ગુજરાતમાં પણ ૧૩૨૧ સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે – ડો. ભરતભાઈ પટેલ

૨૨.૦૩.૨૦૨૧ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં પ્રતિનિધિ સભા અંગે માહિતી આપતા ડો. ભરતભાઈ પટેલે (પ્રાંત સંઘચાલક, ગુજરાત પ્રાંત) કહ્યું કે આપ સૌ જાણો છો એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા દર વર્ષે મળે છે. જેમાં સંઘ અને વિવિધ ક્ષેત્ર ના વરિષ્ઠ કાર્યકર્તા ઓ  એકત્ર આવી ને ચિંતન ચર્ચા કરતા હોય છે. આ વર્ષે પણ આવી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગાલુરુ ખાતે ૧૯-૨૦ માર્ચ ના રોજ યોજાઈ ગઈ. સામાન્ય રીતે પ્રતિનિધિ સભામાં ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ અપેક્ષિત હોય છે પરંતુ આ વખતે કોવિડ ની વિષમ પરિસ્થિતિ હોવાને કારણે ૪૫૦ કાર્યકર્તાઓને પ્રત્યક્ષ બોલાવ્યા હતા અને બાકીના પોતાના પ્રાંત કેન્દ્ર થી ઓનલાઈન જોડાયા હતા.

 

દર ત્રીજુ વર્ષે ચુંટણી નું વર્ષ હોય છે અને  ચુંટણી ના વર્ષ ની પ્રતિનિધિ સભા નાગપુર માં જ મળતી હોય છે પરંતુ કોવિડ ની વિષમ પરિસ્થિતિ ને કારણે બેન્ગ્લુરું માં આ સભા યોજાઈ સંઘ ના ઈતિહાસ માં આવું પહેલી વાર બન્યું છે. એ રીતે પણ આ બેઠક વિશિષ્ઠ રહી.

બેઠક નો પ્રારંભ દર વર્ષે  વર્ષ દરમ્યાન દિવંગત થયેલ સમાજ જીવન ના આગેવાનો અને અલગ અલગ ક્ષેત્રે દેશ ને ગૌરવ અપાવ્યું હોય એવા દિવંગત વ્યક્તિઓ ને શ્રદ્ધાંજલિ આપી ને થાય છે .આ વર્ષે પણ સંઘ ના વરિષ્ઠ કાર્યકર્તા અને વિચારક જેમનો સંઘ પ્રવેશ પુ. ડોક્ટર સાહેબ ની ઉપસ્થિતિ માં થયો હતો એવા સ્વ. મા.ગો. વૈધ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખર્જી સહિત અનેકદિવંગત આત્માઓ ને શ્રધાંજલિ આપી જેમાં ગુજરાત માં થી બે પૂર્વ મુખ્યમંત્રીઓ સ્વ. કેશુભાઈ પટેલ અને સ્વ. માધવસિંહ સોલંકી સહિત ૭ જણને શ્રધાંજલિ આપવામાં આવી.

ગત વર્ષ નું સંઘ કાર્ય આમ તો બહુ વ્યસ્ત અને વ્યાપક રહ્યું કોવીડ ની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સાથે સહયોગ કરી ને નીતિ નિયમો નું પાલન કરી ને સ્વયંસેવકો સમાજ સેવા માં આખું વર્ષ લાગેલા રહ્યા. આ વિષમ સ્થિતિમાં કોવીડ ની ગાઈડ લાઈન પ્રમાણે મેદાનમાં શાખાઓ નહોતી લગતી પરતું  અત્યારે ગત વર્ષની સરખામણીમાં ૯૦% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.

વર્તમાન માં દેશભરમાં 60,૭૭૭ સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે.

ગુજરાતમાં પણ ૧૩૨૧ સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે.  

તદઉપરાંત પ્રતિનિધિ સભા માં બે ઠરાવ સર્વાનુમતે પસાર થયા

ઠરાવ ક્રમાંક ૧. શ્રી રામ જન્મભૂમી પર મંદિર નું નિર્માણ ભારત ની અંતર્નિહિત શક્તિ નું પ્રગટીકરણ

ઠરાવ ક્રમાંક ૨. કોરોના મહામારી ની સામે ઊભું એકજુટ ભારત

આ બન્ને ઠરાવો ની નકલ આપ સૌના માટે ઉપલબ્ધ છે.

અગાઉ કહ્યું એમ આ વર્ષ ચુંટણી નું વર્ષ હોવાથી સંઘ ના સર કાર્યવાહ મા. શ્રી સુરેશજી(ભૈયાજી) જોશી નો ગત ત્રણ વર્ષ નો કાર્યકાળ પૂરો થયો હોવાથી સંઘ ના બંધારણ પ્રમાણે ચુંટણી યોજાઈ જેમાં સંઘ ના સહ સરકાર્યવાહ એવા  મા. દત્તાત્રેય હોસ્બોલે ની સંઘ ના સર કાર્યવાહ તરીકે સર્વાનુમતે વરણી થઇ. મા. સુરેશજી  જોશી આ પદ પર ૧૨ વર્ષ સુધી કાર્યરત રહ્યા.

ગુજરાતમાં પણ શ્રી શૈલેષભાઈ પટેલની પ્રાંત કાર્યવાહ તરીકે અને શ્રી નીમેશભાઈ પટેલની સહ પ્રાંત પ્રચારક તરીકે નિયુક્તિ થઇ છે. પૂર્વ પ્રાંત કાર્યવાહ શ્રી યશવંતભાઈની પશ્ચિમ ક્ષેત્ર કાર્યકારીણી સદસ્ય તરીકે નિયુક્તિ થઇ છે.

Saptrang ShortFest - All Info