જૂનાગઢનાં “આલ્ફા વિ
સમાજનો દરેક વ્યકિત બીજા દસ નાગરિકોને સંઘકાર્ય સાથે જોડે – માયાભાઇ આહિર આઝાદીના અમૃતમહોત્સ્વ પ્રસંગે રાષ્ટ્રનું સ્વત્વ જાગૃત કરિએ: વર્ગકાર્યવાહ મહેશભાઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર (સૌરાષ્ટ્ર -ગુજરાત પ્રાંત) ના ૨૦ દિવસીય દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ આજ રોજ તારીખ ૨૮ મેં ૨૦૨૨ ના રોજ અમરેલી, શ્રીમતી એસ. એમ. ગજેરા, વિઘાસભા સંકુલ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા લોક સાહિવત્યકા૨ શ્રી માયાભાઈ આહીર તેમજ શહેરના અગ્રગણ્ય નાગારિકો, વ્યાપારીઓ, ખેડૂતો, માતાઓ, બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપાસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શિક્ષાર્થીઓ દ્વારા શીખેલા શારીરીક વિધાના દંડ, યોગ, સૂર્યનમસ્કાર, ઘોષ બેન્ડ વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું . જાહેર કાર્યક્રમને સંબોધન કરતા શ્રી માયાભાઈ આહીરે જણાવ્યું હતું કે આપણામાંથી દરેકે દશ જણાને સમાજ કામ માટે જોડવા પડશે. આ.દેશ અને સંસ્કૃતિને જ્યારે – જ્યારે આક્રાંતાઓએ નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા ત્યારે અનેક મહાપુરુષો ભારતમાતાનાં ખોળે જન્મ્યા અને દેશના સંક્ટોને દૂર કર્યા. ભગવાન રામ, કૃષ્ણ , શિવાજી, મહારાણા પ્રતાપ જેવા મહાપુરષો એના ઉદાહરણ છે. મહારાણા પ્રતાપ જ્યારે મુગલો સામે લડી રહ્યા હતા ત્યારે એમના સહયોગી પુંજાભીલ અને ગુરુ રાધવેન્દ્રજી કહ્યું કે જીવીત રહેશો તો સ્વાધીનતાની લડત ચાલુ રહેશે એ જ પ્રમાણે જ્યાં સુધી લોકોમાં દેશ માટે ખુમારી રહેશે દેશ સુરક્ષિત રહેશે. આજ ક્રમમાં ડા. હેડગેવાર અને ગુરુજી જેવા મહાપુરૂષો થયા જેમને સંઘના માધ્યમથી દેશની સેવા કરી છે. આપણામાંથી દરેકે સમાજના દશ લોકોને સમાજ કામ માટે જોડવા જોઈએ .ધર્મની પણ પોતાની તાકાત હોય સંભાજી મહારાજ ઉપર મુગલોએ ધર્મ બદલવા અનેકો અત્યાચાર કર્યા પરંતુ તેમણે ધર્મનો ત્યાગ નથી કર્યો. આપણે કોઈ પણ ભોગે આપણા ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી પડશે. આજે દેશ અને સંસ્કૃતિ માટે પ્રેમ કરનાર દરેકે યાહોમ કરીને ઉઠવાની જરૂ૨ છે. માતા પ્રથમ ગુરૂ છે જે પેટમાંથી જ જ્ઞાન આપે છે.
આપણા દેશની માતાઓએ જીજામાતા બનવું પડશે. ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે બાળકોને શિક્ષણ આપવું પડશે. શ્રી માયાભાઈએ દરેક પરિવાર ને સંઘમાં જોડાવા વિનંતી કરી મુખ્ય વકતા અને વર્ગ કાર્યવાહ શ્રી મહેશભાઇ ઓઝાએ પોતાના ઉદબોધનમાં જાણાવ્યું કે :સ્વાધીનતાના ૭૫ માં વર્ષે રાષ્ટ્રનું સ્વત્વ જાગે અને ભારતીય ચિંતનના આધારે તંત્ર સ્થાપિત થાય. સમાજનો વ્યવહાર સમરસતા યુક્ત બને. સંતો અને શાસ્ત્રોના શ્રેષ્ઠ વિચાર આપણા આચરણમાં ઉતરે. સમાજને ભ્રમિત કરનારા વૈવિધ્યને ભેદ જણાવી સમાજ અને રાષ્ટ્રને વિભાજીત કરનાર વિચારો અને કાર્યોથી લોકોએ સાવધ રહેવુ પડશે. સમાજ પરિવર્તન માટે આપણે પોતાના સ્થાનમાં સક્રિય થઈએ. સંઘ વ્યક્તિ. નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રયાસરત છે. ભારત વિશ્વના નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે આપણે સૌ સંગઠીત અને સમર્થ ભારત માટે કટીબદ્ધ થઈએ. કાર્યક્રમમાં આભાર દર્શન વર્ગાધિકારી શ્રી જગદીશભાઈ ચાવડાએ કર્યુ. વર્ગ દરામિયાન શિક્ષકો, પ્રાધ્યાપકો, પત્રકારો, પ્રશાસાનેક આધેકારીએ, વ્યાપારીઓ, પત્રકારો વગેરેએ વર્ગની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વર્ગની ભોજન વ્યવસ્થા માટે રોટલી અને ભાખરી અમરેલી શહેર અને આજુ- બાજુના ૨૦ ગામોંના ૮૦૦૦ પરિવારોમાંથી સપ્રેમ આપવામાં આવી હતી. વર્ગ દરમ્યાન સંઘના સરકાર્યવાહ શ્રી દતાત્રેયજી, સહ સરકાર્યવાહ શ્રી. મૂકુંદાજી ઉપસ્થિત રહી માર્ગદર્શન કર્યુ હતું. સ્વયંસેવક સંઘની પરંપરા મુજબ સ્થાન – સ્થાન પર ૨૦ દિવસીય સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવતુ હોય છે. એજ ક્રમમાં અમરેલી ખાતે પશ્ચિમ ક્ષેત્ર ( સૌરાષ્ટ્ર -ગુજરાત પ્રાંત) ના દિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત પ્રાંતના બધાજ ગ્રામીણ જીલ્લાઓ અને મહાનગરોમાંથી 212 શિક્ષાર્થીઓ સહભાગી થયા જેમાં ડોક્ટર, વકીલ, ઈજને૨, શીક્ષકો, કિશાન, વ્યવસાયી અને વિધાર્થિઓ હતા.