ભારતમાં ‘વિશ્વ મૂળ નિવાસી દિવસનું ‘ શું ઔચિત્ય છે …? – પ્રશાંત પોલ

આવતીકાલે ‘વિશ્વ મૂળ નિવાસી દિવસ ‘ છે. ૧૯૯૪ માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી.  Working Group on Indigenous People ની પ્રથમ બેઠક ૯ ઓગસ્ટ ૧૯૮૨ માં મળી હતી. આથી ‘વિશ્વ મૂળ નિવાસી દિવસ’ ૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.


આની પાછળ સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા ખૂબ સ્પષ્ટ છે. તેમના કહેવા મુજબ, ૪૭.૬ કરોડ મૂળ નિવાસી વિશ્વના ૯૦ જેટલા દેશોમાં રહે છે, જે વિશ્વની ૬% વસ્તી સમાન છે. પરંતુ સ્વદેશી લોકોની સંખ્યા વિશ્વભરના ગરીબોના ૧૫% છે. આવા વતનીઓના અધિકારોની સુરક્ષા માટે, તેમના જીવનધોરણને વધારવા માટે, સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની ઉજવણી કરે છે.
સવાલ એ છે કે મૂળ નિવાસી કોણ છે? આપણે બધા જાણીએ છીએ કે ૧૪૯૨ માં, કોલંબસ ભારત જવાના પ્રયાસમાં અમેરિકા પહોંચ્યો હતો. પહોંચ્યા પછી તેણે વિચાર્યું, આ ભારત છે. તેથી, ત્યાં પહેલાથી રહેતા લોકોનું નામ ‘ ઇન્ડિયન’ રાખવામાં આવ્યું હતું. પાછળથી, કોલમ્બસની ગેરસમજ દૂર થઈ અને તેને ખબર પડી કે તે ભારત નથી. પરંતુ ત્યાંના મૂળ રહેવાસીઓને ‘ ઇન્ડિયન ‘ નામ અપાયું, તેવું જ ચાલુ રહ્યું. પહેલાં તેઓ ‘રેડ ઇન્ડિયન’ કહેવાતા. આજે તેને ‘અમેરિકન ઇન્ડિયન’ (અથવા મૂળ અમેરિકનો) કહેવામાં આવે છે.


આ છે મૂળ નિવાસી.
૧૪૯૨ માં, જ્યારે યુરોપિયનો પ્રથમ વખત કોલમ્બસ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાંના મૂળ વતની લોકો, એટલે કે અમેરિકન ઇન્ડિયનની સંખ્યા  હેનરી એફ ડોબીનસના (Henry F Dobyns ) કહેવા મુજબ ૧ કરોડ ૮૦લાખ હતી, વસ્તી વૃદ્ધિના ગુણોત્તર અનુસાર, આજે આ સંખ્યા આશરે ૧૫ કરોડ હોવી જોઈએ. પરંતુ છેલ્લા ચારસો / પાંચસો વર્ષમાં, અમેરિકા સ્થાયી થવા આવેલા અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરે યુરોપિયનોએ તેમના મૂળ વતની, તેમના વંશ પર ભારે અત્યાચારો કર્યા. ઘણા ફેલાતા રોગો આ લોકો વચ્ચે લાવવામાં આવ્યા હતા, જેના કારણે આ અમેરિકન ઇન્ડિયન્સની મોટી સંખ્યામાં મોત નીપજ્યાં હતાં. આ બધાને કારણે, ૨૦૧૦ ની અમેરિકા ની ગણતરી મુજબ, આ મૂળ રહેવાસીઓની સંખ્યા ૫૫ લાખ છે, જે અમેરિકા ની વસ્તીના માત્ર ૧.૬૭ % છે.અને આ છે અમેરિકાના મૂળ નિવાસી.


ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ વર્ષ ૧૭૭૦ માં જેમ્સ કૂક બ્રિટિશ આર્મીના લેફ્ટનન્ટ પહોંચ્યો હતો. તે સમયે બ્રિટીશ સરકાર તેના કેદીઓને રાખવા માટે એક મોટા ટાપુની શોધ કરી રહી હતી. જેમ્સ કૂક અને તેના સાથી જોસેફ બેંક્સના કહેવા પર, બ્રિટીશ સરકારે આ કાર્ય માટે ઓસ્ટ્રેલિયા ટાપુ નક્કી કર્યું. ૧૩ મે ૧૭૮૭ ના રોજ, ૧૧ વહાણોથી ભરેલા , દોઢ હજારથી વધુ બ્રિટીશ ટાપુ પર પહોંચ્યા, ત્યાં ૭૩૭ કેદીઓ હતા. આ ઓસ્ટ્રેલિયામાં વસાહતવાદની શરૂઆત હતી.
તે સમયે ઓસ્ટ્રેલિયામાં જે મૂળ વતનીઓ હતા તે બે મોટા જૂથોમાં હતા. તેમના નામ પણ આ બ્રિટિશરોએ રાખ્યા હતા. તેઓ હતા – ટોરેસ સ્ટ્રેટ ઈસલૅન્ડર્સ અને એબોરિજિનલ. સાથે મળીને, તે દિવસોમાં તેઓની કુલ સંખ્યા ૧૦ લાખ કરતા વધુ હતી. વસ્તી વૃદ્ધિના પ્રમાણ અનુસાર, આજે તે ૬૦ લાખ થી વધુ હોવું જોઈએ. પરંતુ ૨૦૧૬ ની વસ્તી ગણતરી પ્રમાણે તે માત્ર ૭ લાખ ૯૦ હજાર છે, જે ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના ૩.૩ ટકા છે.


ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓની સંખ્યામાં આટલો ઘટાડો કેવી રીતે થયો..? અમેરિકામાં પણ આવું જ બન્યું. આ મૂળ નિવાસીઓની બર્બરતાથી  નરસંહાર કરવામાં આવ્યો અને બહારના દેશોના ઘણા રોગોના કારણે આ મૂળ નિવાસીઓની સ્વાભાવિક દેખાતી મૃત્યુ.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોના મૂળ નિવાસીયો ખૂબ જ નબળી સ્થિતિમાં હતા. આ યુરોપિયનોએ તેમને ક્યાંયના પણ છોડ્યા ન હતા. અમેરિકાએ તેને ‘નાગરિક’ બનાવવાનો નિર્ણય કર્યો. પ્રથમ રાષ્ટ્રપતિ, જ્યોર્જ વોશિંગ્ટનના સમયથી આ મૂળ નિવાસીઓ, એટલે કે ‘અમેરિકન ભારતીય’ ને દબાણ કરી સિવિલિયન બનાવવાની નીતિ આજ સુધી ચાલુ છે. આ બધા મૂળ રહેવાસીઓ ને અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો દ્વારા મૂળથી છુટા પાડવામાં આવ્યા છે. તેઓ ક્યાંયના રહ્યા નથી નથી. ઘણા મૂળ અમેરિકનો આજે ગરીબીની રેખામાં આવે છે.
તે આવા વંચિત અને ઉપેક્ષિત લોકો માટે છે, ‘મૂળ નિવાસી દિવસ’!
આ દિવસનું ભારતમાં શું ઔચિત્ય છે …? . આમાં અહીં આપણે બધા મૂળ વતની છીએ. હા, મુસ્લિમ આક્રમણકારો ચોક્કસપણે બહારથી આવ્યા હતા. ઇરાન (પર્સિયા), ઘણા દેશોના ઇરાક, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, કિર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાન… .. વગેરે. જો આપણે સંયુક્ત રાષ્ટ્રની વ્યાખ્યા અનુસાર જઈએ, તો આ મુસ્લિમ આક્રમણકારો સિવાય, બધા ભારતના જ વતની છે.
બ્રિટિશરો પણ બહારથી આવ્યા હતા. પરંતુ 1947 માં આઝાદી મળ્યા પછી તેમણે ભારત છોડી દીધું.


