ભારતીય ઇતિહાસમાં, નવમા ગુરુ શ્રી તેગબહાદુરનું વ્યક્તિત્વ અને કર્તુત્વ તેજસ્વી નક્ષત્રની જેમ દૈદીપ્યમાન છે. તેમનો જન્મ અમૃતસરમાં પિતા ગુરુ હરગોવિંદ જી અને માતા નાનાનકીજીના ઘરે વૈશાખ કૃષ્ણ પંચમીના દિવસે થયો હતો. નાનકશાહી કેલેન્ડર મુજબ, ગુરુ તેગબહાદુરજી ના પ્રકાશના 400 વર્ષ 1 મે, 2021 ના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. જે સમયે મધ્ય એશિયાના મોગલોએ ભારતના મોટાભાગના પ્રદેશ પર કબજો કર્યો હતો, તે સમયે, મોગલો ને પડકારતી જે પરંપરા ઉભી થઇ હતી, શ્રી તેગબહાદુર જી તે જ પરંપરાના પ્રતિનિધિ હતા. તેમનું વ્યક્તિત્વ તપ, ત્યાગ અને સાધના નું પ્રતીક છે અને તેમનું કર્તુત્વ શારીરિક અને માનસિક શોર્યનું અદભૂત ઉદાહરણ છે. શ્રી તેગબહાદુરની વાણી એક પ્રકારે વ્યક્તિ નિર્માણ નો સૌથી મોટો પ્રયોગ છે. નકારાત્મક વૃત્તિને નિયંત્રિત કરીને, જન સામાન્ય ધર્મના માર્ગને અનુસરી શકે છે. જેઓ નિંદા, વખાણ, લોભ, અભિમાન અને ગૌરવના ચક્રવ્યુહમાં ફસાયેલા છે તે સંકટમાં સ્થિર રહી શકતા નથી. કેટલીકવાર જીવનમાં સુખ આવે છે અને કેટલીક વખત દુ: ખ પણ આવે છે, સામાન્ય માણસની વર્તણૂક તે પ્રમાણે બદલાય છે. પરંતુ સિદ્ધ પુરુષો આ સ્થિતિ થી પર હોય છે. ગુરુજીએ આ સાધના અંગે उसतति निंदिआ नाहि जिहि कंचन लोह समानि’ और ‘सुखु दुखु जिह परसै नही लोभु मोहु अभिमानु’ (श्लोक मोहला 9वां अंग 1426-आगे)આ રીતે કહ્યું છે.
ગુરુજીએ તેમના શ્લોકોમાં કહ્યું છે -‘भै काहु कउ देत नहि नहि भै मानत आन’। . પરંતુ મૃત્યુનો ભય સૌથી મોટો છે. તે ડરથી, વ્યક્તિ મતાન્તરિત થાય છે, જીવન મૂલ્યોનો ત્યાગ કરે છે અને ડરપોક બની જાય છે. ‘भै मरबे को बिसरत नाहिन तिह चिंता तनु ज़ारा’ ગુરુ જી તેમની વાણી અને કાર્યથી એવાસમાજની રચના કરી રહ્યા હતા કે તેઓ તમામ પ્રકારની ચિંતાઓ અને ભયથી મુક્ત થઈને ધર્મના માર્ગે ચાલી શકે. શ્રી ગુરુજીનું આખું જીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના પુરુષાર્થ ના ચતુષ્ક નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સફળતાપૂર્વક તેમના ગૃહસ્થ જીવન માં અર્થ અને કામ ની સાધના કરતા કરતા પરિવાર અને સમાજમાં ઉત્તમ માનવીય મૂલ્યોનો સંચાર કર્યો,. તેમણે ધર્મની રક્ષા માટે બલિદાન આપ્યું.. તેમનો દ્રષ્ટિકોણ કટોકટીમાં પણ આશા અને વિશ્વાસનો રહ્યો છે. તેમણે કહ્યું છે ‘ बलु होआ बंधन छुटे सभु किछु होत उपाइ’. ગુરુ તેગ બહાદુરજી ની કૃતિ થી સમગ્ર દેશમાં એક શક્તિ નો સંચાર થયો.. બંધનો તૂટી ગયા અને મુક્તિનો માર્ગ ખુલ્યો. વ્રજ ભાષામાં રચિત એમની વાણી ભારતીય સંસ્કૃતિ, દર્શન અને આધ્યાત્મિકતાનું એક વિશિષ્ટ સંયોજન છે.
ગુરુજીનું નિવાસસ્થાન આનંદપુર સાહેબ મોગલોના અન્યાય અને અત્યાચાર સામે જન સંઘર્ષના કેન્દ્ર તરીકે ઉભરી આવવાનું શરૂ થયું. ઔરંગઝેબ હિન્દુસ્તાનને દારુલ-ઇસ્લામ બનાવવા માંગતો હતો. કાશ્મીર બૌદ્ધિક અને આધ્યાત્મિક કેન્દ્ર હોવાથી મોગલોના નિશાના પર હતું.કાશ્મીરના લોકો આ બધા વિષયો પર માર્ગદર્શન માટે શ્રી ગુરુજી પાસે પહોંચ્યા. ગુરુજીએ આ વાત પર ગહન વિચાર વિમર્શ કર્યો.. કાશ્મીર સહિત આખા દેશની પરિસ્થિતિ નાજુક હતી. પરંતુ મુગલોના ભારત ને દારુલ-ઇસ્લામ બનાવવાના આ ક્રૂર કૃત્ય ને રોકવાનો માર્ગ શું હતો? એક જ માર્ગ હતો. દેશ અને ધર્મની રક્ષા માટે કોઈ મહાન માણસે પોતાનુંઆત્મ બલિદાન આપવો જોઈએ. તે બલિદાનથી, આખા દેશમાં જન ચેતનાની આગુ ઉઠશે,એના કારણે વિદેશી મોગલ સામ્રાજ્યની દિવાલો હચમચી ઉઠશે. પણ સવાલ એ હતો કે આ બલિદાન કોણે આપવું જોઈએ? શ્રી તેગ બહાદુરના પુત્ર શ્રી ગોવિંદસિંહજી એનો ઉકેલ લાવ્યા તેમણે પોતાના પિતાને કહ્યું, આ સમયે તમારા થી વધી ને મહામાનવ કોણ છે?
ઔરંગઝેબની સેનાએ ગુરુ જીને ત્રણ સાથીઓ સહિત કેદ કર્યા.એ બધાને કેદ કરીને દિલ્હી લાવવામાં આવ્યા.. એમના અને એમના સાથીઓ પર અમાનવીય અત્યાચાર કર્યો. તેમના શિષ્યો સહિત ઇસ્લામ સ્વીકારવા તેમના પર ઘણું દબાણ હતું. ધાર્મિક ગુરુ બનાવવાની ખાતરી અને સુખ-સુવિધાઓ આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ધર્મના માર્ગ ઉપર અડગ રહ્યા. દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગ બહાદુરની આંખો સામે ભાઈ મતી દાસને શરીર ના વચ્ચો વચથી આરા થી ચીરી નાખવામાં આવ્યા. ભાઈ દયાળને ઉકળતા તેલમાં નાંખી ને મારી નાખવામાં આવ્યા. અને ભાઈ સતીદાસને કપાસના ના રૂ ના ઢગલા માં બાંધી ને સળગાવી દેવામાં આવ્યા. મોગલ સામ્રાજ્યને કદાચ લાગ્યું હશે કે તેમના સાથીઓ સાથેના આ વર્તનથી ગુરુજી ડરી જશે. પરંતુ ગુરુજી જાણતા હતા કે અન્યાય અને જુલમ સામે લડવું એ ધર્મ છે. તેઓ વિચલિત નહી થયા. કાઝીએ હુકમ આપ્યો અને જલ્લાદે ગુરુજીનું માથું ધડ થી અલગ કરી દીધું. તેમના આ બલિદાનથી સમગ્ર દેશમાં નવી ચેતના પેદા થઈ. પિતાના બલિદાન પર, દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહે કહ્યું –
तिलक जंजू राखा प्रभ ताका। कीनो बड़ो कलू महि साका।
साधनि हेति इति जिनि करी। सीस दीआ पर सी न उचरी।
આજે, જ્યારે આખો દેશ ગુરુજીના પ્રકાશના ચારસો વર્ષ ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તેમના માર્ગને અનુસરવું એ જ એમની વાસ્તવિક પુણ્ય સ્મૃતિ હશે. આજે દરેક જગ્યાએ ભોગ અને ભૌતિક સુખોની સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ ગુરુજીએ તો ત્યાગ અને સંયમનો માર્ગ બતાવ્યો હતો. ઈર્ષ્યા, દ્વેષ, સ્વાર્થ અને ભેદભાવ ની ચારે બાજુ બોલબાલા છે. ગુરુજી સૃષ્ટિ, સંવાદિતા અને મનના વિકારોને જીતવાની સાધનની ચર્ચા કરે છે. ગુરુજીની સાધના ની જ અસર એ હતી કે ગામમાંથી પસાર થતા લોકો આજે પણ તમાકુ ની ખેતી કરતા નથી. કટ્ટરવાદી અને મતાન્ધ શક્તિઓ આજે વિશ્વમાં ફરીથી પ્રભાવી બની રહી છે. શ્રી ગુરુજીએ બલિદાન, બહાદુરી અને બલિદાનનો માર્ગ બતાવ્યો. માનવજાત પરિવર્તન શીલ એવા નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે. આવા સમયે, શ્રી ગુરુજીની પવિત્ર સ્મૃતિ,મતો તેમના માર્ગ પર ચાલી ને નવા ભારત નું નિર્માણ કરવું જેની માટીમાં એના મૂળ સમાહિત છે.
દત્તાત્રેય હોસબાલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
#ShriGuruTegBahadurJi_400