દિનાંક 08-10-2023 રવિવારના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત અને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કર્ણાવતીના સંયુક્ત ઉપક્રમે કર્ણાવતી પશ્ચિમ વિભાગ દ્વારા *’સંવાદ સમિટ’* નું આયોજીત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સોશ્યિલ મીડિયાના સકારાત્મક ઉપયોગ વિષય ચર્ચા થઇ.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ભાનુભાઇ ચૌહાણ ( સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ કર્ણાવતી મહાનગર) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી અજયસિંહ જાડેજા (રજિસ્ટ્રાર, ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી) તથા શ્રી વિવેકભાઈ નથવાણી (ફાઉન્ડર, સોશ્યિલ એમ્પ્લીફાઈર્સ )ઉપસ્થિત રહ્યા હતા.