રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા ૨૦ દિવસનો સંઘ શિક્ષા વર્ગ પ્રથમ વર્ષ સુરતના કામરેજ મુકામે યોજાયો હતો. આજ રોજ વર્ગ પૂર્ણાંહુતિ કાર્યક્રમમાં બેન્ડના વિવિધ વાધ્યો, લાઠીના પ્રયોગો, કરાટે, પરેડઅને યોગાસનનું સુંદર નિર્દશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તેમજ સમાજનાં સેવાભાવી શ્રી કેશુભાઈ ગોટી એ RSSની રાષ્ટ્રભાવનાની પ્રસંશા કરી સમાજને પણ રાષ્ટ્રપ્રેમને પોતાની પ્રાથમિકતામાં લાવવા આહવાન કર્યું હતું.
વર્ગના કાર્યવાહ શ્રી. મનસુખભાઇ પટેલે કેમ્પની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યુ કે, 300 શિક્ષાર્થીઓની ૨૦ દિવસની ટ્રેનિગમાં સવારે ૪.૩૦ થી રાત્રે૧૦.૦૦ વાગ્યા સુધીની ચોક્કસ દિનચર્યામાં રહેવાને કારણે અનુસાશન, સામુહિકતા અને રાષ્ટ્રભક્તિનાં ભાવનું જાગરણ થાય છે. આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા RSS ગુજરાત પ્રાંતનાં બૌદ્ધિક પ્રમુખશ્રી. કૈલાસભાઈ ત્રિવેદીએ સ્વતંત્રતાનાં અમ્રુત મહોત્સવનીએટલે કે ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર તથા કષ્ટ સહન કરનારા સૌને કોટિ કોટિ વંદન કર્યાહતાં. સ્વતંત્રતાનાં સંદર્ભમાં વધુમાં જણાવતાં, તેમણે“સ્વ એટલે દેશની ઓળખ”. અને તે “સ્વ”ને જાણવા તથા સાચા અર્થમાં ભારતીય વિચારો તેમજમૂલ્યોના આધારે દેશનું તંત્ર ચાલે તે ઉપર ભાર મૂક્યો હતો.
RSSના ૨૦૨૫માં, ૧૦૦ વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રજાગરણ, સમાજની સજ્જ્ન શક્તિનાં સહયોગ ઉપર ભાર આપી, પ્રબુદ્ધજનોનેસાચી દિશામાં વિમર્શ ઊભો કરવા આહવાન કર્યું હતું. તેમણે પર્યાવરણ,સામાજીક સમરસતા તેમજ કુટુંબ પ્રબોધનની સમાજ પરિવર્તનમાં ભૂમિકા ઉપર ભાર મૂક્યોહતો. ભારતની વિશ્વ ફલકપરની પ્રભાવી ભૂમિકાના સંદર્ભમાં દેશવાસીઓને સંગઠીત બની, રાષ્ટ્ર ભાવનાનુંપ્રબળ પ્રગટીકરણ કરી રાષ્ટ્રને વધુ મજબુત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.