તો પછી ભારતમાં આ ‘મૂળ નિવાસી દિવસ’ માટે વધારે ઉચિત / યોગ્ય ન હોવું જોઈએ. વિશ્વની અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના મૂળ રહેવાસીઓના હકો માટે આપણી મર્યાદિત ભૂમિકા, સહાનુભૂતિ અને ટેકો હોવો જોઈએ.
પરંતુ આજકાલ આપણા દેશમાં પણ આ દિવસની ઉજવણીનો વલણ શરૂ થયો છે. ઘણા રાજ્યો તેને ‘આદિજાતિ દિવસ’ તરીકે ઉજવે છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો ૯ ઓગસ્ટે સ્વૈચ્છિક રજા જાહેર કરે છે.
આ બધું  કેવી રીતે થયું …?
આનો જવાબ છે, ડાબેરીઓની વ્યૂહરચનાને કારણે.
હવે આમાં ડાબેરીઓ ક્યાંથી આવ્યા?

ડાબેરીઓની મૂળ વિચારસરણી સમાજમાં વર્ગ સંઘર્ષ ઉભી કરવાની છે. સ્થાપિત વ્યવસ્થા સામે સંઘર્ષ પેદા/ ઉભા કરવા. આ સંઘર્ષ અંધાધૂંધી / અરાજક તરફ દોરી જશે અને અરાજકતામાં જ ક્રાંતિના બીજ છે. તેથી, આમાંથી, શ્રમજીવી ક્રાંતિ થશે ! એટલે કે વર્ગના સંઘર્ષ માટે ‘મૂળ નિવાસી દિવસ’ એક સારું સાધન છે. ડાબેરી ચિંતકોએ તેનો સંપૂર્ણ લાભ લીધો.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘મૂળ નિવાસી દિવસ’ ની ઘોષણા કર્યા પછી, આ ચર્ચા આપણા દેશમાં થઈ, ‘આદિવાસીઓ આ દેશના અસલ (મૂળ) નાગરિકો છે, અને બાકીના બધા બહારથી આવ્યા છે’. ‘આર્ય બહારથી આવ્યો’ એ સિદ્ધાંત પહેલેથી રજૂ થઈ હતી, જે સ્કૂલોમાં પણ શીખવવામાં આવતી હતી. અંગ્રેજોએ આ સિદ્ધાંત બનાવ્યો. તેણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ વગેરે દેશોમાં જઈને, ત્યાંના વતનીઓને ભગાડી/ કાઢી ને અથવા મારીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. તેથી, ‘ભારતમાં પણ, બધા બહારથી આવ્યા છે, તેથી બ્રિટીશ લોકોના આગમનથી કોઈ ફરક પડતો નથી’ આ તે સિદ્ધાંતનો આધાર હતો.


પરંતુ આઝાદી મળ્યા પછી પણ આપણા દેશનું દુર્ભાગ્ય હતું કે આપણા ડાબેરી વિચારકો દ્વારા આ પ્રકારની ચર્ચા કરવી. નવ વર્ષ પહેલાં, એટલે કે, 12 જાન્યુઆરી, 2011 ના રોજ, ‘ધ હિન્દુ’ અંગ્રેજી અખબાર, માં એક લેખ આવ્યો હતો.  “India, largely a country of immigrants’.  તેમાં કહેવામાં આવ્યું છે કે, “જો ઉત્તર અમેરિકા મુખ્યત્વે નવા સ્થાનાંતરિતો થી બનેલું છે, તો ભારત મોટા ભાગે જૂના વસાહતીઓનો દેશ છે. આમાં ભાર મૂકવામાં આવ્યો છે કે આ દેશના વતનીઓ ફક્ત આદિવાસી છે, જે 8% છે. અન્ય તમામ 92% બહારથી છે. આ તથ્યો એ દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે ભારતમાં રહેતા લગભગ 92 ટકા લોકો બહાર ના સ્થાનાંતરિતોના વંશજ છે.” These facts lend support to the view that about 92 per cent of the people living in India are descendants of immigrants.“
આનો આધાર શું છે…?


