સ્વ નું જ્ઞાન, દેશ ભક્તિ, અનુશાસન અને એકાત્મતા પરમ વૈભવ ની આવશ્યક શરતો
આગામી 15મી ઓગસ્ટે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે.આઝાદીના અમૃત પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે,આવતા આખા વર્ષ દરમિયાન આ ઉજવણી ચાલુ રહેશે.આજે આપણી સામે કોઈ સમસ્યા બાકી નથી રહી એવું તો નથી. કેટલીક જૂની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે, કેટલીક બાકી રહી ગઈ છે અને કેટલીક નવી ઉભી પણ થઈ છે. આ બધું ચાલતું રહેશે. . તેમ છતાં, આઝાદીના આ અમૃત ઉત્સવનો આ આનંદ ખૂબ જ સ્વાભાવિક છે. ઘણી સદીઓ પછી 15 ઓગસ્ટ 1947ના રોજ, આપણે આપણા દેશના મોટા ભૂ ભાગ પર આપણી ઈચ્છા મુજબ શાસન અને અન્ય વ્યવસ્થા સ્થાપિત કરવાનો અધિકાર મેળવી શક્યા. જેટલો ગુલામીનો કાળખંડ લાંબો હતો એટલો જ લાંબો અને વિક્ટ સંઘર્ષ ભારતીયોએ પોતાની સ્વતંત્રતા માટે કર્યો છે.
વિદેશી સત્તા સામે ભારતીય જનતાનો આ સંઘર્ષ ભૌગોલિક રીતે સર્વવ્યાપી હતો. આ સંઘર્ષમાં સમાજના તમામ વર્ગોએ સહયોગ આપ્યો હતો. જેની જેટલી શક્તિ હતી એટલું એમણે યોગદાન આપ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધરૂપ બનતા સમાજના વિવિધ દોષો વિશે જાગૃતિ આવી અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના સશસ્ત્ર અને નિઃશસ્ત્ર પ્રયાસો સાથે, સમાજ જાગરણ અને પરિષ્કાર ના અન્ય કાર્યો પણ આઝાદીના વ્યાપક સ્વાતંત્ર્ય સંગ્રામના ભાગરૂપે ચાલી રહ્યા હતાં.
આ બધા પ્રયત્નોને કારણે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે ભારતને આપણાં મન થી,આપણી ઇચ્છા અનુસાર, આપણાં લોકો દ્વારા ચલાવવાની સ્થિતિમાં આવી ગયા. અંગ્રેજ શાસકોને વિદાય આપીને આપણે આપણા દેશના સંચાલનના સુત્રો આપણા હાથમાં લીધા.
એટલા માટે આ આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે આપણા સૌમાં જે ઉત્સાહ જોવા મળે છે, દેશમાં જે ઉત્સવનું વાતાવરણ છે, તે ખૂબ જ સ્વાભાવિક અને યોગ્ય છે. આ અવસર પર, આ લાંબા સંઘર્ષમાં જેમના બલિદાન અને સંઘર્ષ દ્વારા, જે વીરો એ આપણા માટે સ્વતંત્રતા અર્જીત કરી, જેમણે પોતાના સર્વસ્વ નું બલિદાન આપી દીધું, સ્વયંના પ્રાણો નું પણ હસતા, હસતા બલિદાન આપી દીધું (આપણા આ વિશાળ દેશમાં દરેક સ્થાન પર, દેશના નાના-નાના ભૂ- ભાગો માં પણ આવા વીરોએ પોતાનું શૌર્ય બતાવ્યું છે.) આવા વીરો ની ગાથા શોધી ને, તેમના ત્યાગ ની, તેમના બલિદાનની કથા સમગ્ર સમાજની સામે લાવવી જોઈએ. માતૃભૂમિ અને દેશવાસીઓ પ્રત્યેની તેમની આત્મીયતા, એના હિત માટે સર્વસ્વ બલિદાન આપવાની તેમની પ્રેરણા અને તેમનું તેજસ્વી ત્યાગમય ચરિત્ર આપણે બધાએ એક આદર્શના રૂપ માં સ્મરણ કરવું જોઈએ, વરણ કરવું જોઈએ
