ચીનના સામ્રાજ્યવાદી સ્વભાવ સામે ભારત અવરોધ બનીને ઊભો છે – ડૉ. મોહનજી ભાગવત

પ.પૂ. સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવતનું શ્રી વિજયાદશમી ઉત્સવ (25 મી ઓક્ટોબર 2020) ના અવસરે નાગપુરમાં આપેલ ઉદબોધન …

આજના આ વિજયા દશમીના ઉત્સવ પ્રસંગે આપણે બધા જોઈ રહ્યા છીએ કે સંખ્યાની દ્રષ્ટિ એ ઉત્સવ ઓછા ઉજવાઇ રહ્યા છે. કારણ પણ આપણને ખબર છે. કોરોના વાયરસ ને કારણે બધાજ સાર્વજનિક ક્રિયા કલાપો પર બંધન છે.

ગયા માર્ચ મહિનાથી દેશ દુનિયામાં ઘટિત બધી જ ઘટનાઓ ને કોરોના મહામારીના પ્રભાવની ચર્ચાએ જાણે ઢાંકી દીધી છે. ગત વિજયાદશમીથી લઈ ને આજ સુધીના વિતેલા સમયમાં યોગ્ય ઘટનાઓ ચર્ચા યોગ્ય પ્રમાણમાં થઇ છે. સંસદીય પ્રણાલીનું પાલન કરીને કલમ 370 ને પ્રભાવહીન કરવાનો નિર્ણય તો વિજયાદશમી પહેલા જ થઈ ગયો હતો. દિવાળી પછી 9 મી નવેમ્બરના દિવસે શ્રી રામ જન્મ ભૂમિના મામલે સર્વોચ્ય ન્યાયાલયે નિશંક નિર્ણય આપીને  ઇતિહાસ રચ્યો. ભારતના લોકો એ આ નિર્ણયને સંયમ અને સમજદારીનો પરિચય કરાવી ને સ્વીકાર કર્યો. મંદિર નિર્માણના આરંભે ગત 5 ઓગસ્ટના દિવસે ભૂમિપૂજન સંપન્ન થયું ત્યારે અયોધ્યામાં સમારોહ સ્થળ પર થયેલ કાર્યક્રમ  તેમજ દેશભરમાં એ દિવસે  સાત્વિક, હર્ષોલ્લાસિત પરંતુ સંયમિત, પવિત્ર તેમજ સ્નેહપુર્ણ વાતાવરણ  ધ્યાનમાં આવ્યું.

દેશમાં નાગરિકતા અધિનિયમ સંશોધન કાનૂન પૂરી પ્રક્રિયાને લાગુ કરીને પારિત કરવામાં આવ્યું. કેટલાક પાડોશી દેશોમાં સાંપ્રદાયિક કારણો થી પ્રતાડિત થઈ વિસ્થાપિત કરાઈ રહેલા બંધુ, જે ભારત માં આવશે એમને માનવતા ના હિતમાં તરત જ નાગરિકતા પ્રદાન કરવાનું આ પ્રાવધાન હતું. એ જે તે દેશોમાં સાંપ્રદાયિક પ્રતાડનાનો ઇતિહાસ રહેલો છે. ભારતના આ નાગરિકતા સંશોધન વિધેયકમાં કોઈ સંપ્રદાય વિશેષ નો વિરોધ નથી. ભારતમાં વિદેશોથી આવતા બધા  જ વ્યક્તિઓ ને નાગરિકતા આપવાનું કાનૂની પ્રાવધાન, જે પહેલા થી અસ્તિત્વમાં હતા એ બધા એમ જ રખાયા છે. પરંતુ કાયદાનો વિરોધ કરવા વાળા લોકો એ આપણા દેશના મુસલમાન ભાઈઓ ના મનમાં એમની સંખ્યા મર્યાદિત કરવા આ પ્રાવધાન કરાયું છે એવું ભરાવી દીધું. એને લઈ ને જે વિરોધ પ્રદર્શન વગેરે થયા એનો લાભ ઉઠાવી ને હિંસાત્મક તેમજ આંદોલાત્મક રીતે ઉપદ્રવ ઉત્પન્ન કરનારા તત્વો એમાં ઘૂસી ગયા. દેશનું વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું તેમજ સાંપ્રદાયિક સોહાર્દ પર આંચ આવવા લાગી. એનાથી બાર આવવાનો વિચાર કરીએ એ પહેલા જ કોરોના ની પરિસ્થિતી આવી ગઈ. અને જનતા અને માધ્યમો ની ચર્ચામાંથી આ બધી જ વાતો લુપ્ત થઈ ગઈ. ઉપદ્રવી તત્વો દ્વારા વિદ્વેષ ફેલાવવાના ષડયંત્રો પૃષ્ઠભૂમિમાં ચાલી રહ્યા છે. પરંતુ જનમાનસના ધ્યાનમાં આવે અથવા આ તત્વોના પોષણ કરી રહેલા માધ્યમો સિવાયના માધ્યમો માં આ બધી વાતો ને પ્રસિદ્ધિ મળે એ વાત કોરોના ની ચર્ચાના આવેગમાં થઈ નહીં શક્યું.

 સંપૂર્ણ વિશ્વમાં પણ આ પરિદ્રશ્ય છે. પરંતુ વિશ્વના દેશોની તુલનામાં આપણું ભારત સંકટની આ પરિસ્થિતમાં વધારે સારી રીતે ઊભું રહેલું દેખાઈ રહ્યું છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ બાકી દેશો કરતાં ઓછો દેખાઈ રહ્યો છે એના કેટલાક કારણો છે. શાસન અને પ્રશાસને તત્પરતા થી આ સંકટ થી સમસ્ત દેશવાસીઓને સાવધાન કર્યા, સાવધાની ના ઉપાય બતાવ્યા અને ઉપાયોનો અમલ પણ અધિકતમ તત્પરતા થી થાય એની વ્યવસ્થા કરી. માધ્યમો એ પણ આ મહામારી ને પોતાના પ્રસારણ નો લગભગ એકમાત્ર વિષય બનાવી દીધો. જનસામાન્યમાં એના કારણે અતિરિક્ત ભયનો માહોલ ઊભો થયો પરંતુ સાવધાની  રાખવામા, નિયમ વ્યવસ્થાનું પાલન કરવામાં અતિરિક્ત દક્ષતા પણ સમાજ માં દેખાઈ આ લાભ પણ થયો. પ્રશાસનના કર્મચારી, વિભિન્ન ઉપચાર પદ્ધતિઓ ના ચિકિત્સક તેમજ સુરક્ષા અને સફાઈ સહિત બધા જ કામ કરવા વાળા કર્મચારીઓ ઉચ્ચતમ કર્તવ્યબોધ સાથે રુગ્ણોની સેવામાં જોડાયેલા રહ્યા, સ્વયં કોરોના વાયરસ થી સંક્રમિતનું જોખમ ઉઠાવી ને એમણે દિવસ રાત પોતાના ઘર પરિવાર થી દૂર રહીને યુદ્ધસ્તર પર સેવાનું કાર્ય કર્યું. નાગરિકો એ પણ પોતાના સમાજ બંધુઓની સેવા માટે સ્વયંસ્ફૂર્તિ સાથે સમયની જે પણ આવશ્યકતા હતી એને પૂરી કરવામાં કોઈ કમી નહીં આવવા દીધી. સમાજમાં ક્યાંક ક્યાંક આ કઠણ પરિસ્થિતિઓમાં પણ પોતાનો સ્વાર્થ સાધવા જનતાની કઠણાઇઓનો લાભ લેવાની પ્રવૃતિ દેખાઈ. પરંતુ મોટું દ્રશ્ય તો શાસન-પ્રશાસન તેમજ સમાજનો સહયોગ, સહસંવેદના, તેમજ પરસ્પર વિશ્વાસ એ જ રહ્યું.

