રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ

26-01-2024

આજ રોજ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય “ડો. હેડગેવાર ભવન” ખાતે ધ્વજ વંદન તથા ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અતિથિ વિશેષ શ્રી મોહનલાલ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા, જેઓ પોતે કર્ણાવતીના બહેરામપુરા વિસ્તારમાં રહે છે અને રાધનપુર વણકર સમાજના અગ્રણી,  બનાસ વણકર સમાજ સ્વસહાય જુથના પ્રમુખ તથા યુકો બેંકમાંથી સેવા નિવૃત છે.

કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગર સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ તથા સ્થાનિક સમાજ અગ્રણી અને અન્ય સંગઠનો ના પ્રમુખ નાગરિક ઉપસ્થિત રહ્યા મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્ર સહ સંપર્ક પ્રમુખ શ્રી વિજયભાઈ દેવાંગણનું ઉદ્ઘોધન પ્રાપ્ત થયું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણિનગર ભાગના ઘોષ વાદકો દ્વારા રાષ્ટ્રગાનનું વાદન તથા અવિરત 41 મિનિટ વિવિધ રચનાઓના વાદન દ્વારા રાષ્ટ્રવંદના કરવામાં આવી હતી.

Periodicals