સાથે સાથે આ અવસરે આપણે આપણું પ્રયોજન, સંકલ્પ અને કર્તવ્ય ને યાદ કરીને તેને પૂર્ણ કરવા માટે આપણે ફરી એકવાર કટિબદ્ધ અને સક્રિય થવું જોઈએ. દેશને સ્વરાજ્યની જરૂર કેમ છે? માત્ર સુરાજ્ય થી, તો પછી કોઈ કોઈ પરકીય સત્તા દ્વારા સંચાલિત સુરાજ્ય થી દેશ અને દેશ ની જનતા ના પ્રયોજનો સિદ્ધ ન થઈ શકે? આપણે બધા નિર્વિવાદપણે જાણીએ છીએ કે એવું ન થઈ શકે. સ્વની અભિવ્યક્તિ, જે દરેક વ્યક્તિ અને સમાજની સ્વાભાવિક આકાંક્ષા છે, સ્વતંત્રતાની પ્રેરણા છે. મનુષ્ય સ્વતંત્રતામાં જ સુરાજ્યનો અનુભવ કરી શકે છે અન્યથા નહીં. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે દરેક રાષ્ટ્ર નો ઉદય વિશ્વ જીવનમાં કંઈક યોગદાન આપવા માટે જ થાય છે. કોઈપણ રાષ્ટ્રે વિશ્વ જીવનમાં પોતાનું યોગદાન આપવા માટે સ્વતંત્ર થવું પડે છે. વિશ્વમાં પોતાના જીવનમાં પોતાના સ્વ ની અભિવ્યક્તિ દ્વારા જે તે રાષ્ટ્ર વિશ્વ જીવનમાં તેમના પ્રદાનનું કર્તવ્ય નિભાવે છે. એટલે વિશ્વ જીવનમાં યોગદાન કરનાર રાષ્ટ્રનું સ્વતંત્ર હોવું , સક્ષમ હોવું એ એના યોગદાન માટેની પૂર્વ શરત છે.
ભારતની આઝાદી માટે ભારતીય જનતાને જાગૃત કરનાર તમામ મહાપુરુષોએ, જેઓ પ્રત્યક્ષ સશસ્ત્ર અથવા નિઃશસ્ત્ર ચળવળનો માર્ગ અપનાવીને સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતા, તેમણે ભારતીય સમાજને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અને તે સ્વતંત્રતાની જાળવણી માટે સક્ષમ બનાવવા . સ્વતંત્રતાનું પ્રયોજન અન્યાન્ય શબ્દોમાં સમજાવ્યું છે. સ્વ.શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે સ્વતંત્ર ભારતના અપેક્ષિત વાતાવરણનું વર્ણન તેમની પ્રસિદ્ધ કવિતા “चित्त जेथा भयशून्य उन्नत जतो शिर” માં કર્યું છે. .સ્વાતંત્ર્યવીર સાવરકરે તેમની પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય દેવીની આરતીમાં આશા વ્યક્ત કરી છે કે સ્વતંત્રતા દેવીના આગમન પર સહચારી ભાવ થી ભારતમાં શ્રેષ્ઠતા, ઉત્કૃષ્ટતા, પ્રગતિ વગેરેનું. અવતરણ આપોઆપ થશે. સ્થ મહાત્મા ગાંધીએ તેમના હિંદ સ્વરાજમાં સ્વતંત્ર ભારતનું ચિત્ર વર્ણવ્યું છે. તથા ડો. બાબાસાહેબ આંબેડકરજીએ દેશની સંસદમાં બંધારણ મૂકતી વખતે કરેલા બે ભાષણોમાં ભારતની સ્વતંત્રતા નું પ્રયોજન અને એને સફળ બનાવવા આપણા કર્તવ્યોનો નિસંદિગ્ધ ઉલ્લેખ કર્યો છે.
એટલે આપણી આઝાદીના અમૃત પર્વના ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલા આ પુણ્ય પર્વ પર વિવિધ પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવાની સાથે આપણે અંતર્મુખ થઈને પણ વિચારવું જોઈએ કે, આપણી આઝાદીનો ઉદ્દેશ્ય જો ભારતના જીવનમાં સ્વ ની અભિવ્યક્ત કરવાનો હોય તો. તો તે ભારતનું સ્વ શું છે? વિશ્વ જીવનમાં ભારતના યોગદાનના હેતુને પૂર્ણ કરવા માટે આપણે ભારતને કેવી રીતે શક્તિશાળી બનાવવું જોઈએ? આ કાર્ય ને સંપન્ન કરવા માટે આપણું કર્તવ્ય શું છે?તેને ટકાવી રાખવા સમાજને કેવી રીતે તૈયાર કરવો? 1947માં આપણે આપણા પ્રાણપ્રિય ભારતવર્ષ નો યુગદર્શ તેમજ તેને અનુરૂપ યુગ સ્વરૂપ નું સર્જન કરવા મહત્પ્રયાસ પૂર્વક સ્વાધીન કરી લીધો, આ કાર્ય સિદ્ધ કરવા માટે આપણા ચિંતન અને કર્તવ્યની દિશાની સ્પષ્ટતા આવશ્યક છે.
ભારતની સનાતન દ્રષ્ટિ, વિચાર, સંસ્કૃતિ અને વિશ્વમાં તેના આચરણ દ્વારા મોકલવામાં આવેલા સંદેશની વિશેષતા એ છે કે તે એક સર્વગ્રાહી, પ્રત્યક્ષાનુભૂત વિજ્ઞાન સિદ્ધ સત્ય પર આધારિત એકાત્મ અને સ્વાભાવિક સર્વસમાવેશક છે. તે વિવિધતાને અલગતા તરીકે નહીં, પરંતુ એકાત્મતાની અભિવ્યક્તિ માત્ર માને છે. અહીં એક હોવા માટે એક જેવું હોવું જરૂરી નથી.દરેકને એક રંગે રંગવાથી, પોતાના મૂળમાંથી દૂર કરવાથી વિખવાદ અને વિભાજનનો જન્મ થાય છે, જ્યારે પોતાની વિશિષ્ટતા પર અડગ રહીને, બીજાની વિશેષતાઓનો આદર કરી ને, બધાને એક સુત્રમાં પરોવીને આપણે એક સંગઠિત સમાજના રૂપમાં ઊભા થઈએ છીએ.માતા ભારતીની ભક્તિ આપણને બધાને તેમના પુત્રો તરીકે જોડે છે. આપણી સનાતન સંસ્કૃતિ આપણને સંસ્કારી, સદભાવના અને ભાવપૂર્ણ આચરણનું જ્ઞાન આપે છે. મનની શુદ્ધતાથી લઈને પર્યાવરણની શુદ્ધતા સુધી જ્ઞાનમાં વધારો કરે છે. આપણા પરાક્રમી સદાચારી પૂર્વજોના આદર્શો, જેઓ પ્રાચીન સમયથી આપણી સ્મૃતિમાં ચાલતા આવ્યા છે, તે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે.
આપણી આપણી થાતી ને અપનાવી , આપણી વિશિષ્ટતા સહિત , પરંતુ પોતાના સંકુચિત સ્વાર્થ અને ભેદભાવનો સંપૂર્ણ ત્યાગ કરીને, આપણે આપણા તમામ ક્રિયાકલાપો નો આધાર રાષ્ટ્રીય હિતને બનાવવો જોઈએ. આપણે સમગ્ર સમાજને આ જ સ્વરૂપે ઉભો કરવો જોઈએ, જે સમયની જરૂરિયાત છે અને સમાજની સ્વાભાવિક અવસ્થા પણ.
સમયના પ્રવાહમાં આપણા સમાજમાં રૂઢિગત બુરાઈઓનો રોગ જે પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે; જાતિ, સંપ્રદાય, ભાષા, પ્રાંત વગેરેનો ભેદભાવ; લોકેષણા, વિત્તેષણા વગેરેને લીધે ઉદભવતા ક્ષુદ્ર સ્વાર્થને મન વચન અને કર્મથી દૂર કરવા માટે, વ્યક્તિએ પ્રબોધનની સાથે આચરણથી ઉદાહરણ રૂપ બનવું પડશે. આપણી સ્વાધીનતા નું રક્ષણ કરવાની શક્તિ ફક્ત એ જ સમાજ પાસે છે જે સમતા યુકત અને શોષણ મુક્ત હોય.
