દિલ્હી સ્થિતિ વિવિધ સમાજ સેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ , સેવા ભારતી વગેરે સંસ્થાઓ ના બનેલા સંયુક્ત મંચ “કોવીડ રિસ્પોન્સ ટીમ” અંતર્ગત ૧૧ મે થી શરુ થયેલ “ પોઝીટીવીટી અનલીમીટેડ” ( Positivity Unlimited) લેકચર સીરીઝના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક શ્રી મોહનજી ભાગવત વર્તમાન સંક્ટ પર આજે બોલી રહ્યા હતા.
મોહનજી એ કહ્યું કે પરિવાર ને પ્રશિક્ષિત કરવાનો આ સમય છે, માસ્ક પહેરવો, પર્યાપ્ત શારીરિક અંતર જાળવવું સેનીટાઈઝર નો ઉપયોગ , સ્વચ્છતા જાળવવી. પોષ્ટિક આહાર લેવો. આ બધી વાતો ખબર છે પરંતુ આ વાતો થી સાવધાની રાખવી આવશ્યક છે. સાવધાની હટી કે દુર્ઘટના ઘટી.
મોહનજી ભાગવતે સંધ સ્થાપક ડૉ કેશવ બલીરામ હેડગેવાર ને યાદ કરતા કહ્યું કે ડૉ હેડગેવારે એમની કિશોર અવસ્થા માં પ્લેગ ની મહામારી માં લોકો ની સેવા કરતા કરતા એમના માતા પિતા બંને સ્વર્ગવાસ પામ્યા એ વખતે પુરતી દવાઓ પણ નહોતી પરંતુ એના કારણે એમના મન માં સમાજ પ્રત્યે નિરાશા નહિ આવી પરંતુ આ માતા પિતા ના વિયોગ ના દુખ માં થી સમગ્ર સમાજ પ્રત્યે નિરપેક્ષ આત્મીયતા નો સ્વભાવ બનાવ્યો.
એમણે બ્રિટન ના પૂર્વ પ્રધાન મંત્રી ચર્ચિલ ની એક વાત પણ યાદ કરી ચર્ચીલે કહ્યું હતું કે “આપણે હાર ની ચર્ચા કરવા માં રસ નથી ધરાવતા , આપણે જીતવાનું છે સંપૂર્ણ રાષ્ટ્રે જીતવાનું છે” મોહનજી ભાગવતે ઉમેર્યું કે જીત નો સંકલ્પ મહત્વ નો છે એટલું જીત મેળવવા કરવા પડતા પ્રયાસ ના સાતત્ય નું મહત્વ છે. પ્રથમ લહેર પૂરી થઇ પછી આપણે ગફલત માં આવી ગયા, હવે જયારે ત્રીજી લહેર ની વાત ચર્ચાઈ રહી છે ત્યારે એના થી ડરવાનું નથી
એક અંગ્રેજી કહેવત “ SUCCESS IS NOT FINAL, FAILURE IS NOT FATAL , THE COURAGE TO CONTINUE IS THE ONLY THING THE MATTERS” ને ટાંકતા કહ્યું કે યશ અપયશ નો ખેલ ચાલે જાય છે. પરંતુ નિરંતર ચાલતા રહેવું એજ મહત્વ નું છે. યશ અને અપયશ ને પચાવી ને સત્ય ની પ્રાપ્તિ સુધી દ્રઢ સંકલ્પ સાથે આગે વધવું. એના આધારે જ આપણે જીતીશું.