સમાજની માતૃશક્તિ પણ સ્વપ્રેરણાથી સક્રિય થઈ. મહામારીના કારણે પીડિત થઈને જે લોકો વિસ્થાપિત થયા, જેમના ઘરોમાં વેતન અને રોજગાર બંધ થવા થી ગરીબી, અભાવ અને ભૂખ નો સામનો કરવો પડ્યો. એમણે પણ પ્રત્યક્ષ રૂપે આ સંકટ ને સહન કરતાં કરતાં ધૈર્ય તેમજ સહનશીલતા બનાવી રાખી. પોતાની પીડા અને કઠણાઇ ને કિનારે કરતા કરતા બીજાની સેવા માં લાગી ગયા એવા અનેક પ્રસંગ અનુભવ માં આવ્યા. વિસ્થાપિતોને ઘરે પહોંચાડવા, યાત્રા પથ પર એમના ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવી, પીડિત વિપન્ન લોકો ના ઘર પર ભોજન વગેરે સામગ્રી પહોંચાડવી આ આવશ્યક કાર્યોમાં સંપૂર્ણ સમાજે મહાન પ્રયાસ કર્યા. એકજૂટતા અને સંવેદનશીલતાનો પરિચય કરાવતા જેટલું મોટું સંકટ હતું એના થી પણ વધારે મોટો સહાયતાનો ઉધ્યમ ઊભો કર્યો. વ્યક્તિ ના જીવનમાં સ્વછતા, સ્વાસ્થ્ય તેમજ રોજ પ્રતિરોધક શક્તિ વધારનારી આપણી કેટલીક પરંપરાગત આદતોએ તેમજ આયુર્વેદ જેવા શાસ્ત્રો પણ આ સમયે ઉપયુક્ત રહ્યા.

આપણાં સમાજ ની એકરસતાનું, સહજ કરુણા તેમજ શીલ પ્રવૃતિનું, સંકટમાં પરસ્પર સહયોગ ના સંસ્કાર, જેને અંગ્રેજી માં સોશ્યલ કેપિટલ કહે છે, એ આપણાં સાંસ્કૃતિક સંચિત સત્વનો સુખદ પરિચય આ સંકટમાં આપણને સૌને મળ્યો. સ્વતંત્રતા પછી  ધૈર્ય આત્મવિશ્વાસ તેમજ સામુહિકતાની આ અનુભૂતિ અનેકો ને પહેલી વાર થઈ છે.  સમાજના આ સૌ સેવાપ્રેમી, અનામિક, જીવિત અથવા બલિદાન થયેલ બંધુ ભગિનીયોને, ચિકિત્સકોને, કર્મચારિઓને, સમાજના બધા જ વર્ગોમાં થી આવેલ સેવા પારાયણ ઘટકોને  શ્રદ્ધાપૂર્વક શત શત નમન. આ બધા જ ધન્ય છે. બધા બલિદાનીઓની પવિત્ર સ્મૃતિમાં આપણી હાર્દિક શ્રદ્ધાંજલી.

આ પરિસ્થિતીથી  ઉભરવા માટે હવે બીજા પ્રકારની સેવાઓ ની આવશ્યકતા છે. શિક્ષા સંસ્થાન ફરી થી શરૂ કરવા છે, શિક્ષકો ને વેતન આપવું, પોતાના પાલ્યો ને વિદ્યાલયના શુલ્ક આપી ને ફરી થી ભણવા મોકલવા એ આ સમયે સમસ્યાનું રૂપ લઈ શકે છે. કોરીના ને કારણે જે વિદ્યાલયને શુલ્ક નહીં મળ્યું, એ વિદ્યાલય પાસે વેતન ચૂકવવા પૈસા નથી. જે અભિભાવકોને કામ બંધ થઈ જવા ને કારણે બાળકોના વિદ્યાલયનું શુલ્ક ભરવા પાસે ધન નથી એ લોકો સમસ્યામાં છે. એટલા માટે વિદ્યાલયોનો પ્રારંભ, શિક્ષકોનું વેતન તેમજ બાળકો ની શિક્ષા માટે કઇંક સેવા સહાયતા કરવી પડશે. વિસ્થાપનને કારણે રોજગાર જતો રહ્યો, નવા ક્ષેત્રો માં રોજગાર મેળવવાનો છે, એનું પ્રશિક્ષણ થવું જોઈએ, આ સમસ્યા વિસ્થાપિતોની છે, પરત ગયેલા બધાજ વિસ્થાપીતોને રોજગાર મળ્યો છે એવું નથી. વિસ્થાપિતો તરીકે ચાલ્યા ગયેલા બંધુઓની જગ્યા એ એના પર કામ કરવા બીજા બંધુઓને જગ્યા મળી છે એવું નથી. એટલે રોજગાર નું રોજગારનું પ્રશિક્ષણ અને રોજગારનું સર્જન આ કામ પણ કરવું પડશે. આ પરિસ્થિતી ને લીધે ઘરોમાં અને સમાજમાં તણાવ વધવાની પરિસ્થિતી ઉત્પન્ન થઈ છે. આવી સ્થિતિમાં અપરાધ, અવસાદ આત્મહત્યા વગેરે કુપ્રવૃતિઓના વધે એ જોવાની આવશ્યકતા છે.

સંઘના સ્વયંસેવક તો માર્ચ મહિના થી જ આ સંકટ ના સંદર્ભ માં આવશ્યક બધા પ્રકાર ની સેવા ની આપુર્તિ કરવામાં લાગી ગયા છે. સેવાના આ નવા ચરણમાં પણ એ પૂરી શક્તિ સાથે સક્રિય રહેશે. સમાજના અન્ય બંધુ બાંધવ પણ લાંબા સમય થી સક્રિય રહેવાની આવશ્યકતાને સમજી ને પોત પોતાના પ્રયાસ ચાલુ રાખી રાખ્યા છે એ વિશ્વાસ છે.

કોરોના વાયરસ અંગેની પર્યાપ્ત જાણકારી  વિશ્વ પાસે નથી. આ રૂપ બદલતો વિષાણુ છે. બહુ જલ્દી થી ફેલાય છે. પરંતુ નુકશાન ની તીવ્રતામાં કમજોર છે આટલું જ આપણે જાણીએ છીએ. એટ્લે લાંબા સમય સુધી એની સાથે રહી એના થી બચવું તેમજ આ બીમારી થી તેમજ આર્થિક અને સામાજિક પરિણામો થી આપણાં સમાજ બંધુઓ ને બચાવીને કામ કરતા રહેવું પડશે. મન માં ભય રાખવાની આવશ્યકતા નથી. સજાગતાપૂર્વક સક્રિયતાની આવશ્યકતા છે. હવે બધા જ સમાજ વ્યવહાર પ્રારંભ થવાથી નિયમ તેમજ અનુશાસનનું ધ્યાન રાખવું રખાવવું આપણાં સહુ નું દાયિત્વ બને છે.

આ મહામારી ના વિરુદ્ધ સંઘર્ષમાં સમાજ નું જે નવું રૂપ ઊભરી ને આવ્યું છે. એની કેટલીક બીજી બાજુ પણ છે.  સંપૂર્ણ વિશ્વમાં અંતર્મુખ થઈ ને વિચાર કરવાનો નવો ક્રમ ચાલી રહ્યો છે.  એક શબ્દ વારંવાર સંભળાઇ રહ્યો છે “ન્યુ નોર્મલ” કોરોના મહામારી ની પરિસ્થિતી ને કારણે જીવન લગભગ સ્થિર થઈ ગયું છે. ઘણી નિત્ય ની ક્રિયાઓ બંધ થઈ ગઈ છે॰ એ જોઈએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે જે કૃત્રિમ વાતો મનુષ્ય ના જીવનમાં પ્રવેશી હતી તે બંધ થઈ ગઈ છે અને જે મનુષ્ય જીવન ની શાશ્વત આવશ્યકતાઓ છે, વાસ્તવિક આવશ્યકતાઓ છે એ ચાલી રહી છે. થોડા ઓછા પ્રમાણમાં ચાલી રહી છે પણ ચાલે જાય છે. અનાવશ્યક અને કૃત્રિમ વૃતિ થી જોડાયેલ વાતો બંધ હોવાને કારણે પંદર દિવસમાં જ હવામાં તાજગીનો અનુભવ કર્યો. ઝરણા, નાળા, નદીઓ નું પાણી સ્વચ્છ થઈને વહેતું દેખાયું. બારીઓની બહાર બાગ બગીચામાં પક્ષીઓ ની ચહેક ફરી થી સંભળાવા લાગી. વધારે પૈસા કમાવી લેવાની ચાલેલી આંધળી દોટમાં, વધુમાં વધુ ઉપભોગ પ્રાપ્ત કરવાની દૌડમાં આપણે જે વાતો થી પોતાને દૂર કરી દીધા હતા, કોરોનાની પરિસ્થિતી ના પ્રતિકાર માં એ જ વાતો કામની લાગવાને કારણે એને ફરી થી સ્વીકારી લીધી અને એના આનંદ નો એક નવી રીતે અનુભવ લીધો. આ વાતો નું મહત્વ આપણાં ધ્યાનમાં આવી ગયું. નિત્ય અને અનિત્ય, શાશ્વત અને તાત્કાલિક આ પ્રકાર નો વિવેક કરવો એ કોરોના ની આ પરિસ્થિતિએ વિશ્વ ના બધાજ માણસો ને શીખવાડી દીધું. સંસ્કૃતિ ના મૂલ્યો નું મહત્વ ફરી થી બધાના ધ્યાનમાં આવી ગયું છે. તેમજ આપણી પરંપરાઓ દેશકાળ પરિસ્થિતી સુસંગત આચરણ નું ફરી થી પ્રચલન કેવી રીતે થશે એ વિચાર માં ઘણા બધા કુટુંબ પડેલા દેખાઈ રહ્યા છે.

વિશ્વ ના લોકો હવે કુટુંબ વ્યવસ્થા નું મહત્વ, પર્યાવરણ સાથે મિત્ર બની ને જીવવાનું મહત્વ સમજવા લાગ્યા છે. આ વિચાર કોરોનાની માર ની પ્રતિક્રિયામાં તાત્કાલિક વિચાર છે કે શાશ્વત રૂપ માં વિશ્વ ની માનવતા એ પોતાની દિશામાં થોડું પરીવર્તન કર્યું છે એ વાત તો સમય બતાવશે. પરંતુ આ તાત્કાલિક પરિસ્થ્તિ ના કારણે શાશ્વત મૂલ્યો ની વધારે વ્યાપક રૂપમાં વિશ્વ માનવતા નું ધ્યાન ખેંચાયું છે એ વાત નિશ્ચિત છે.

આજ સુધી બજારો ના આધારે સંપૂર્ણ દુનિયાને એક કરવાનો જે વિચાર પ્રભાવી તેમજ બધા ની વાતો માં હતો એના સ્થાન પર, પોત પોતાના રાષ્ટ્ર ને એની વિશેષતાઓ સહિત સ્વસ્થ રાખી ને, આંતરરાષ્ટ્રીય જીવન માં સકારાત્મક સહયોગ નો વિચાર પ્રભાવી થઈ રહ્યો છે. સ્વદેશી નું મહત્વ ફરી થી બધા લોકો બતાવી રહ્યા છે. આ શબ્દો માં પોતાની ભારતીય દ્રષ્ટિ થી યોગ્ય અર્થ શું છે એ સમજી વિચારી ને આપણે આ શાશ્વત મૂલ્યો પરંપરાઓ તરફ ડગ માંડવા પડશે.

આ મહામારી ના સંદર્ભમાં ચીનની ભૂમિકા સંદિગ્ધ રહી એ તો કહી જ શકાય, પરંતુ ભારત ની સીમાઓ પર જે પ્રકારે અતિક્રમણ નો પ્રયાસ પોતાના આર્થિક- લશ્કરી બળ ના કારણે મદાંધ થઈ કર્યો એ તો સંપૂર્ણ વિશ્વ સામે સ્પષ્ટ છે. ભારત નું શાસન, પ્રશાસન, સેના તથા જનતા બધા જ  આ આક્રમણ ની સામે અડગ બની ને ઊભા રહી પોતાના સ્વાભિમાન, દ્રઢ નિશ્ચય, તેમજ વીરતા નો ઉજ્જવળ પરિચય આપ્યો. જેના કારણે ચીનને અનપેક્ષિત ધક્કો વાગ્યો હોય એવું લાગે છે. આ પરિસ્થિતિઓમાં સજાગ રહી ને દ્રઢ બનવું પડશે. ચીને એની વિસ્તારવાદી મનોવૃતિ નો પરિચય એના પહેલા પણ વિશ્વ ને સમય સમય પર આપેલો છે.  આર્થિક ક્ષેત્રમાં, લશ્કરી ક્ષેત્રમાં પોતાના અંતર્ગત સુરક્ષા તેમજ સીમા સુરક્ષા વ્યવસ્થાઓમાં, પાડોશી દેશોની સાથે તથા આંતરરાષ્ટ્રીય  સંબંધોમાં ચીનથી વધારે મોટું સ્થાન પ્રાપ્ત કરવું જ એની રાક્ષસી મહત્વાકાંક્ષાઓને નિયંત્રણનો એક માત્ર ઉપાય છે. આ તરફ આપણાં શાસકોની નીતિ ના પગલાં આગળ વધી રહ્યા છે એવું દેખાય છે. શ્રીલંકા, બાંગ્લા દેશ, બ્રહ્મ દેશ, નેપાલ જેવા આપણાં પાડોશી દેશો, જે આપણાં મિત્ર પણ છે અને ઘણી રીતે સમાન પ્રકૃતિ ધરાવતા દેશ છે, એમના સાથે ના સંબંધો આપણે વધારે મૈત્રી પૂર્ણ બનાવવાની ગતિ તીવ્ર કરવી જોઈએ. આ કાર્યમાં બાધક મતાંતર, વિવાદ ના મુદ્દે અતિ શીઘ્રતાપૂર્વક  દૂર કરવાનો અધિક પ્રયાસ કરવો પડશે.

આપણે બધા સાથે મિત્રતા ઈચ્છીએ છીએ. આ આપણો સ્વભાવ છે.પરંતુ આપણી સદભાવનાને દુર્બળતા માની ને પોતાના બળ ના પ્રદર્શન દ્વારા ભારત ને જેમ ઈચ્છે એમ નચાવી લે, ઝુકાવી લે એ નહીં બની શકે, એટલું તો અત્યાર સુધીમાં આવા દુ:સાહસ કરવા વાળા ને સમજ માં આવી જવું જોઈએ. આપણી સેનાની અતૂટ દેશભક્તિ તેમજ અદમ્ય વીરતા, આપણા શાસકોના સ્વાભિમાની વલણ અને ભારતના તમામ લોકોની પ્રત્યાઘાતી નીતિ – ધૈર્ય નો પરિચય જે આપણાં તરફ થી પ્રથમ વખત ચીનને મળ્યો છે, તે પણ ચીન ના  ધ્યાનમાં આવવું જોઈએ. તેના વલણમાં સુધારો થવો જોઈએ. પરંતુ જો તે ન થાય, તો આપણે આ પરિસ્થિતિમાં જાગૃતિ, તૈયારી અને દ્રઢતા ઓછી નહીં પડે, આ વિશ્વાસ  આજે રાષ્ટ્રમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દેશની સલામતી અને સાર્વભૌમત્વ સામે બાહ્ય પડકારો માત્ર આવી તકેદારી અને સજ્જતા ની માંગ ઊભી નથી કરી રહ્યા, પરંતુ દેશમાં છેલ્લા વર્ષમાં ઘણી બાબતો સમાંતર ચાલે છે, જો આપણે તેના સુચિતાર્થો ને સમજીએ તો સમાજની  આ નાજુક પરિસ્થિતિમાં સાવધાની, સમજદારી, સમરસતા તેમજ શાસન- પ્રશાસન ની સમજ, સંવાદિતા અને તત્પરતાનું મહત્વ દરેકના ધ્યાનમાં આવે છે. સત્તાથી વંચિત રાજકીય પક્ષોની સત્તા ફરીથી મેળવવાના પ્રયત્નો એ લોકશાહીમાં આ એક સામાન્ય પ્રથા છે. પરંતુ તે પ્રક્રિયામાં પણ વિવેક નું પાલન અપેક્ષિત છે  કે તે રાજકારણમાં આંતરિક સ્પર્ધા છે, દુશ્મનો વચ્ચેનું યુદ્ધ નથી. સ્પર્ધા ચાલવી જોઈએ, પરંતુ તે સ્વસ્થ હોવી જોઈએ,  તેના કારણે  સમાજમાં કડવાશ, ભેદભાવ, અંતર વધવું, અંદરોઅંદર દુશ્મનાવટ ઊભી થાય, આ નહીં થવું જોઈએ. ધ્યાનમાં રહે, આ સ્પર્ધાનો લાભ લેવા વાળી, તે ભારતને નબળુ અથવા ખંડિત રાખવા માંગતી, ભારતનો સમાજ હંમેશાં ક્લેશ યુક્ત રહે  તેથી આપણી વિવિધતાને ભેદ બતાવી ને, અથવા અગાઉના દુર્ભાગ્ય પૂર્ણ  ભેદોની પરિસ્થિતિને વધુ વિકટ અને સંઘર્ષપૂર્ણ બતાવીને, અંદરો અંદર ઝગડો કરાવનારી શક્તિઓ, જે  વિશ્વમાં છે અને તેમનો હસ્તક્ષેપ પણ ભારતમાં છે. આવી શક્તિઓ ને અવસર ના મળે એની ચિંતા બધા એ કરવી પડશે.   સમાજમાં કોઈ પણ રીતે ગુના અથવા અત્યાચારની કોઈ ઘટના બને જ નહીં, અત્યાચારી તેમજ અપરાધિક  પ્રવૃત્તિ કરતાં  લોકો પર સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઇએ અને તો પણ જો ઘટનાઓ બને તો દોષી વ્યક્તિને તાત્કાલિક પકડવામાં આવે અને તેમને સખત સજા થવી જોઈએ, આ શાસન પ્રશાસને સમાજ નો સહયોગ લઈ ને સુનિશ્ચિત કરવું જોઈએ. સમાજ માં બનતી સારી ખરાબ ઘટનાઓ તેમજ શાસન પ્રશાસન ના નિર્ણયો પર આપણી પ્રતિક્રિયા આપતી વખતે અથવા વિરોધ વ્યક્ત કરતી વખતે,આપણે આપણી કૃતિ, રાષ્ટ્રીય એકાત્મતા નું ધ્યાન અને સન્માન કરતા ,સમાજમાં વિધ્યમાન તમામ સંપ્રદાય, પ્રાંત, જાતિ, ભાષા, વગેરે વિવિધતાઑ નું સન્માન કરી ને સંવિધાન અને કાયદા ની મર્યાદામાં અભિવ્યક્ત થાય એ આવશ્યક છે.  દુર્ભાગ્યપૂર્ણ રીતે જે લોકો આપણાં દેશમાં આવી બાબતો પર પ્રમાણિક નિષ્ઠા ધરાવતા નથી અથવા આ મૂલ્યોનો વિરોધ કરી રહેલા લોકો પણપોતાને લોકશાહી, બંધારણ, કાયદો, ધર્મનિરપેક્ષતા વગેરેના મૂલ્યોના સૌથી મોટા રક્ષકો ગણાવીને સમાજને ભ્રમિત કરતાં રહ્યા છે.  ૨ November નવેમ્બર, 1949 ના રોજ બંધારણ સભામાં આપેલા ભાષણમાં, શ્રદ્ધેય ડો. બાબાસાહેબ આંબેડકર આવી પદ્ધતિઓને “અરાજકતાનું વ્યાકરણ”(Grammer of Anarchy) કહ્યું છે. સમાજે આવી છદ્મવેશી-ઉપદ્રવીઓ ને ઓળખવા દુર્ઘટના  પડશે અને તેમના કાવતરાઓને નિષ્ફળ બનાવવા પડશે ભ્રમવશ આવા તત્વો નો સાથ આપવા થી બચતા સમાજે શીખવું પડ્શે.

આ પ્રકારનો ભ્રમ સંઘ વિષેન સર્જાય  તે સમજવા સંઘ કેટલાક શબ્દો કેમ વાપરે છે અથવા કયા અર્થમાં કેટલાક લોકપ્રિય શબ્દોનો ઉપયોગ કરે છે એ સમજવું આવશ્યક છે. હિન્દુત્વ એક એવો શબ્દ છે જેનો અર્થ પૂજા સાથે જોડીને  એનો અર્થ સંકુચિત કરી દીધો છે. સંઘની ભાષામાં એનો સંકુચિત અર્થમાં ઉપયોગ થતો નથી. આ શબ્દ આપણા દેશની ઓળખને તેના આધ્યાત્મ આધારીત પરંપરાના શાશ્વત સાતત્ય અને સમસ્ત  મૂલ્ય- સંપદા સાથે વ્યક્ત કરવા માટેનો એક શબ્દ છે. તેથી જ સંઘનું માનવું છે કે ભારતવર્ષ ને પોતાનો માનતા લોકો, જેઓ આપણી સંસ્કૃતિના વૈશ્વિક અને સર્વકાલિક મૂલ્યોનું પાલન કરવા માગે છે, અને યશસ્વી રીતે દેખાઇ આવતી પૂર્વજોની પરંપરાનું ગૌરવ મન માં રાખવા વાળા 130 કરોડ સમાજ બાંધવો ને લાગુ પડે છે. તે થાય છે. આ શબ્દના વિસ્મરણ થી આપણ ને એકાત્મતાના સૂત્ર માં પરોવી ને દેશ અને સમાજ  સાથે બાંધવા બાંધી  રાખતું બંધન ઢીલું  થાય છે. એટલા માટે જ જેઓ આ દેશ અને સમાજને તોડવા માંગે છે, જેઓ આપણને પરસ્પર લડાવા માંગે છે, તેઓ આ શબ્દ જે દરેકને જોડે છે, તેમની તિરસ્કાર  અને ટિપ્પણીનું પહેલું લક્ષ્ય બનાવે છે. એના થી ઓછી વ્યાપ્તિ ધરાવતા શબ્દો કે જે આપણી જુદી જુદી વિશિષ્ટ નાની  ઓળખના નામ છે અને હિન્દૂ આ શબ્દ હેઠળ સંપૂર્ણ રીતે સન્માનીત અને સ્વીકાર્ય છે, સમાજને તોડવા માંગતા લોકો આ વિવિધતાને ભિન્નતા તરીકે પ્રસ્તુત કરવા પર જોર આપે છે. હિન્દુ એ કોઈ પંથ સંપ્રદાયનું નામ નથી, કોઈ પ્રાંતનો પોતાનો વ્યુત્પન્ન શબ્દ નથી, તે કોઈ જાતિની બપોતી નથી, તે કોઈ ભાષાને પુરસ્કૃત કરતો શબ્દ નથી. આ બધી જ વિશિષ્ટ ઓળખ ને કાયમ સ્વીકૃત વ સન્માનીત રાખી ને  ભારત-ભક્તિ તેમજ મનુષ્યતા ના વિશાળ પ્રાંગણ માં બધાને વસાવી , બધાને જોડતો શબ્દ છે. કોઈકને આ શબ્દ પર વાંધો હોઈ શકે.પણ જો આશય સમાન હોય તો અમને અન્ય શબ્દોનો ઉપયોગ કરવા સામે કોઈ વાંધો નથી. પરંતુ આ દેશની એકાત્મતા અને સુરક્ષા ના હિતમાં, હિન્દુ શબ્દને આગ્રહ પૂર્વક અપનાવી, તેના તમામ સ્થાનિક અને વૈશ્વિક,  બધા અર્થ ને કલ્પનામાં સમેટી ને સંઘ ચાલે  છે. જ્યારે સંઘ કહે છે કે ‘હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે’, ત્યારે તેની પાછળ કોઈ રાજકીય કે સત્તા કેન્દ્રિત વિચાર નથી હોતો.  આપણાં રાષ્ટ્ર નું ‘સ્વ’ ત્વ એ  હિન્દુત્વ છે. સમસ્ત રાષ્ટ્ર જીવન ના સામાજિક,સાંસ્ક્રુતિક, એટલા માટે એના સમસ્ત ક્રિયાકલાપો ને દિર્ગદર્શિત કરવા વાળા મૂલ્યો ના તેમજ એમની વ્યક્તિગત, પારિવારિક, વ્યાવસાયિક તેમજ સામાજિક જીવન માં અભિવ્યક્તિ નું, નામ આ હિન્દુ શબ્દ થી નિર્દિષ્ટ થાય છે.   આ શબ્દની ભાવનાની પરિધિ માં  આવવા અને રહેવા  માટે કોઈ ઉપાસના, પ્રાંત, ભાષા વગેરેની વિશેષતા છોડવી નથી પડતી. કેવળ  પોતાનું જ વર્ચસ્વ સ્થાપિત કરવાની ઇચ્છા છોડવી પડે  છે. પોતાના મનમાંથી અલગતાવાદી ભાવનાને સમાપ્ત કરવી પડ છે.વર્ચસ્વવાદી સ્વપ્ન બતાવી ને, કટ્ટર પંથ ના આધાર પર,  અલગાવવાદ ને ભડકાવતાં સ્વાર્થી તેમજ દ્વેષી લોકો થી બચી ને રહેવું પડે છે.  

 ભારત ની વિવિધતા ના મૂળ માં સ્થિત શાશ્વત એકતા ને તોડવાનો ધૃણિત પ્રયાસ આ પ્રકાર, આપણા  કહેવાતા લઘુમતી અને અનુસૂચિત જાતિ, જનજાતિના લોકો ને ખોટા સપના તથા કપોળકલ્પિત  દ્વેષની વાતો કરી ને ચાલી રહ્યો છે. જે લોકો ‘ભારત તેરે ટુકડે હોંગે ‘ એવી ઘોષણાઓ કરવા વાળા આ ષડયંત્રકારી  વર્તુળમાં સામેલ છે, અને તેનું નેતૃત્વ પણ કરે છે. રાજકીય સ્વાર્થ, કટ્ટરતા અને અલગાવ ની ભાવના, ભારત પ્રત્યેની શત્રુતા  અને વૈશ્વિક વર્ચસ્વની મહત્વાકાંક્ષા આ બધાનું  એક વિચિત્ર સંમિશ્રણ ભારતની રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ સમજી ને   ધૈર્યથી કામ કરવું પડશે. ઉશ્કેરણી કરનારાઓ આગળ ના ઝૂકી ને, બંધારણ અને કાયદા નું પાલન કરતાં, અહિંસક રીતે તેમજ બધા ને જોડવાના એકમાત્ર ઉદેશ થી  આપણે બધાએ કાર્યરત રહેવું પડશે. તેમજ નાગરિક અનુશાસન ના દાયરામાં, સદભાવના પૂર્વક વ્યવહાર કરીએ છીએ  ત્યારે જ પરસ્પર વિશ્વાસનું વાતાવરણ બને છે. આવા વાતાવરણમાં, ઠંડા દિમાગ થી સમન્વય  દ્વારા સમસ્યાનો  હલ નીકળે  છે. એના થી વિપરીત આચરણ પરસ્પર અવિશ્વાસ વધારે છે. અવિશ્વાસની દૃષ્ટિ થી , સમસ્યાનું સમાધાન આંખોમાંથી અદૃશ્ય થઈ જાય છે. સમસ્યાનું સ્વરૂપ સમજવું પણ મુશ્કેલ બની જાય છે. ફક્ત પ્રતિક્રિયા, વિરોધ, ભય, અનિયંત્રિત હિંસક આચરણ ને પ્રોત્સાહન મળે છે, અંતર અને વિરોધ વધતા રહે છે.

પરસ્પર વ્યવહારમાં એકબીજા સાથે સંયમિત અને ધૈર્યપૂર્ણ વ્યવહાર  કરીને આપણે વિશ્વાસ અને સુમેળને પ્રોત્સાહન આપી શકીએ છીએ, તેથી દરેકને આપણી મહાન ઓળખની સત્યતાને સ્પષ્ટપણે સ્વીકારવી પડશે. રાજકીય લાભ હાનિ ના દ્રષ્ટિકોણથી વિચારવાની પ્રવૃત્તિ ને દૂર રાખવી પડશે.  ભારતથી અલગ થઈ ને ભારતીય જીવી શકતા નથી. આવા બધા પ્રયોગો પૂર્ણ અયશસ્વી રહ્યા છે, આ દ્રશ્ય આપણી આંખો સામે દેખાઇ રહ્યું  છે. તે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણા પોતાના કલ્યાણની બુદ્ધિ એક ભાવનામાં મળી જવાનો નિર્દેશ આપી રહી છે એ ધ્યાન માં લેવાવું જોઈએ. ભારતની એકતાની ભાવના અને ભારતમાં તમામ વિવિધતા ની સ્વીકૃતિ અને સન્માન ના મૂળમાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ પરંપરા અને હિન્દુ સમાજની સ્વીકાર કરવાની પ્રવૃતિ તેમજ સહિષ્ણુતા છે એ ધ્યાન માં લેવાવું જોઈએ. સંઘના લગભગ પ્રત્યેક વક્તવ્યમાં ‘હિન્દુ’ શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે, તેમ છતાં અહીં ફરી એકવાર તેની ચર્ચા થઈ રહી છે કારણ કે આજકાલ કેટલાક અન્ય સંબંધિત શબ્દો પ્રચલિત  થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, સ્વદેશી શબ્દનો વારંવાર  ઉપયોગ કરવામાં આવે છે.એમાં જે ‘સ્વ’ ત્વ  છે એ જ હિંદુત્વ છે. એમ જ આપણાં રાષ્ટ્ર ના સનાતન સ્વભાવ નો ઉદઘોષ સ્વામી વિવેકાનંદે અમેરિકાની ભૂમિ પર થી એક પરિવાર ના રૂપમાં સમગ્ર વિશ્વને જોતા સર્વ પંથ સમન્વય ની સાથે સ્વીકાર્યતા તેમજ સહિષ્ણુતા ની ઘોષણા ના રૂપમાં કર્યો હતો. મહાકવી શ્રી રવીન્દ્ર નાથ ઠાકુરે આ આધાર પર તેમના સ્વદેશી સમાજમાં ભારતના ઉદયની સ્પષ્ટ રીતે કલ્પના કરી હતી. શ્રી અરવિંદે તેમના ઉત્તરપારાના  ભાષણમાં આ જ જાહેરાત કરી હતી. 1857 પછી, આપણાં દેશના સમસ્ત આત્મમંથન, ચિંતન તથા સમાજ જીવન ના વિવિધ અંગો માં પ્રત્યક્ષ સક્રિયતાનો સંપૂર્ણ અનુભવ આપણાં બંધારણ ની પ્રસ્તાવનામાં ગઠિત કરેલ  છે. એ આપણાં આત્મા ની ઘોષણા કરે છે. આપણાં આત્મા કે સ્વ ના આધાર પર, આપણાં દેશના બૌધિક વિચાર મંથન ની દિશા, એના દ્વારા કરાઇ રહેલ સારાસાર વિવેક, કર્તવ્યકર્તવ્ય વિવેક ના નિષ્કર્ષ નિશ્ચિત થવા જોઈએ॰ આપણાં રાષ્ટ્રીય માનસની આકાંક્ષાઓ, અપેક્ષાઓ અને દિશાઓ એના જ  પ્રકાશમાં સાકાર થવી જોઈએ. આપણાં પુરુષાર્થ ના ભૌતિક જગતમાં કરાઇ રહેલા ઉધમ નું ગંતવ્ય તેમજ  પ્રત્યક્ષ પરિણામો એના અનુરૂપ  હોવા જોઈએ. ત્યારે અને ત્યારે  જ ભારતને સ્વનિર્ભર કહેવાશે. ઉત્પાદનનું સ્થાન, ઉત્પાદનમાં સામેલ હાથ, ઉત્પાદનના વિનિમય થી મળતા આર્થિક ફાયદા અને ઉત્પાદનનો  અધિકાર  આપણા દેશમાં જ રહેવો  જોઈએ. પરંતુ ફક્ત એટલા માટે જ આ કાર્યપદ્ધતિ  સ્વદેશીની નથી  બનતી. વિનોબાજી એ સ્વદેશીને સ્વાવલંબન  અને અહિંસા ગણાવી છે. સ્વ.દત્તોપંત થેંગડી જીએ કહ્યું હતું કે સ્વદેશી ફક્ત સામાન  અને સેવાઓ પૂરતું  મર્યાદિત નથી. તેનો અર્થ એ છે કે રાષ્ટ્રીય આત્મનિર્ભરતા, રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સમાનતાના આધારે આંતરરાષ્ટ્રીય સહયોગની સ્થિતિ પ્રાપ્ત કરવી એ છે. ભવિષ્યમાં, આપણે આત્મનિર્ભર બની શકીએ એટ્લે  આજે સમાનતાની સ્થિતિ અને પોતાની શરતોના આધારે, આંતરરાષ્ટ્રીય વ્યપારિક  વ્યવહારોમાં, જો આપણે કોઈ પણ કંપનીઓને બોલાવવા અથવા અજાણી તકનીકી લાવવાની કોઈ સુવિધા આપીશું, તોનો વાંધો નથી. પરંતુ તે સહમતિનો નિર્ણય હોય છે.

સ્વાવલંબન  એટલે સ્વનું અવલંબન  અભિપ્રેત છે. આપણી દ્રષ્ટિના આધારે આપણે આપણું ગંતવ્ય અને માર્ગ નક્કી કરીએ છીએ. દુનિયા જેની પાછળ પડી નિરર્થક દૌડ લગાવી  રહી છે, આપણે તે જ દોડમાં જોડાઈ ને પ્રથમ નંબર પર આવીએ, તો તેમાં પરાક્રમ  અને વિજયની નિશ્ચિત છે. પરંતુ સ્વ નું ભાન અને સહભાગ  નથી. ઉદાહરણ તરીકે, જો આપણે કૃષિ નીતિ નક્કી કરીએ, તો તે નીતિથી આપણો ખેડૂત પોતાનાં બીજ બનાવવામાં સ્વતંત્ર હોવો જોઈએ. આપણાં ખેડૂત દ્વારા પોતાને આવશ્યક ખાતરો, એન્ટિબાયોટિક્સ અને જંતુનાશકો સ્વયં બનાવી શકે અથવા તેના ગામની આસપાસ મળી શકે એ થવું જોઈએ. પોતાના ઉત્પાદનને સંગ્રહિત કરવાની અને સંસ્કરણ કરવાની કળા અને  સુવિધા તેની નજીક ઉપલબ્ધ હોવી જોઈએ. આપણો કૃષિ નો અનુભવ ઊંડો વ્યાપક અને સૌથી લાંબો છે.  તેથી એમાં કાલસુસંગત અનુભવસિદ્ધ પરંપરાગત જ્ઞાન તેમજ આધુનિક કૃષિવિજ્ઞાન થી દેશ માટે ઉપયુક્ત તેમજ સુપરિક્ષિત અંશ, આપણાં કિસાન ને અવગત કરવવાની ની નીતિ બને. વૈજ્ઞાનિક નિરીક્ષણ તેમજ પ્રયોગો ને પોતાના લાભ ની સુવિધા અનુસાર પરિભાષિત કરતાં કરતાં, નીતિઓ ને પ્રભાવિત કરી ને લાભ કમાવવા ના કોર્પોરેટ જગત ની ચુંગલ માં ના ફસાતા, અથવા બજાર કે મધ્યસ્થો ની જકડ ના જાળ થી અપ્રભાવિત રહી ને , પોતાનું ઉત્પાદન વેચવા ની એમની સ્થિતિ બનવી જોઈએ॰ ત્યારે  આ કૃષિ નીતિ ભારતીય દ્રષ્ટિ એટ્લે સ્વદેશી કૃષિ નીતિ માની શકાશે. આ કામ આજ ની પ્રચલિત કૃષિ તેમજ આર્થિક વ્યવસ્થા માં ત્વરિત થાય એવું સંભવ ના બને એવી સ્થિતિમાં કૃષિ વ્યવસ્થા તેમજ અર્થવ્યવસ્થા ને આ વાતો માટે અનુકૂળતા તરફ લે જાય એવી નીતિ બનવી જોઈએ. ત્યારે એ સ્વદેશી નીતિ કહેવાશે.

અર્થ, કૃષિ, મજૂર, ઉદ્યોગ અને શિક્ષણ નીતિમાં સ્વ ને લાવવાની ઇચ્છા દ્વારા કેટલાક આશાવાદી પગલા લેવામાં આવ્યા છે. વ્યાપક સંવાદના આધારે નવી શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી છે. સમગ્ર શિક્ષણ જગત દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, આપણે પણ સ્વાગત કર્યું છે. Vokal for Local ની સ્વદેશી  સંભાવનાઓ સાથે એક ઉત્તમ શરૂઆત છે. પરંતુ સફળ અમલીકરણ પૂર્ણ થાય ત્યાં સુધી તે બધાનું જીણવટથી ધ્યાન આપવું પડશે. તેથી જ દરેકને આ વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સ્વ તેમજ આત્મતત્વ નો વિચાર  વ્યાપક પરિપ્રેક્ષ્ય માં આત્મસાત કરવો પડશે, તો જ આ દિશામાં ચાલી ને આ યાત્રા યશસ્વી થશે.

આપણા ભારતીય વિચાર માં સંઘર્ષમાં પ્રગતિના તત્વને ધ્યાનમાં લેવામાં આવતું નથી. અન્યાયને રોકવાના અંતિમ સાધન તરીકે સંઘર્ષને માન્યતા આપવામાં આવી છે. વિકાસ અને પ્રગતિ આપણે ત્યાં સમન્વય ના આધારે વિચારવામાં  આવી છે. તેથી દરેક ક્ષેત્ર સ્વતંત્ર અને સ્વાવલંબી  બને છે, પરંતુ આત્મીયતાની લાગણીના આધારે, એક જ રાષ્ટ્ર પુરુષ ના અંગ  રૂપે, એકબીજા પર નિર્ભરતાની વ્યવસ્થા બનાવીને, દરેક નો લાભ, દરેક નું સુખ સાધે છે. આત્મીયતા અને વિશ્વાસની આ લાગણી, નીતિ બનાવતી વખતે, બધા સંબંધિત પક્ષો અને વ્યક્તિઓ સાથેના મંતવ્યના વિનિમય દ્વારા, પરસ્પર વિચારશક્તિ દ્વારા સંમત થાય છે. દરેક સાથે વાતચીત કરવી, પરસ્પર સકારાત્મક મંથન થી સહમતી બને છે. ત્યાં થી જ નીકળે છે. બધા સાથે સંવાદ, એમાં સહમતી, એનું પરિણામ સહયોગ.  આ પ્રક્રિયાને કારણે વિશ્વાસ આપણા આત્મીય જનો માં , સમાજમાં યશ ,શ્રેય  વગેરે પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કહેવાઈ છે.