સમાજને ભ્રમિત કરીને અથવા તો ભડકાવીને કે આપસમાં લડાવીને, જેઓ પોતાનો સ્વાર્થ સીધો કરવા માગે છે અથવા જેઓ પોતાની નફરતની આગને ઠંડી કરવા માગે છે, એવા કાવતરાખોર વર્તુળો દેશમાં અને દેશની બહાર પણ સક્રિય છે. તેમને સહેજ પણ અવસર કે સમર્થન ન મળે, આવો સજાગ, સુગઠિત , સામર્થ્યવાન સમાજ જ સ્વસ્થ સમાજ છે. એકબીજાની વચ્ચે સદ્દભાવના સાથે, સમાજનો નિત્ય પરસ્પર સંપર્ક અને સતત સંવાદ પુનઃસ્થાપિત કરવો પડશે.
સ્વતંત્ર અને લોકશાહી દેશમાં નાગરિકોએ તેમના પ્રતિનિધિઓને પસંદ કરવાના હોય છે. દેશનું એકંદર હિત, ઉમેદવારની યોગ્યતા અને પક્ષોની વિચારધારા સાથે સુમેળ સાધવાનો વિવેક, કાયદો, બંધારણ અને નાગરિક શિસ્તનું સામાન્ય જ્ઞાન અને તેના આસ્થાપૂર્વક પાલનની પ્રકૃતિ; પ્રજાતાંત્રિક રચનાની સફળતા માટે એક આવશ્યક પૂર્વ શરત છે.રાજકીય ખેલને કારણે આમાં જે ધોવાણ થયું છે તે આપણા સૌની સામે છે. અરસપરસ ના વિવાદોમાં પોતાની વીરતા સિદ્વ કરવા માટે કરાતો વાણી નો અસંયમ (જે હવે સમાજ માધ્યમોમાં સહજ બનતો જાય છે) એક પ્રમુખ કારણ છે. નેતૃત્વ વર્ગ સમેત આપણે બધાએ આવા આચરણથી દૂર રહીને નાગરિક અનુંશાસન તેમજ કાયદાનું પાલન અને સન્માનનું વાતાવરણ બનાવવું પડશે.
પોતાને અને સમગ્ર સમાજને આ રીતે સક્ષમ બનાવ્યા વિના, વિશ્વમાં ક્યાંય કોઈ પરિવર્તન આવ્યું નથી, કે સફળ થયું નથી.સ્વના આધારે, જો આપણે આપણાં સ્વતંત્ર દેશનું યુગાનુકુળ તંત્ર , પ્રચલિત તંત્ર ની ઉપયોગી વાતો ને દેશાનુંકુળ બનાવી ને સ્વીકાર કરીને આ કરવાનું છે તો સમાજને સ્વનું સ્પષ્ટ જ્ઞાન, વિશુદ્ધ દેશભક્તિ, વ્યક્તિગત અને રાષ્ટ્રીય અનુશાસન અને એકાત્મતા નું ચતુરંગી સામાન્ય જોઈએ . તો જ ભૌતિક જ્ઞાન, કૌશલ્ય અને ગુણવત્તા, વહીવટ અને શાસનની સુસંગતતા વગેરે મદદરૂપ થાય છે.
તેથી, આઝાદીનો અમૃત મહોત્સવ આપણા બધા માટે આપણી સખત અને સતત મહેનત દ્વારા પ્રાપ્ત કરેલ એ સ્થિતિનો ઉત્સવ છે, જેમાં સંકલ્પબધ્ધ બનીને એટલા જ ત્યાગ અને પરિશ્રમથી , આપણે સ્વ આધારિત યુગાનુકુળ તંત્રના નિમાર્ણ દ્વારા ભારતને પરમવૈભવ સંપન્ન બનાવવાનું છે. આવો આ તપોપથ પર હર્ષોલ્લાસ પૂર્વક સંગઠીત, સ્પષ્ટ, તથા દ્રઢભાવ થી આપણે આપણી ગતિ વધારીએ.
ડૉ.મોહનરાવ ભાગવત
સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