મહિલામાં અનંત ઉર્જા છે, આવશ્યકતા છે તેને સમાજ કાર્યમાં લગાવવાની – આરતીબેન ઓઝા

25-12-2023

સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા“નારાયણી સંગમ”- મહિલા સંમેલનનું આયોજન આજે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ ખાતે કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધ્યક્ષ ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યા તથા વિચારતી વિમુક્ત જાતિ માટે કામ કરતી સંસ્થાના મિત્તલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ગણેશ વંદના, યોગ નિદર્શન અને તલવાર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યા.

આ અવસરે અમદાવાદના મેયર માનનીય શ્રીમતી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા. ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો, સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન મંથન કરવામાં આવ્યું.

આ નારાયણી સંગમમાં ત્રણ સત્રો દરમિયાન ઉદ્ઘાટન, ચર્ચા સત્ર અને સમાપન સત્રનું આયોજન થયું જેમાં નારીને લગતા પ્રશ્નો, તેનું સમાધાન અને દરેક નારીએ કરવા જેવા કાર્યોની ઉપર ગહન ચિંતન કરવામાં આવ્યું આ અવસરે આરતીબેન ઓઝાએ કહ્યું કે આજની નારી એ સ્વાભિમાનથી છલકાયેલી છે અને તે સમાજને નેતૃત્વ આપવા યોગ્ય બને તે માટે કમર કસે તેવો પ્રયાસ કરવો જોઈએ. મહિલામાં અનંત ઉર્જા છે, આવશ્યકતા છે તેને સમાજકાર્યમાં લગાવવાની અને યોગ્ય દિશા આપવાની.

Saptrang ShortFest - All Info