समानो मंत्रः समितिः समानी  समानं मनः सहचित्तमेषाम् ।

समानं  मंत्रमभिमंत्रये  वः  समानेन वो  हविषा जुहोमि।।

સદભાગ્યે આવો વિશ્વાસ બધાના મન માં બધા વિષયો માટે ઉત્પન્ન કરવાની ક્ષમતા આજ ના રાજનૈતિક નેતૃત્વ પાસે હોવાની આશા તેમજ અપેક્ષા રાખી શકાય એમ છે. સમાજ તેમજ શાસન વચ્ચે પ્રશાસન નું સ્તર પણ પર્યાપ્ત સંવેદનશીલ અને પારદર્શી હોય તો આ કાર્ય વધારે સારી રીતે સંપન્ન થઈ શકે છે. સહમતીના આધારે કરાયેલા નિર્ણય પરીવર્તન વગર જ્યારે લાગુ પડી રહેલા દેખાય છે ત્યારે આ સહમતી અને સમન્વય નું વાતાવરણ વધારે મજબૂત થાય છે. ઘોષિત નીતિઓ ની સાથે સાથે એના ક્રિયાન્વયનમાં પણ તત્પરતા તેમજ પારદર્શિતા રહેવા થી નીતિઓ માં અપેક્ષિત પરીવર્તન ના લાભો ને પૂર્ણ માત્ર માં પામી શકીએ છીએ.

કોરોનાની પરિસ્થિતિએ નીતિકારો સહિત દેશના બધા જ વિચારવંત લોકો નું ધ્યાન આપણા દેશની આર્થિક દ્રષ્ટિમાં ,કૃષિ માં , ઉત્પાદન ને વિકેન્દ્રિત કરી રહેલા નાના તેમજ મધ્યમ ઉદ્યોગ, રોજગાર સર્જન, સ્વરોજગાર, પર્યાવરણ મિત્રતા તેમજ ઉત્પાદન ના બધા જ ક્ષેત્રોમાં ત્વરિત સ્વ નિર્ભર થવાની આવશ્યકતા તરફ આકર્ષિત કર્યું છે. આ ક્ષેત્રોમાં કાર્યરત આપણાં દેશ ના નાના મોટા ઉદ્યમી, ખેડૂત વગેરે બધા જ આ દિશામાં આગળ વધી ને દેશ માટે સફળતા મેળવવા ઉત્સુક છે. મોટા દેશો ની પ્રચંડ આર્થિક શક્તિઓ થી સ્પર્ધા માં શાસને એમને સુરક્ષા કવચ આપવું પડશે. કોરોના ની પરિસ્થિતી ના કારણે છ મહિના ના અંતરાલ પછી ફરી થી ઊભા થવા માટે સહાય અપાઈ રહી છે, સાથે સાથે આ સહાય એમના સુધી પહોચી રહી છે એ પણ સુનિશ્ચિત કરવું પડશે.

આપણા રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ અંગે, આપણે આપણી ભાવ ભૂમિ ના આધારે, આપણા પૃષ્ઠભૂમિમાં આપણા વિકાસપથ રહે નું આલેખન કરવું પડશે. આ પથ નું ગંતવ્ય આપની રાષ્ટ્રીય સંસ્કૃતિ તેમજ આકાંક્ષાઓ ને અનુરૂપ જ હશે. બધાની સહમતી ની પ્રક્રિયા માં સકારાત્મક રૂપ થી આપણે સહભાગી કરાવીએ. અચૂક, તતપરતાપૂર્ણ તેમજ જેવો નિશ્ચય હોય છે બિલકુલ એવી , યોજનાઓ નું  ક્રિયાન્વયન સુનિશ્ચિત કરે. છેવટ ના માણસ સુધી આ વિકાસ પ્રક્રિયા નો લાભ પહોંચે, મધ્યસ્થો તેમજ દલાલો દ્વારા લૂંટ બંધ થઈ જનતા જનાર્દન સીધા વિકાસ પ્રક્રિયા માં સહભાગી તેમજ લાભન્વિત થાય એ દેખશે ત્યારે આપણાં સ્વપ્ન સત્યતા માં ઉતરી શકશે. અન્યથા એ અધૂરા રહી જવાની સંભાવનાઓ છે.

ઉપરોક્ત બધી જ વાતો નું મહત્વ છે. પરંતુ રાષ્ટ્રોત્થાન ની બધી પ્રક્રિયાઓ માં સમાજ નું દાયિત્વ ગુરુત્વ તેમજ મૂલાધાર નું સ્થાન ભોગવે છે. કોરોના ની પ્રતિક્રિયા ના રૂપમાં વિશ્વ માં જાગૃત થયું ‘સ્વ’ નું મહત્વનું , રાષ્ટ્રીયતા નું, સાંસ્ક્રુતિક મૂલ્યો ની મહતા નો, પર્યાવરણ નો વિચાર તેમજ એની પ્રતિકૃતિ ની તત્પરતા , કોરોના ની પરિસ્થિતી ઢીલી પડતાં જ મંદ થઈ ને ફરી થી સમાજ નો વ્યવહાર આ શાશ્વત મહત્વ ની ઉપકારક વાતો ની અવહેલના નો ન બની જાય. એ ત્યારે જ સંભવ બનશે જ્યારે સંપૂર્ણ સમાજ  નિરંતર અભ્યાસપૂર્વક એના આચરણ ને  સાતત્યપૂર્ણ તેમજ ઉતારોતર આગળ વધારનાર બનાવશે. પોતાના નાના નાના આચરણ ની વાતો માં પરીવર્તન લાવવાનો ક્રમ બનાવી ને નિત્ય આ બધા વિષયો  પ્રબોધન નો ઉપક્રમ ચલાવી ને આ પરીવર્તન ને કાયમ રાખી ને આગળ વધી શકીશું. પ્રત્યેક કુટુંબ એનું એકમ બની શકે છે.સપ્તાહ માં એકવાર આપણે બધા મળી ને પોતાના કુટુંબ માં એકવાર શ્રદ્ધા અનુસાર ભજન તેમજ ઈચ્છા અનુસાર આનંદપૂર્વક ઘરમાં બનેલું ભોજન કર્યા પછી બે ત્રણ કલાક ગપશપ માટે બેસી ને આવા વિષયો ની ચર્ચા કરતાં એ ચર્ચા ના પ્રકાશમાં આખા પરિવાર ના આચરણ માં નાનો સંકલ્પ લઈ ને, આગળ ના સપ્તાહ ની ગપશાપ સુધી પરિવાર ના બધાજ સભ્યો એ સંકલ્પ ને આચરણ માં મૂકવાનું કાર્ય સતત કરી શકે છે. કેમ કે વિષય કે વસ્તુ નવી હોય કે જૂની એનું નવાપણું કે પુરાતનત્વ એની ઉપયુક્તતા સિદ્ધ નથી કરતું. દરેક વાતની પરીક્ષા કરી ને એની ઉપયુક્તતા તેમજ આવશ્યકતા ને સમજવું જોઈએ. એવો ઉપાય આપણે ત્યાં બતાવેલો છે.

