વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાતના વેબ પોર્ટલ ” હિન્દૂ સંદેશ”નું શુભારંભ

​ધર્મ, સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત દ્વારા આજે વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે ​​” હિન્દૂ સંદેશ” ના નામ થી  “વેબ પોર્ટલ”નો શુભારંભ કર્યો . 

રા. સ્વ. સંઘના પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક શ્રી જયંતિભાઈ ભાડેસીયા, પૂ .સંત .વિદ્યાધરજી , પૂ. સંત ભાગવતઋષિજી  તેમજ રા.સ્વ.સંઘ  કર્ણાવતીના સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખની હાજરીમાં આ પોર્ટલ સંઘના ક્ષેત્ર સંઘચાલક શ્રીજયંતિભાઈ ભાડેસીયાજી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું.

કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના મંત્રી અશોક ભાઈ રાવલે સ્વાગત પ્રવચન કર્યું. ડૉ જ્યંતીભાઈ ભાડેસિયાએ કહયું કે આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે આ કાર્ય શરૂ થયું એટલે “હિન્દૂ સંદેશ” ને ચોક્કસ સફળતા મળશે. ડૉ ભાડેસીયાએ ​ ​જણાવ્યું ​કે મિડિયાનો એક વર્ગ દેશની મૂળ સંસ્કૃતિને ખંડિત કરવાનું કાર્ય કરી રહ્યું છે એની વચ્ચે પ્રચાર માધ્યમોમાં “હિન્દૂ સંદેશ” સારી અને સકારાત્મક માહિતી પૂરી પાડશે. રામ રાજ્ય જે ગાંધીજીનું પણ સ્વપ્ન હતું એ રામ રાજ્ય તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે હિન્દૂ સંદેશ એમાં પૂરક બનશે. 

આ કાર્યક્રમ માં રા.સ્વ.સંઘ ગુજરાતના પૂર્વસંઘચાલક શ્રી અમૃતભાઈ કડીવાળા, વિહિપના શ્રી દેવજીભાઈ રાવત, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી ધીરુ ભાઈ કપુરીયા, પ્રખ્યાત કોલમિસ્ટ શ્રી કિશોરભાઈ મકવાણા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમ નું સંચાલન ઉત્તર ગુજરાત વિહિપના પ્રચાર પ્રમુખ શ્રી મિતેશભાઈ જયસવાલે કર્યું હતું. આ વેબ પોર્ટલમાં કુલ પાંચ કેટેગરી ​ ​છે જેમાં ગુજરાત, દેશ, વિદેશ, વિશેષ અને ધાર્મિક રાખવામાં આવેલ છે. આ વેબ પોર્ટલને www.hindusandeshgujarat.com પર ક્લિક કરીને જોઈ શકાય છે.

विश्व हिंदू परिषद, गुजरात के ​वेब पोर्टल हिन्दू संदेश का शुभारंभ

धर्म, संस्कृति और विश्व कल्याण के उद्देश्य के साथ विनायक चतुर्थी के शुभ दिन पर विश्व हिंदू परिषद गुजरात के वेब पोर्टल “हिंदू संदेश” का शुभारंभ रा. स्व. संघ के पश्चिमी क्षेत्र संघचालक डॉ. जयंतीभाई भाड़ेसिया के कर कमलो से किया गया. इस अवसर पर मंच पर श्री कनक सिंह राणा – डायरेक्टर GTPL,  पू. संत विद्याधरजी, पू. संत भागवतऋषिजी,  कर्णावती महानगर संघचालक श्री महेश भाई परीख तथा वि.ही.प. गुजरात प्रांत मंत्री श्री अशोक भाई रावल उपस्थित रहे.

विश्व हिंदू परिषद, गुजरात के महासचिव अशोक भाई रावल ने इस समारोह में स्वागत प्रवचन दिया. मुख्य वक्ता डॉ. जयंती भाई भाड़ेसिया ने इस अवसर पर कहाँ कि आज गणेश चतुर्थी के दिन कार्य प्रारंभ हुआ है इसलिए “हिंदू संदेश” की सफलता निश्चित है.  डॉ. भाड़ेसिया ने कहाँ कि देश की मूल संस्कृति को खत्म करने का काम मीडिया मे एक वर्ग कर रहा हैं ऐसे समय में “हिंदू संदेश” द्वारा अच्छी और सकारात्मक जानकारी प्राप्त होगी. देश गाँधीजी के स्वप्न राम राज्य की ओर बढ़ रहा है, जिसमे हिन्दू संदेश पूरक बनेगा.

इस कार्यक्रम में गुजरात के पूर्व संघचालक श्री अमृतभाई कड़ीवाला, विहिप के श्री देवजीभाई रावत, श्री आश्विन भाई पटेल, श्री धीरू भाई कपूरिया, प्रख्यात स्तंभकार श्री किशोरभाई मकवाणा आदि उपस्थित रहे. कार्यक्रम का संचालन उत्तर गुजरात वि.ही.प के प्रचार प्रमुख श्री मितेश भाई जयस्वाल ने किया. ​

इस वेब पोर्टल में कुल पांच श्रेणियां गुजरात, देश, विदेश, विशेष और धार्मिक रखी गई है. पोर्टल www.hindusandeshgujarat.com पर क्लिक करके देखा जा सकता है।

Saptrang ShortFest - All Info