આજરોજ શ્રાવણ માસના પ્રથમ દિને ૨૧-૭-૨૦૨૦, મંગળવાર, યુગાબ્દ – ૫૧૨૧ ના રોજ કર્ણાવતી ખાતે સામાજિક સમરસતા મંચ – ગુજરાતના કાર્યાલયનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્ણાવતી મહાનગર સંઘચાલક મહેશભાઈ પરીખ અને ગુજરાત પ્રાંત સહકાર્યવાહ શૈલેષભાઈ પટેલના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય અને આદ્યશક્તિ ભારતમાતા, ડો. બાબાસાહેબ આંબેડકર અને ડો. હેડગેવારને પુષ્પ અર્પણ કરી શુભારંભ કરવામાં આવ્યો.
મંચના ઉપાધ્યક્ષ રણછોડભાઈ સોલંકી અને મંત્રી ડો.વિજયભાઈ ઝાલાએ મંચના ઉદ્દેશ અને ગતિવિધિથી સૌને વાકેફ કર્યા અને આમંત્રિત સૌનો ડો.બાબાસાહેબના છાયાચિત્ર અને પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું. ઉપસ્થિત સૌએ ગુજરાતમાં સામાજિક સમરસતાનું પવિત્ર અને સુખદ વાતાવરણ નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો.