ચીનનો પડકાર અને આપણો પ્રત્યુત્તર – પ્રજ્ઞા સિંહ

ચીની વસ્તુઓનું બહિષ્કાર કરવાનું અભિયાન દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યું છે. કોરોનાની મહામારીને કારણે વિશ્વના દેશોનો ચીન પ્રતિ જોવાની દૃષ્ટિ  પણ  બદલાઈ રહી  છે. ભારત પણ સમજી રહ્યું છે કે હિન્દી-ચીની ભાઈ – ભાઈ હવે ના થઈ શકે. હવે પ્રશ્ન તે ઊભો થાય કે ચીની સામાનના બહિષ્કાર માટે આપણી તૈયારી પૂરી છે ? શું આપણે આ ચુનોતીને સામે લડવા તૈયાર છીએ ? ભારત ચીનથી વધારે સમાન ખરીદે છે અને, તેને વેચે છે ઓછું. ચીનની જોડે આપણે વેપારનું  નુકશાન સૌથી વધારે છે. આ વેપારના નુકશાનને શૂન્ય પર લાવવું જરૂરી અને એક માત્ર લક્ષ્ય હોવું જોઈએ.

વિશ્વ વેપારની શરતોના કારણે ભારત ચીન પર પ્રતિબંધ ના લગાવી શકે, પરંતુ ચીની વસ્તુઓના બહિષ્કાર દ્વારા આપણે તો વેપાર ઓછો કરી શકીએ અને ચીનને મોટી આર્થિક ફટકો   પહોંચાડવા માટે  આપણે નિકાસ વધારવી પડે તેના માટે એક લાંબા સમયની રણનીતિ બનાવવી પડે. આત્મનિર્ભર – “લોકલ ફોર વોકલ” નો નારો જમીન પર ઉતારવો રહ્યો.  જોકે, આત્મનિર્ભર ભારત બનાવવાની શરૂઆત પહેલાં થઈ ચૂકી છે, પણ વપરાશ કરવા વાળા લોકોને વધારે જાગૃત બનાવવા માટે e-કોમર્સ નીતિની સાથે ઉત્પાદનની ગુણવત્તાની  સાથે સાથે તેના ઉત્પાદનની જરૂરી બધી જાણકારી વપરાશકર્તા ને કરાવવી જોઇએ. આ પણ આવશ્યક છે કે સરકાર ઔદ્યોગિક વસાહતનું વાતાવરણ વિકસિત કરે આ એ ઉદ્યોગોને સહકાર આપે જેથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન તેને કારણે વધે. મેડ ઈન ઈન્ડિયાના સમાનની ગુણવત્તામાં સુધારો જરૂરી છે. ભારત સરકારનો કૌશલ્ય વિકાસનો કાર્યક્રમ પ્રભાવશાળી બનાવવો જરૂરી છે જો, આ કાર્યક્રમને ઉદ્યોગો અને મોટી કંપનીઓની  સાથે  જોડી દેવામાં આવે તો તે એક સફળ પ્રયાસ બની શકે છે. ભારતમાં નાના ઉદ્યોગો નાના જ રહી જાય છે. કારણ તેઓ ને જરૂરી માહોલ અને પ્રોત્સાહન નથી મળતું. તેમને સ્ટાર્ટઅપ સાથે જોડીને એક નવી દિશા આપી શકાય છે. આ બધા મુદ્દાઓને અમલમાં લાવી શકાય તો  નિશ્ચિત રૂપથી  ભારતની અર્થ વ્યવસ્થા પાટા ઉપર આવવા સક્ષમ બની શકે.

ચીની વસ્તુઓના બહિષ્કારનું આંદોલન ધીરે ધીરે રંગ પકડતું જાય છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અનુસાર વેપારીઓએ 3000 જેવી વસ્તુઓની લિસ્ટ બનાવી છે. જેનો મોટાભાગનો હિસ્સો ચીનથી આયાત કરવો પડે છે. પણ, જેનો વિકલ્પ ભારતમાં મોજુદ છે અથવા તૈયાર થઈ શકે તેમ છે. વેપારીઓએ ચીનથી આવતી આયાતી માલ નો બહિષ્કાર કરવાનું બુધવારથી એક અભિયાન શરૂ કર્યું છે. જેનાથી ચીનને એક લાખ કરોડ રૂપિયાનો ઝટકો લાગશે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સને જે વસ્તુઓની સૂચિ બનાવી છે. તેમાં, મુખ્યતઃ ઇલેક્ટ્રોનિક સમાન, એફ.એમ.સી.જી ઉત્પાદન, રમકડાં, ગિફ્ટ આઈટમ, કન્ફેકશનરી ઉત્પાદન, કપડાં, ઘડિયાળ અને કેટલીયે જાતના પ્લાસ્ટિક ઉત્પાદન સામેલ છે. તે જોવાનું રહેશે કે વર્ષ 2019-20 માં ભારત અને ચીનની વચ્ચે 81.6 અરબ ડોલરનો થયો હતો, જેમાંથી ચીનથી આયાત થયેલો 65.26 અરબ ડોલર માલ હતો.

ભારતમાં ચાઇનીસ એપને  રોક લગાવ્યા પછી e- કોમર્સની કંપનીઓના નિયમ પણ સખત કરવામાં આવ્યા છે. અગર કોઈ સામાનના બારામાં વેબસાઈટ પર કોઈ જાણકારી કયા દેશથી તે આવે છે તે જો ના લખ્યું હોય તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને, તેના કારણે તે વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે તથા તે સામાન ના ઉત્પાદક, વિક્રેતા, માર્કેટિંગ કંપનીથી જોડાયેલ લોકો પણ આવીજ સજાના ભાગીદાર ગણાશે. સરકારે બધીજ e- કોમર્સ કંપનીઓને આદેશ કર્યો છે કે તેઓ તેમના ઉત્પાદન પર તે ઉલ્લેખ કરે કે તેઓનો કન્ટ્રી ઓફ ઓરિજન શું છે. જેથી કરી ગ્રાહકોને દેશી માલ અપનાવવા અને આયાતી માલનો બહિષ્કાર કરવામાં સરળતા પડે. BSNLની સિવાય એક બીજી સરકારી કંપનીએ ચીન ને મોટો ફટકો આપ્યો છે. ભારતીય રેલવે ના દ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડએ ચીનની સાથે કરેલો કોન્ટ્રાક્ટ રદ કરવાનો ફેસલો કર્યો છે. બધા જ હાઇવે પ્રોજેક્ટ્સમાં ભારત ચીનને સંયુક્ત સાહસોમાંની ભાગીદારીમાં કામ નહિ કરવા દેવામાં આવે.


આ બહિષ્કાર અને આંતરાષ્ટ્રીય દબાવને કારણે ચીન વૈશ્વિક પટલ પર એકલું પડી રહ્યું  છે. ભારત વિરોધી માનસિકતાવાળા લોકોની અપીલોમાં આવ્યા વગર આપણે યથાસંભવ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવો રહ્યો, બાકી આપણા કામદાર, વણકર, શિલ્પકાર અને કુટીર ઉદ્યોગોને નવી શક્તિ મળી શકે સ્વભાવિક રીતે ચીની સમાનનો બહિષ્કાર કરવાવાળા લોકો આજે બજારમા ભારતીય સામાનની માંગ કરી રહ્યા છે એટલે, જ્યારે ભારતીય સામાનની માંગ  વધશે ત્યારે આપણા કુટીર ઉદ્યોગ મજબૂત થશે. ચીની સમાનના બહિષ્કારના અભિયાનથી 2 મોટા ફાયદા છે એક તો ચીનને સબક મળશે અને બીજો ભારતના કુટીર ઉદ્યોગને તાકાત મળશે. નાના કારોબારથી જોડાયેલા લોકોની સ્થિતિ સારી થશે.ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થશે ભારતમાં રોજગાર વધશે.એટલે જ આવો આપણે સાથે જ ચીની સામાનના બહિષ્કારનો આપણે હિસ્સો બનીએ.

લેખિકા દિલ્હી વિશ્વિધાલય ના એમ ફીલ કરતા શોધ કર્તા છે.

Periodicals