મુંબઈ: 1996થી હું એક શિક્ષકના નાતે હું અધિકારીક દૃષ્ટિથી શાળામાં જોડાયો. સામે બેન્ચ પર બેઠેલા વિધાર્થીઓને ભગવાન માની મે મારું કામ શરૂ કર્યું. મે વીસ વર્ષ સુધી ઘરની બાજુમાં આવેલ શાળામાં નોકરી કરી અને ત્યારબાદ મારી બદલી અકોલા તાલુકાના પિંપરકણે કેન્દ્રના બાભુલવડી શાળામાં થઇ. આ શાળા મોટામોટા પર્વતો અને જંગલની નજીક દુર્ગમ ગામમાં હતી. પરિશ્રમી લોકોનું ગામ હતું. પણ, દિવસ રાત પરિશ્રમ પછી પણ ગરીબી એવી ને એવી જ હતી. બધાની હાલત એક જેવી જ હતી. આવા પરિવારોમાં થી બધાજ છોકરા છોકરીઓ ભણવા મારી શાળામાં આવતા હતા. તેમની આંખોમાં આવતી કાલના ઉજ્જવળ ભવિષ્યના સપના અને કલ્પનાઓ હતી. તેમના આ ભાવથી હું પ્રભાવિત થઈ એમને વધારે મન લગાવીને ભણાવવા લાગ્યો.
એક દિવસ હું ભૂમિતિનો વર્ગ લઈ રહ્યો હતો. મે કહ્યુ ચાલો હવે આપણે વર્તુળ બનાવીએ. મે બાળકોને કંપાસ નીકાળવાનું કહ્યું. બાળકો આશ્ચર્યથી એક બીજા સામે જોવા લાગ્યા. અને પૂછ્યું કંપાસ મતલબ..? મે તેમને કંપાસ બોક્સ અને વર્તુળ બનાવવા માટેના કંપાસ માટેની જાણકારી આપી. પણ તેવો કંપાસ બોક્ષ કોઈની પાસે હતો નહિ. અંતે પૂરી શાળાની તપાસ કરતા એક કંપાસ બોક્ષ મળી આવ્યું. તેનો ઉપયોગ કરીને વર્તુળ બનાવ્યું અને શીખવાડ્યું પણ ખરું. પણ વિદ્યાર્થીઓ પાસે કંપાસ બોક્ષ નથી તે વાત મારા મનમાં ખટકવા લાગી.
શું આ બાળકોને કંપાસ બોક્સ નસીબ નહિ થાય..?
બોક્સ વગર તે ભૂમિતિ કેવી રીતે ભણશે.? આધી- અધૂરી સામગ્રીથી તેમનો વિકાસ થઇ શકશે?
તેનું પરિણામ શું હશે..? એક એક દિવસ મારા મનમાં સવાલ વધતાજ ગયા એક દિવસ મને સેવા સહયોગ ફાઉન્ડેશન સંસ્થાની જાણકારી મળી સેવા સહયોગ દ્વારા આપવામાં આવતી સ્કૂલ કીટની જાણકારી મળી. મે તેમનો સંપર્ક કર્યો અને વિદ્યાર્થીઓની સમસ્યા બતાવી. તે દિવસ વિદ્યાર્થીઓ અને શાળાનો પરિવર્તનનો દિવસ હતો. બધાજ વિદ્યાર્થીઓને નવી સ્કુલબેગ, નોટબુકનો સેટ અને કંપાસ બોક્સ મળી ગયું.
એક જ નોટબુકમાં બધા જ વિષયોનું લેખન કરવાવાળા બાળકોને પ્રત્યેક વિષય માટે અલગ નોટબુક આપવામાં આવી. ચિત્રાવલી, રંગનો ડબ્બો અને અંગ્રેજી ડીક્ષનરી વગેરે મળતા તે ફૂલ્યા સમાતા નહોતા તેમની અભ્યાસમાં રુચિ વધી ગઈ હતી અને મારા જેવા શિક્ષકોને તેમને શીખવાડવાની આશાનું કિરણ મળી ગયું. દર વર્ષે આ સ્કૂલ કીટને કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગી. સિર્ફ અમારા જ નહિ પણ, કેન્દ્રના બધાજ બાળકોને હવે સ્કૂલકીટ મળી રહી છે. મે જોયુ છે કે આ સ્કૂલ કીટ આપવા માટે કેટલાક સ્વંયસેવક એકત્રિત થાય છે. પોતાના હાથથી જ બેગમાં નોટબુક, કંપાસ મૂકે છે. તે લોકો ફક્ત શિક્ષા સામગ્રી જ નહિ પણ આનંદને પણ વ્હેચે છે. તે આનંદ અમને સ્કૂલ કીટના રૂપમાં પ્રાપ્ત થાય છે. અને તે આનંદ અમને તેમના ચહેરા પર દેખાય આવે છે.
– રણપીસે બબન સાવલેરામ (અધ્યાપક, જિલ્લા પરિસદ શાળા, બાભૂલવડી, અકોલે.)