આ લેખ માટે બ્રિટિશરો દ્વારા લખાયેલ ધ કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (વોલ્યુમ ૧) The Cambridge History of India (Volume 1) નો સંદર્ભ આપવામાં આવ્યો છે.
આનાથી મોટો વ્યંગ્ય શું હોઈ શકે…? છેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા લેખો માધ્યમમાં આવ્યા છે. આ ચર્ચા ‘આર્ય બહાર થી આવ્યા’ હવે ખોટી સાબિત થઈ છે. તે તમામ તથ્યો, પુરાવા અને ડી.એન.એ. પરીક્ષણથી સાબિત થયું છે કે આપણે બધા ભારત દેશના છીએ. તેનાથી વિપરિત,  OIT  (આઉટ ઓફ ઇન્ડિયા થિયરી) ની માન્યતા વધી રહી છે. આ સિદ્ધાંત મુજબ, ભારત જેવા સમૃદ્ધ દેશમાંથી, કેટલાક સમુદાયો ભારતની બહાર સ્થળાંતર થયા છે. કેલ્ટિક સમુદાયો, યેઝિદી સમુદાયો આનાં ઉદાહરણો છે. કોનરાડ ઇસ્ટ જેવા વિચારકોએ તેને આગળ વધાર્યું છે.


સંયુક્ત રાષ્ટ્ર, લગભગ પાંચસોથી એક હજાર વર્ષમાં, તે દેશોના વતનીઓને ‘મૂળ રહેવાસીઓ’ નો દરજ્જો આપી રહ્યો છે જેમાં વિદેશી લોકોએ સત્તા અને શાસન મેળવ્યું છે. પરંતુ આપણા દેશમાં, વેદો / ઉપનિષદો / પુરાણો ઘણા હજાર વર્ષ પહેલાંના છે. બધા ઉદાહરણો, બધા પુરાવા, બધા તથ્યો આપણને ઓછામાં ઓછા સાત / આઠ હજાર વર્ષના ઇતિહાસ તરફ દોરી જાય છે. એટલે કે, મુસ્લિમ આક્રમણકારોનો અપવાદ છોડીને, આપણે બધા મૂળ વતની છીએ.
અને જેને ‘આદિવાસી’ કહેવામાં આવે છે તે ‘આદિમ યુગ’ માં જીવતા આદિવાસી નથી. જોકે જંગલોમાં, વનો માં, ગામડાઓમાં રહેવાવાળા ‘વનવાસી’ છે. આ એક ખૂબ જ અદ્યતન અને બુદ્ધિશાળી સમાજ છે. તેમનું જળ વ્યવસ્થાપન, તેમનું સામાજિક જીવન, પર્યાવરણ સાથે તેમનું જીવન…. બધા આશ્ચર્યજનક છે. લગભગ પાંચસો વર્ષ પહેલાં, ગોંડવાનાના અમારા વનવાસી, રાણી દુર્ગાવતી બંદૂક ચલાવવાની નિષ્ણાત હતી. આવા સમાજને વંચિત અને શોષિત કેવી રીતે કહી શકાય ? તેથી, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે મૂળ રહેવાસીઓના કિસ્સામાં અમારી સરખામણી કરવી ખોટી અને અન્યાયી છે.


એક મોટા કાવતરા હેઠળ, ભારતમાં ‘મૂળ નિવાસી દિવસ’ ને ‘આદિવાસી દિવસ’ બનાવવામાં આવ્યો છે. આ એક એવું કૃત્ય છે જે દેશની એકતાને તોડે છે. તેને સંપૂર્ણ તાકાતથી બંધ કરવું જોઈએ. આપણે બધા ભારતના જ વતની મૂળ નિવાસી છીએ, આ સત્ય છે અને આ ભાવના હોવી જોઈએ ..!

Saptrang ShortFest - All Info