સામાજિક સમરસતાનું અનુપમ કેન્દ્ર બનશે શ્રીરામ જન્મભૂમિ મંદિર : મિલિંદ પરાંડે

વિશ્વ હિન્દૂ પરિષદના કેંન્દ્રિય મહામંત્રી શ્રી મિલિંદ પરાંડેએ આજ રોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એમને આનંદ છે કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મ ભૂમિના સંબંધમાં આ પત્રકાર વાર્તા એવા પાવન સ્થાન પર થઈ રહી છે, કે જે ડૉ હેડગેવારજી દ્વારા સંઘ ગંગા, તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકરજીની દિક્ષા ભૂમિમાંથી સમતા ગંગાનું ઉદગમ સ્થાન રહ્યું.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે સામાજિક સમરસતા તેમજ સશક્તિકરણનો સંદેશ પોતાના જીવનથી આપ્યો છે. એમના મંદિરના પૂજનમાં ઉપયોગ માટે દેશભરની પવિત્ર નદીઓનું પાણી તેમજ પવિત્ર તીર્થોની માટી, સંપૂર્ણ ભારતને એકાકાર કરી રાષ્ટ્રીય  એકાત્મતાનું દર્શન કરાવશે. એમણે જણાવ્યું કે હજારો પવિત્ર તીર્થક્ષેત્રની માટી તેમજ પવિત્ર નદીઓનું જળ શ્રી રામ જન્મભૂમિ પૂજન હેતુ દેશભરથી અયોધ્યા પહોંચાડાઈ રહ્યું છે. જેમાં વાત સંઘના ઉદ્ગમ સ્થળ નાગપુરની હોય કે સંત રવિદાસ જન્મસ્થળની હોય, સીતામઢીના મહર્ષિ વાલ્મીકી આશ્રમની હોય કે વિદર્ભના કચારગઢની હોય, જારખંડના રામરેખા ધામની હોય, કે ટન્ટયા ભીલની પુણ્ય ભૂમિની હોય કે હરમિંદર સાહિબની હોય, ડો. આંબેડકર જન્મસ્થાન, દિલ્હી જૈન લાલ મંદિર, વાલ્મીકિ મંદિર જ્યાં ગાંધીજી 72 દિવસ રોકાયા હતા. આ બધાજ માત્ર થોડાક ઉદાહરણો છે.

વિહિપના મહામંત્રીએ આહ્વાન કર્યું કે પાંચ ઓગસ્ટના રોજ આપણે સહુ રામભક્તો પોતાના ઘર, ઓફીસ, મઠ-મંદિર, આશ્રમ આદિ સ્થાનોએ યથાસંભવ સામુહિક રીતે પ્રાતઃ 10.30 કલાકથી પોતપોતાના આરાધ્ય દેવનું ભજન-પૂજન, સ્મરણ કરીએ, પ્રસાદ વહેચીએ. અયોધ્યાના કાર્યક્રમને સમાજમાં લાઈવ બતાવાની યથાસંભવ વ્યવસ્થા કરવી જોઈએ. ઘરે, શેરીમાં, ગામમાં, મઠ-મંદિર, ગુરુદ્વારા, આશ્રમ આદિને શણગારીએ, સંધ્યા સમય દીપ પ્રજવલિત કરીએ અને મંદિર નિર્માણ માટે યથાશક્તિ દાનનું સંકલ્પ લઈએ.

પ્રચારના બધાજ સાધનોનો ઉપયોગ કરીને સમાજને આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી કરીએ. સાથે સાથે બધીજ યોજનાઓ, કાર્યક્રમમાં કોરોના થી બચાવના બધાજ સાધનોનો ઉપયોગ કરીએ અને સરકારની સૂચનાઓનું પાલન કરીએ.

Saptrang ShortFest - All Info