ્તાર માટે વિભાગ કાર્યકર્તાઓના એકત્રિકરણનું 23 સેપ્ટેમ્બર 2024, સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 1000 થી વધારે સ્વયંસેવકોએ પૂર્ણગણવેશમાં ઉપસ્થિત રહ્યા.
આ અવસર પર સહસરકાર્યવાહ મા. શ્રી અલોકકુમારજી નું માર્ગદર્શન પ્રાપ્ત થયું. એમણે કહ્યુંકે શતાબ્દી વર્ષમાં લાખો કરોડો સ્વયંસેવકો દેશભક્તિ,સમરસતાની ભાવના સાથે દેશની એકતા અખંડિતા માટે હિન્દુત્વનિષ્ઠ થઇ કાર્ય કરી રહયા છે.
આ કાર્ય ને દરેક વસ્તી અને મંડલ સુધી પહોંચવાનું છે. કેવળ સંખ્યા વૃદ્ધિ નહિં, પણ સમાજના પ્રત્યેક આયુવર્ગ , પ્રત્યેક જાતિવર્ગ બધાજ આ કાર્યમાં લાગે. સંઘ સમાજમાં અલગ સંગઠન નથી, પરંતુ સંપૂર્ણ સમાજનું સંગઠન છે. સંઘ 101મા વર્ષમાં સમાજમાં પાંચ વિષયો પર કાર્ય કરવા જઈ રહ્યો છે. સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય બોધ , સ્વદેશી , પર્યાવરણ અને કુટુંબ પ્રબોધન આ પાંચ બિંદુ પર સંઘ કાર્ય કરશે.
આ અવસર પર વિભાગ સંઘચાલક મા. શ્રી વિનયભાઈ ભોંસેકર , વિભાગ કાર્યવાહ શ્રી મનસુખભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.