“संत: परिक्ष्यान्यतरद भजन्ते मूढ़: परप्रत्येयनेय बुद्धि:”

પરિવારમાં અનૌપચારિક ચર્ચા માં વિષય વસ્તુ ના બધા જ પાસાઓ નું જ્ઞાન, સારાસાર વિવેક થી એની  વાસ્તવિક આવશ્યકતા નું જ્ઞાન તેમજ એને અપનાવવાનું અથવા છોડી દેવા નું મન બને છે, ત્યારે પરીવર્તન સમજી વિચારી ને તેમજ સ્વેચ્છા થી સ્વીકાર થવાને કારણ શાશ્વત થઈ જાય છે.પ્રારંભ માં આપણે આપણાં ઘર રખરખાવ, સાજ સજ્જા, પોતાના કુટુંબ ની ગૌરવ પરંપરા, પોતાના કુટુંબના કાળ સુસંગત રીતિ રિવાજ, કુલરીતિ ની ચર્ચા કરી શકીએ છીએ. પર્યાવરણનો વિષય  સર્વસ્વીકૃત તેમજ સુપરિચિત હોવાથી ઘરમાં પાણી બચાવી ને એનો ઉપયોગ, પ્લાસ્ટિક નો પૂર્ણ ત્યાગ તેમજ ઘર આંગણે, ગમલાઓમાં હરિયાળી, ફળ ફૂલ અને શાકભાજી થી આગળ વધી ને વૃક્ષારોપણ નો ઉપક્રમ કાર્યક્રમ થી ક્રુતિ ની ચર્ચા પણ સહજ તેમજ પ્રેરક બની શકે છે. આપણે બધા રોજ સ્વયંના માટે તેમજ કુટુંબ ના માટે સમય તેમજ આવશ્યકતાઅનુસાર ધન નો ખર્ચ કરી ને કઈ ને કઈ ઉપયુક્ત કાર્ય કરીએ છીએ. રોજ સમાજ માટે કેટલો સમય તેમજ કેટલો ખર્ચ એની ચર્ચા ઉપરાંત ક્રુતિ ના પ્રારંભ નો વિષય છે. સમાજ ના બધી જ ભાષા પ્રાંત વર્ગ માં આપણાં મિત્રો વ્યક્તિ કે મિત્ર કુટુંબ છે કે નહીં ? આપણાં તેમજ એમના સહજ રીતે આવવા જવાના , સાથે ઉઠવા બેસવા ના, ખાવા પીવા ના સંબંધ છે કે નહીં. આ સામાજિક સમરસતાની દ્રષ્ટિ થી બહુ મહત્વપૂર્ણ આત્મચિંતન કુટુંબમાં થઈ શકે. આ બધા જ વિષયો માં સમાજમાં ચાલવા વાળે કાર્યક્રમ, ઉપક્રમ તેમજ પ્રયાસો માં આપણાં કુટુંબ નું યોગદાન આપણી સજગતા તેમજ આગ્રહ નો વિષય હોય શકે છે. પ્રત્યક્ષ સેવાના કાર્યક્રમ, ઉપક્રમો માં – જેમ કે રક્તદાન, નેત્ર દાન વગેરે – સહભાગી  થવું અથવા સમાજ નું મન આ કાર્યો માટે અનુકૂળ બનવું એવી વાતો માં પોતાના કુટુંબ નું યોગદાન આપી શકીએ છીએ.

આવા નાના નાના ઉપક્રમો દ્વારા વ્યક્તિગત જીવન માં સદભાવ, સુચિતા, સંયમ, અનુશાસન સહિત મુલ્યાધારિત આચરણ નો  વિકાસ કરી શકીએ છીએ. એના પરિણામ સ્વરૂપ આપણો સામૂહિક વ્યવહાર પણ નાગરિક અનુશાસન નું પાલન કરતાં કરતાં પરસ્પર સોહાર્દ વધારતો વ્યવહાર બની જાય છે. પ્રબોધન દ્વારા સમાજ ના સામાન્ય ઘટકોનું મન પોતાની અંતરહિન એકાત્મતાનો આધાર સ્વરૂપ હિંદુત્વ ને બનાવી ને ચાલીએ, તેમજ દેશ માટે પુરુષાર્થ માં પોતાના રાષ્ટ્રીય સ્વરૂપ નું આત્મભાન, બધા સમાજ ઘટકો ની આત્મીયતાવશ પરસ્પર નિર્ભરતા , આપણી સામૂહિક શક્તિ બધુ જ કરી શકે છે, આ આત્મ વિશ્વાસ તથા આપણાં મૂલ્યો ના આધાર પર વિકાસ યાત્રા ના ગંતવ્ય ની સ્પષ્ટ કલ્પના જાગૃત રહે તો નજીકના ભવિષ્યમાં જ ભારત વર્ષ ને સમગ્ર દુનિયા ની સુખ શાંતિ ના યુગાનુકૂળ માર્ગ પ્રશસ્ત કરી ને , બંધુભાવ ના આધારે મનુષ્ય માત્ર ને વાસ્તવિક સ્વતંત્રતા તેમજ સમાનતા પ્રદાન કરી શકવા વાળું ભારતવર્ષ આ સંદર્ભે ઊભું થતું આપણે જોઈ શકીશું.

આવા વ્યક્તિઓ તેમજ કુટુંબો ના આચરણ થી સંપૂર્ણ સમાજ માં બંધુતા , પુરુષાર્થ તથા ન્યાયનીતિપૂર્ણ વ્યવહાર નું વાતાવરણ ચારે દિશામાં ઊભું કરવું પડશે. આ પ્રત્યક્ષ ઉતારવા વાળા કાર્યકર્તાઓ નો દેશવ્યાપી સમૂહ ઉભો કરવા માટે જ 1925 થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્ય કરી રહ્યું છે. આ પ્રકારની સંગઠિત સ્થિતિ જ સમાજ ની સહજ સ્વાભાવિક સ્વસ્થ અવસ્થા છે. શતકો થી આક્રમણગ્રસ્તતા ના અંધકાર થી મુક્ત બની, આપણાં આ સ્વતંત્ર રાષ્ટ્ર ના નવોદય ની પૂર્વ શરત સમાજ ની સંગઠિત અવસ્થા છે. એ ને ઊભું કરવા માટે આપણાં રાષ્ટ્રપુરુષો એ પ્રયત્ન કર્યાં. સ્વતંત્રતા પછી આ ગંતવ્ય ને ધ્યાન માં રાખી યુગાનુકુળ ભાષા માં પરિભાષિત કરી વ્યાવહારિક નિયમ બતાવનારું સંવિધાન આપણને મળ્યું છે. એને યશસ્વી કરવા માટે સમગ્ર સમાજ માં સ્પષ્ટ દ્રષ્ટિ, પરસ્પર સમરસતા, એકાત્મતાની ભાવના તથા દેશ હિત સર્વોપરી માનીને કરાઇ રહેલ વ્યવહાર સંઘ કાર્ય થી જ ઊભો કરવો પડશે. આ પવિત્ર કાર્યમે પ્રમાણિક્તા થી નિસ્વાર્થ બુદ્ધિ થી તેમજ તન મન ધનપૂર્વક દેશભરમાં લક્ષાવધી સ્વયંસેવક લાગ્યા છે. આપે પણ એમના સહયોગી કાર્યકર્તા બની ને દેશના નવોત્થાન ના આ અભિયાન ના રથ માં હાથ લગાવવાનું આવહન કરતાં હું મારા શબ્દો ને વિરામ આપું છું. 

“प्रश्न बहुत से उत्तर एक कदम मिलाकर बढ़े अनेक।

वैभव के उत्तुंग शिखर पर सभी दिशा से चढ़े अनेक।।”

।। भारत माता की जय।

 

Saptrang ShortFest - All Info